સગર્ભા, જન્મજાત બાળકથી લઈ વયોવૃદ્ધ તમામ જરિયાતમદં લોકોના આરોગ્યના હિતાર્થે રાય સરકારનો અભિગમ હંમેશા સંવેદનશીલ રહ્યો છે. આરોગ્યલક્ષી જન સુવિધાર્થે શહેરી, ગ્રામીણ વિસ્તારમાં આધુનિક સાધન સુવિધાના વ્યાપ સાથે આરોગ્ય વિભાગ સતત કાર્યરત રહ્યો છે. જેના પૂરક પે રાજકોટની પંડિત દીનદયાલ ઉપાધ્યાય સિવિલ હોસ્પિટલ ૨૪૭ સતત કાર્યરત રહી દર્દીઓની સેવા કરી રહી છે.
રાજકોટ સિવિલ પ્રતિ વર્ષ અનેક વિક્રમો સ્થાપી રહી છે, જેમાં વર્ષ ૨૦૨૪માં ૧૦ લાખથી વધુની ઓ.પી.ડી. સારવાર સાથે ૧.૨૨ લાખથી વધુ દર્દીઓને ઇન્ડોર સારવાર પુરી પાડી લાઈફ લાઈન સાબિત થઈ છે. જેમાં જરી ૫૦ હજારથી વધુ નાની – મોટી સર્જરી પણ સામેલ છે.
આ અંગે વિગત આપતા સિવિલ અધિક્ષક ડો. મોનાલી માંકડીયાએ જણાવ્યું છે કે, રાજકોટ શહેર સમગ્ર સૌરાષ્ટ્ર્રનું પાટનગર હોવાથી અહીં રાજકોટ જિલ્લા ઉપરાંત અન્ય જિલ્લાના દર્દીઓ પણ સારવાર – સુશ્રુષા માટે આવતા હોય છે. અહીં ૨૪ કલાક ઇમર્જન્સી સારવાર ઉપલબ્ધ છે. રોજની સરેરાશ ૩ હજારથી વધુની ઓ.પી.ડી. સહીત વર્ષ દરમ્યાન કુલ ૧૦ લાખ ૫૫ હજારથી વધુની ઓ.પી.ડી. રહે છે. જેમાં દર્દીની પ્રાથમિક તપાસ અને જરિયાત મુજબ દવા અને અન્ય સારવાર પુરી પાડવામાં આવે છે. જે પૈકી જરિયાત મુજબ દર્દીઓને રોગની આગળની સારવાર માટે દાખલ કરવામાં આવે છે. વર્ષ ૨૦૨૪માં ૧ લાખ ૨૨ હજારથી વધુ દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરી તેમની સારવાર કરવામાં આવી છે. જેમાં વિવિધ શાખામાં થઈ મેજર ૧૪,૫૬૩ અને માઇનોર ૩૭,૭૦૫ જેટલી સર્જરી પણ સામેલ છે.રાજકોટ સિવિલ ખાતે દર્દીની સારવાર માટે જરી લેબોરેટરી ટેસ્ટ પણ કરી આપવામાં આવે છે. વર્ષ દરમ્યાન ૩૫ લાખ ૭૫ હજારથી વધુ બ્લડ, યુરીન સહિતના લેબોરેટરી ટેસ્ટ કરવામાં આવ્યા છે. યારે ૩૪ હજારથી વધારે એકસ–રે કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ૧૩,૧૪૪ સીટી સ્કેન અને ૧૦,૪૦૪ એમ.આર.આઈ. પણ કરવામાં આવ્યા છે. રાજકોટ સિવિલ સાથે સંલ ઝનાના હોસ્પિટલમાં પ્રસૂતા અને બાળ વિભાગ કાર્યરત છે. જેમાં વર્ષ દરમ્યાન ૧૦ હજારથી વધુ પ્રસૂતા મહિલાઓની ડીલેવરી કરવામાં આવી છે.
આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ સિવિલ ખાતે ૨૧ હજાર થી વધુ દર્દીઓને વર્ષ ૨૦૨૪માં સારવારનો લાભ મળ્યો છે.
