સિવિલમાં નર્સપતિ–પૂર્વ કોર્પેારેટર સહિતના ત્રાહિતોથી અધિકારી–કમર્ચારીઓ ત્રાહિમામ

  • February 22, 2025 03:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સિવિલ હોસ્પિટલમાં અનેક તત્વો પોતાના સમાન ઈરાદાઓ પાર પાડવા માટે રોજ–બેરોજ આટાફેરા કરતા જોવા મળી રહ્યા છે. જેમાના એક પૂર્વ કોર્પેારેટર અને નર્સના પતિ સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફિસ સહિતની કચેરીઓના અધિકારી–કર્મચારીઓ માટે માથાનો દુ:ખાવો બન્યા છે. માન ન માન મેં તેરા મહેમાન ની જેમ કોઈ પણ ઓફિસમાં ઘુસી ત્યાંની અંગત માહિતી મેળવી બાદમાં અન્ય વ્યકિતના નામે આરટીઆઈ એકટ હેઠળ માહિતી માગવામાં આવે છે અને કર્મચારીઓને એક યા બીજી રીતે દબાણ પણ કરવામાં આવતું હોવાની વ્યાપક ફરિયાદો સાંભળવા મળી છે. છેલ્લા કેટલાક સમયથી આવી પ્રવૃત્તિથી અધિકારીઓ–કર્મચારીઓ ત્રાહિમામ પોકારી ઉઠા છે. નસગ સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફિસના સીસીટીવી તપાસવામાં આવે તો નર્સ પત્ની કામ કરતા હોય ત્યારે પતિદેવ સોફે કલાકો બેસતા જોવા મળી શકે છે. વાત એવી પણ મળી રહી છે કે, ભાજપના પૂર્વ કોર્પેારેટર હોવાથી ગાંધીનગરમાં જઈ નસિગ કર્મચારીઓની બદલીના પણ સેટિંગ પાર પાડી રોકડી કરી રહ્યા છે. જો આ સત્ય હોય તો તાજેતરમાં જ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલએ એક કાર્યક્રમના મચં ઉપરથી કહ્યું હતું કે, ભાજપમાં દલાલો વધુ છે આ વાકય કયાંક અહીં સાચું પડતું હોય તેમ કયાંક ને કયાંક લાગી રહયું છે.
રાયની સિવિલ હોસ્પિટલોમા બહારના અને ચોક્કસ ઈરાદા પાર પાડતા વ્યકિતઓની આવન–જાવન પર રોક હોવાથી વહીવટી કામો સહિતની ગોપનિયતા જળવાવાની સાથે સરળતા પૂર્વક કામગીરી ચાલતી હોય છે. પરંતુ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કંઈક અલગ જ માહોલ છે, હોસ્પિટલમાં આલિયા માલીયા જમાલીયા પોતાના મલ્લિન ઈરાદાઓ પાર પાડવા માટે સવારથી જ હોસ્પિટલ કેમ્પસ, સુપ્રિન્ટેન્ડેન્ટ કચેરી સહિતની ઓફિસોમાં આટાફેરા કરી ત્યાં ચાલતી કામગીરીની વિગતો મેળવી અને એક યા બીજા નામે આરટીઆઈ હેઠળ માહિતી માંગવામાં આવે છે. તો કેટલાક તત્વો લિકર પરમીટ, મેડિકલ ફિટનેસ સર્ટી માટે પરિચિત અરજદારની સાથે આવી વિભાગોમાં રોલો પાડી બધું ફટાફટ પૂં કરવા માટે રીતસર તબીબો, કર્મચારીઓને દબાણ કરવામાં આવે છે. અગાઉ મહાપાલિકાના સફાઈ કર્મચારીઓના મેડિકલ ફિટનેશ સર્ટીનુ મોટું કૌભાંડ સામે આવ્યું હતું તેમાં પણ કોન્ટ્રાકટ એજન્સીના કર્મચારીની અને તેના આકાઓની સંડોવણી સામે આવી હતી. આમ સિવિલમાં આવા કેટલાક લેભાગુઓ રોજ બેરોજ નજરે પડે છે. આ ઉપરાંત ખાનગી એમ્બ્યુલન્સના સંચાલકો કેમ્પસમાં ખુલે આમ પોતાનો ધીકતો ધંધો ચલાવી રહ્યા છે. પરંતુ હોસ્પિટલ તત્રં આ બધા સામે કોઈ કાયદાકીય કાર્યવાહી ન કરતા જાણે નત મસ્તક હોય તેમ જોવા મળી રહયું છે. સવાલ સિવિલ ની સિકયોરિટી ઉપર પણ થઇ રહ્યો છે કે, વર્ષે કરોડો પિયા સિકયોરિટીના નામે ચુકવવામાં આવી રહ્યા હોવા છતાં આવા લેભાગુ તત્વો બેરોકટોક હોસ્પિટલ કેમ્પસ અને ઓફિસો સુધી પહોંચી પોતાના ઈરાદાઓ પાર પાડી હોસ્પિટલ તંત્રની કામગીરીમાં વિક્ષેપ ઉભો કરી રહ્યા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application