શહેરનો ભુજીયો કોઠો અને ત્રણ દરવાજા રેસ્ટોરેશન પ્રોજેકટ પૂર્ણતાના આરે

  • November 06, 2023 11:13 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એકાદ મહીનામાં લોકો માટે પ્રોેજેકટ ખુલ્લો મુકાશે: ૨૦૦૧માં ભુજીયો કોઠો ઘ્વંશ થયા બાદ ફરીથી પહેલા જેવો જ બનાવાયો: ડીએમસી ભાવેશ જાની અને નાયબ કાર્યપાલક ઇજનેર રાજીવ જાનીની ટીમે ૯૫ ટકા કામ પૂર્ણ કર્યુ

જામનગરને નવાનગરની ઓળખ મળી છે, આશરે ૧૭૦ વર્ષ પહેલા સૌરાષ્ટ્રની ઐતિહાસિક અને ઉંચામાં ઉંચી ગણાતી ભુજીયા કોઠાની ઇમારત જામનગર માટે એક નવલા નજરાણા સમાન છે, ૨૦૦૧ની સાલમાં ભૂકંપ આવ્યો ત્યારે આ ઇમારતને ભારે નુકશાન થયું હતું, પરંતુ જુન-૨૦૨૦થી પહેલાના જેવો ભુજીયો કોઠો લોકોને જોવા મળે તે માટે કોર્પોરેશનની ટીમે અથાગ પ્રયત્ન કર્યા હતાં અને હવે આ પ્રોજેકટ પૂર્ણાતાના આરે છે, બીજી તરફ શહેરના ત્રણ દરવાજાને પણ અત્યાધુનિક બનાવવા માટે કવાયત હાથ ધરવામાં આવી હતી, ૧૯૦૭ થી ૧૯૩૩ દરમ્યાન જામ રણજીતસિંહજી દ્વારા અનાજ બજારના પ્રવેશદ્વાર તરીકે બાંધકામ કરીને ત્રણ દરવાજાની ઓળખ આપવામાં આવી હતી, આ કામ પણ હવે પૂર્ણતાના આરે છે ત્યારે શહેરીજનોને એક નવી ભેટ મળશે અને આ બંને પ્રોજેકટમાં પૂર્વ સીટી ઇજનેર શૈલેષ જોશી, હાલના ડીએમસી ભાવેશ જાની અને પ્રોજેકટ પ્લાનીંગના નાયબ કાર્યપાલક ઇજનેરની ટીમનો સિંહફાળો ગણી શકાય.
ભુજીયા કોઠાની વાત કરીએ તો સૌરાષ્ટ્રને ૧૭૦ વર્ષ પહેલા આ ઐતહાસિક ઇમારત રાજાશાહી વખતમાં બની હતી, ટોેલેસ્ટ હેરીટેજ સાઇટ તરીકે આ ઇમારત ગણાતી હતી, જામ રણમલ-૨ના કાર્યકાળ દરમ્યાન ૧૯૩૯થી ૧૮૫૨માં આ કામ કરવામાં આવ્યું હતું, ભારત સરકાર દ્વારા ૧૯૬૬માં પ્રોટેકટ મોન્યુમેન્ટ તરીકે જાહેર કરાયું હતું. આ ઇમારતનું ૨૦૧૬માં પુરાતત્વ સાથે એમઓયુ કરીને આ ઇમારતને મુળ સ્વરુપે લાવવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને આ નવા પ્રોજેકટ અંગે સરકારને પણ જાણ કરવામાં આવી હતી.