અહીં પી.એમ.એસ.એસ.વાય. બિલ્ડીંગ ખાતે અધતન ઇન્ફ્રાસ્ટકચર સાથે સુપર સ્પેશિયાલિટી વિભાગ, ઓપરેશન થીએટર, ડાયાલીસીસ સહીત ઇન્ડોર સેવા પુરી પાડવામાં આવે છે. બેડની વાત કરીએ તો, રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે આઈ.સી.યુ.ની વિવિધ કેટેગરીના કુલ ૨૦૫ બેડ મળીને સિવિલ ખાતે કુલ ૧,૧૧૮ બેડ યારે મહિલા અને ચાઈલ્ડ વિભાગના ૫૦૦ બેડ મળીને કુલ ૧,૬૧૮ બેડની ઇન્ડોર સારવારની કેપેસીટી છે. સિવિલ ખાતે સૌરાષ્ટ્ર્રભરના દર્દીઓ સારવાર, નિદાનાર્થે આવે છે તેના માટે અનેકવિધ સુવિધાઓ પર્યા કરાવવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના દિશાનિદર્શનમાં સેવાઓ સતત અપગ્રેડ કરવામાં આવી રહી છે. આવનારા સમયમાં આ કેમ્પસ અધતન સ્વપે સેવા આપવા કટિબદ્ધ છે
સેવારત તબીબી સ્ટાફ
સુપર સ્પેશિયાલિસ્ટ ૧૪, સ્પેશિયાલિસ્ટ ૨૭૩, રેસિડન્ટ ૪૮૨ ડોકટર્સ, ૯૦ મેડિકલ ઓફિસર્સ, ૭૩૩ નસિગ, અન્ય સહાયક ૪૦૧ સહીત ૧૧૦૦થી વધુ સંલગ્ન સ્ટાફ
સિવિલ ખાતે આઈસીયુ બેડ સુવિધા
આઈ.સી.સી.યુ – ૧૦
એસ.આઈ.સી.યુ. – ૧૦
એમ.આઈ.સી.યુ. – ૧૦
ન્યુરો આઈ.સી.યુ. – ૧૦
પી આઈસીયુ ૨૪એચડી.યુ ૨૪૨૭
એન.આઈ.સી.યુ. – ૯૦
ઓ.બી.આઈ.સી.યુ.એચ.ડી.યુ ૧૦૧૪ મળી કુલ આઈ.સી.યુ બેડ ૨૦૫
સ્પેશીયાલીટી ઉપલબ્ધ સેવાઓ
ઈમરજન્સી વિભાગ, મેડીસીન વિભાગ, રેડીયોલોજી વિભાગ, સર્જરી વિભાગ, ઓર્થેાપેડીક વિભાગ, ગાયનેક વિભાગ, ઈ.એન.ટી વિભાગ, દાંત વિભાગ, પીડીયાટ્રીક વિભાગ, આખં વિભાગ, ટી.બી અને ચેસ્ટ વિભાગ, સ્કીન, એનેસ્થેસિયોલોજી, આયુર્વેદિક અને હોમીયોપેથીક (ઓપીડી), કસરત વિભાગસુપર સ્પેશીયાલીટી ઉપલબ્ધ સેવાઓ
પ્લાસ્ટિક સર્જરી, યુરોલોજી, ન્યુરો સર્જરી, ગેસ્ટ્રોએન્ટ્રોલોજી, પીડીયાટ્રીક સર્જરી, નેફ્રોલોજી અને ડાયાલીસીસ, કાર્ડિયોલોજી, ઓન્કોલોજી, પીડીયાટ્રીક ઓર્થેાપેડીક સર્જરી, ડીસ્ટ્રીકટ અર્લી ઇન્ટરવેન્શન સેન્ટર, ન્યુટ્રીશન રીહેબીલીટેશન સેન્ટ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચીનની 'બેટવુમન'એ શોધ્યો બેટ કોરોના વાયરસ
February 24, 2025 11:07 AMશિવ શોભાયાત્રાનું મુખ્ય આકર્ષણ ભગવાન શિવજીની પાલખી
February 24, 2025 11:05 AMગુજરાતમાં ખોરાક પાછળ ખર્ચ થાય છે 45 ટકા જેટલી આવક
February 24, 2025 11:04 AMફેબ્રુઆરીમાં જ ઉનાળો બેસી ગયો હોય તેવી ગરમી: રાજકોટમાં 37.5 ડિગ્રી
February 24, 2025 11:02 AMIPO લોન્ચ કરવામાં ભારત વૈશ્વિક અગ્રણી ,2024માં કંપનીઓએ 19 બિલિયન ડોલર એકત્ર કર્યા
February 24, 2025 10:57 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech