આમરા ગામમાં રસ્તાના પ્રશ્ર્ને બે જુથ વચ્ચે મારામારી

  • July 15, 2023 10:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઇંટોના છુટા ઘા કરી ધમકી દીધી : વૃઘ્ધા સહિત ત્રણને ઇજા : સામસામી ફરીયાદ

જામનગર નજીક આમરા ગામમાં સંયુકત રસ્તે નીકળવાના મામલે બબાલ થઇ હતી જેમાં ઇટોના છુટા ઘા કરીને ઇજા કર્યાની તેમજ ધમકી દીધાની સામ સામી પોલીસ ફરીયાદ નોંધાવવામાં આવી છે.
જામનગર નજીક આમરા ગામ હોળી ટીંબો ખાતે રહેતા રાધાબેન ગોરધનભાઇ નકુમ (ઉ.વ.૬૫) નામના વૃઘ્ધા તા. ૧૩ના રોજ પોતાના ઘરે હાજર હતા ત્યારે સામેવાળા આરોપીઓ ત્યાં આવીને ફરીયાદીના દીકરાને અપશબ્દો કહી તથા રાધાબેનને છુટી ઇંટનો ઘા મારી તેમજ મારી નાખવાની ધમકી દીધી હતી તથા ફરીયાદીના પતિને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
રાધાબેન દ્વારા આ અંગે સિકકા પોલીસમાં આમરા ગામમાં રહેતા ઠાકરશી નકુમ અને વિમલ ઠાકરશી નકુમ બંનેની વિરુઘ્ધ ફરીયાદ નોંધાવી હતી.
સામાપક્ષે આમરા ગામ ખાતે રહેતા વિમલકુમાર ઠાકરશીભાઇ નકુમ (ઉ.વ.૩૦)એ વળતી ફરીયાદ સિકકા પોલીસમા સુરેશ ગોરધન નકુમ, મનસુખ, રાધાબેન અને ગોરધનની વિરુઘ્ધ નોંધાવી હતી. જેમાં જણાવ્યુ હતું કે ફરીયાદી તથા આરોપી ગોરધનનો સંયુકત માર્ગ હોય અને આરોપીઓ આ સંયુકત રસ્તેથી નીકળવાની ના કહી હતી.
જે બાબતનું મનદુ:ખ રાખીને ફરીયાદીના પિતા ગામમાંથી બીડી લઇને જતા હતા ત્યારે ચારેય આરોપીઓએ ફરીયાદીના પિતાને અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપી સુરેશ અને રાધાબેને ઇટોના છુટા ઘા કરી ફરીયાદી તથા ફરીયાદીના પિતાને મુંઢ ઇજા કરી હતી. બંને પક્ષની ફરીયાદના આધારે સિકકા પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.
**
ચંદ્રવાડાના મહિલા પર ધોકા વડે હુમલો કરતું દંપતિ
કલ્યાણપુર તાલુકાના ચંદ્રાવાડા ગામે રહેતા ગીતાબેન રામદેભાઈ કેશુભાઈ મોઢવાડિયા નામના ૪૦ વર્ષના મહિલા સાથે બેલા પથ્થર ઉપાડવા બાબતે બોલાચાલી કરી, તેમના કુટુંબિક સંબંધી કેશુ સવદાસભાઈ મોઢવાડિયા અને વાલીબેન કેશુભાઈ મોઢવાડિયાએ બિભત્સ ગાળો કાઢી, લાકડાના ધોકા વડે માર મારીને ઈજાઓ કર્યાની ફરિયાદ કલ્યાણપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવેલી છે. જે અંગે પોલીસે આઈ.પી.સી. કલમ ૩૨૩, ૩૨૪, ૫૦૪, ૧૧૪ તથા જી.પી. એક્ટરની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.
**
મીઠાપુરમાં રખડતો ભટકતો શખ્સ ઝબ્બે
મીઠાપુર તાબેના સુરજકરાડી વિસ્તારમાં રહેતા પબુભા શુક્લભા માણેક નામના ૪૦ વર્ષના હિંદુ વાઘેર શખ્સને પોલીસે સુપર માર્કેટ વિસ્તારમાંથી મોડી રાત્રિના સમયે અંધારામાં લપાતો-છુપાતો દુકાનોના તાળા તપાસતો શંકાસ્પદ હાલતમાં ઝડપી લઈ, તેની સામે ગુનો નોંધ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application