ભુજીયા કોઠાની જે રીતે ઓળખ છે એવી જ ઇમારત બનાવવા માટે તેમજ સી ટાઇપના સ્ટ્રકચરને કરવા ૧૧ દુકાનો હટાવી આવશ્યક હતી જેમાં ૪ દુકાનોના માલિકો પાસે કોઇપણ આધાર ન હતાં, ત્યારબાદ ૪૭૮/૨ નોટીસ આપવામાં આવી હતી અને કોર્ટમાં સમાધાન કરીને ૭ દુકાનધારકોને ગોલ્ડન સીટી એરીયામાં નવી દુકાન અપાઇ હતી. ત્યારબાદ આ પ્રોજેકટ વર્ક ઝડપથી આગળ વઘ્યું છે, હવે લગભગ પાંચેક ટકા જેટલું વર્ક બાકી છે, મ્યુ.કમિશ્નર દિનેશ મોદીના નેજા હેઠળ આ પ્રોજેકટને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે અને તેનું ઝડપથી ઉદઘાટન થાય તે માટેના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, કોર્પોરેશનના પૂર્વ પદાધિકારીઓ, હાલના પદાધિકારીઓએ પણ આ કામ ઝડપથી થાય તે માટે પ્રયાસો કર્યા છે અને હાલમાં પણ કરી રહ્યા છે.
ત્રણ દરવાજાની વાત કરીએ તો આ પ્રોજેકટને અમલમાં મુકવા દરખાસ્ત લાવવામાં આવી હતી અને ત્રણ દરવાજા ક્ધઝર્વેશન, રેસ્ટોરેશન અને ક્ધસોલીડેશન વર્ક કરવા માટે તેમજ રી-કોટીંગ કરવા માટે દરખાસ્ત મંજુર કરવામાં આવી હતી. ૧૫માં નાણાપંચની ગ્રાન્ટ મંજુર થઇ તેમાં આ પ્રોજેકટ માટે રુા.૧.૧૦ કરોડ ફાળવવામાં આવ્યા, અક્ષરશિલ્પને કામ અપાયું અને સહજ ક્રિએશન ક્ધસ્લટન્ટ તરીકે રહ્યા.
૧૯૦૭થી ૧૯૩૩ દરમ્યાન જામરણજીતસિંહજી દ્વારા આ ત્રણ દરવાજાને અનાજ બજારના મુખ્ય પ્રવેશદ્વાર તરીકે બનાવવા નકકી કરાયું, માપ પરીવહનની જરુરીયાતને ઘ્યાનમાં લઇને આજે આ ત્રણ દરવાજા ખુબ જ ઉપયોગી છે, આમા એક મુખ્ય અને બે ગેઇટ વે કલાત્મક દરવાજા બનાવાયા છે, પરંતુ ધીમે-ધીમે આ ઇમારત થોડી ખરાબ થઇ હતી, તેને ફરીથી બનાવવા માટે ભૌમિતીક અને ફુલોની પેર્ટન વડે સુશોભીત કરવા માટે કામ શરુ કરાયું હતું જે ૯૫ ટકા પુરુ થઇ ચૂકયું છે, વાતાવરણની વિપરીત અસરને કારણે સ્ટ્રકચરને થોડુ વધુ નુકશાન થયું છે, પરંતુ અધિકારીઓની દીર્ઘદ્રષ્ટિને કારણે પહેલા જ દરવાજા થઇ રહ્યા છે અને ટુંક સમયમાં જ આ ત્રણેય દરવાજા ખુલ્લા મુકવામાં આવશે.
જામનગરના મહારાજાએ જામનગરને અનેક ભેટ આપી છે, શહેરના પહોળા રસ્તા, ત્રણ દરવાજા, ખંભાળીયા ગેઇટ, રતનબાઇ મસ્જીદ, રણમલ તળાવ, રણજીતસાગર, સોલેરીયમ લોકો માટે ભેટ અપાયા છે, તેમનો પ્રતાપ વિલાસ પેલેસ પણ ખુબ જ આકર્ષક છે, રાજવી પરીવારના મહારાજાઓ અને હાલના રાજવી જામ શત્રુશલ્યસિંહજી પણ એક લાંબી દીર્ધદ્રષ્ટિ ધરાવે છે ત્યારે તેઓનું યોગદાન પણ જામનગર માટે વિશેષ છે. જામનગરની અનેરી ઓળખ છે, બાંધણી, ધરચોળા, ઘુઘરા, સુરમો, સુડી, ચપ્પુ, કાજલ, ગાંઠીયા, કચોરી, પાન, મેસુબ સહિતની વસ્તુઓ પણ ખુબ જ પ્રખ્યાત છે અને તેની દેશ-વિદેશમાં નિકાસ પણ થાય છે ત્યારે જામનગરની અનેરી ઓળખ થઇ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application