જામનગરના ઉધોગનગરમાં વાહનના મામલે બે જુથ વચ્ચે મારામારી

  • February 02, 2024 12:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પિતા-પુત્ર સહિત કુલ ૬ને ઇજા : સામસામી નોંધાવાતી ફરીયાદ

જામનગરના ઉધોગનગર પાણાખાણ વિસ્તારમાં વાહન બાબતે માથાકુટ થતા એકબીજાને માર માર્યાની સામ સામી પોલીસ ફરીયાદ નોંધાવવામાં આવી છે. બંને ફરીયાદના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી, હુમલામાં બંને પક્ષના મળીને ૬ને ઇજા પહોચી છે.
જામનગરના ખાખીનગરમાં આવેલ સિઘ્ધાર્થનગર સોસાયટી શેરી નં. ૧માં રહેતા રમેશ મુળજીભાઇ સિંગરખીયા (ઉ.વ.૪૨) એ ગઇકાલે સીટી-સીમાં ગોવિંદ મારાજ, અંકિત મારાજ અને અજય પીઠડીયા નામના ૩ ઇસમ સામે આઇપીસીની જુદી જુદી કલમ તથા એટ્રોસીટી એકટ મુજબ ફરીયાદ નોંધાવી હતી.
ફરીયાદીના પુત્ર ભાવિકને ગત તા. ૩૧ સાંજના છએક વાગ્યાના સુમારે ઉધોગનગર પાણાખાણ વિસ્તારમાં આરોપી ગોવિંદએ પોતાની ફોરવ્હીલ કારખાના પાસે લાવી ફરીયાદી કારખાનામાં કામ કરતા મજુરની સાયકલને અડી જવાથી ફરીયાદીના પુત્રએ ગાડી વ્યવસ્થીત ચલાવવાનું કહયુ હતું જે તેને ન ગમતા ત્રણેય આરોપીઓએ ઉશ્કેરાઇને ફરીયાદી તથા તેના દિકરાને જ્ઞાતી પ્રત્યે અપમાનીત કરી ઢીકાપાટુનો માર માર્યો હતો, રમેશભાઇ પર પાઇપ વડે હુમલો કરી ઇજા કરી હતી તેમજ કારીગર રમેશભાઇ પરમારને પણ માર મારી એકબીજાને મદદગારી કરી હતી.
સામા પક્ષે પાણાખાણ શેરી નં. ૨માં રહેતા અંકિત રઘુરામ દુધરેજીયા (ઉ.વ.૨૦) નામના યુવાને સીટી-સીમાં ભાવિક રમેશ સિંગરખીયા, રમેશ મુળજી સિંગરખીયા બંનેની સામે જુદી જુદી કલમ મુજબ ફરીયાદ કરી હતી. જે મુજબ ફરીયાદીના માસીયાર જયદીપને ભાવિક સાથે વાહન વાળવા બાબતે માથાકુટ થતા ફરીયાદી તેમજ તેનો મિત્ર વચ્ચે બચાવવા જતા ફરીયાદીને માથાના ભાગે પાઇપ ઝીંકી દીધો હતો તેમજ જયદીપ, અજયને ઢીકાપાટુનો માર મારી મુંઢ ઇજા કરી હતી અને અપશબ્દો કહી એકબીજાને મદદગારી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News