વડવા ચાવડી ગેટ વિસ્તારમાં ફરીથી સર્જાઈ માથાકૂટ

  • December 22, 2023 05:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાવનગર શહેરના ચાવડીગેટ અને તલાવડી વિસ્તારમાં ફરીથી માથાકૂટ સર્જાઈ હતી. વડવા તલાવડી ચાવડી ગેટ વિસ્તારમાં અવાર નવાર બનતી માથાકૂટની ઘટનાથી હવે તો સ્થાનિકો ત્રાહિમામ પોકરી ગયા છે. ગત રાત્રીના સર્જાયેલી માથાકૂટમાં ત્રણ જેટલાં લોકોને ઇજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયા હતા. પોલીસ ઘટના સ્થળે પહોચી કાર્યવાહી હાથ ધરી હતી.
શહેરના ચાવડી ગેટ વડવા તલાવડી વિસ્તારમાં મારામારીની ઘટના બની હતી. આ  અગાઉ પણ ચાવડીગેટ અને તલાવડી વિસ્તારમાં માથાકૂટના બનાવો બનેલા છે. અને પોલીસે સઘન કોમ્બિંગ કરી અને કાર્યવાહી હાથ ધરી હતી. છતાં આવારા તત્વો દ્વારા શાંતિ ડોળવાનો પ્રયાસ હાથ ધરવામાં આવે છે. અગાઉ પણ આ વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા દાદાગીરી કરી છે અને ગાડીઓ પણ સળગાવી જાણે પોલીસ પ્રશાશન સામે પડકાર ફેંકતા હોઈ તેમ અવાર નવાર માથાકૂટ સર્જી કાયદા સામે પડકાર ફેંકે છે.
ગતરાત્રીના પણ તલાવડી વિસ્તારમાં બે જુથ વચ્ચે અથડામણ સર્જાઈ હતી. જેમાં બે થી ત્રણ લોકોને ઇજા પહોંચી હતી. ત્યારે ઈજાગ્રસ્તના સગા દ્વારા જણાવ્યા મુજબ અસામાજીક તત્વો નશાની હાલતમાં ઘરમાં ઘુસી જઈ હુમલો કાર્યો હોવાનો આક્ષેપ કરાયો હતો. જે હુમલામાં ગંભીર ઈજાગ્રસ્ત લોકોને સર ટી હોસ્પિટલ ખાતે ખાસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે વારંવાર બનતી માથાકૂટની ઘટના અંગે પોલીસ દ્વારા હવે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવે તેવી ઉગ્ર લોકમાંગ ઉઠી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application