રાજકોટ મહાપાલિકાના ૩૪મા મ્યુનિસિપલ કમિશનર તરીકે તુષાર સુમેરા આગામી સાહમાં ચાર્જ સંભાળનાર છે ત્યારે રાજકોટવાસીઓને તેમની પાસેથી અપાર અપેક્ષા છે, બિલ્ડીંગ પ્લાન પાસ, બીયુપી, ફાયર એનઓસીમાં અસહ્ય વિલબં દૂર કરવા, ખાલી જગ્યાઓ ઉપર ભરતી કરી તંત્રને ચેતનવંતુ બનાવવા, ડાના રેઢિયાળ તંત્રને સુધારવા, મહાપાલિકામાં થતા મનમોજી અર્થઘટનો બધં કરાવવા સહિતની મુખ્ય અપેક્ષાઓ ઉપરાંત મ્યુનિસિપલ કમિશનર દરેક અરજદારોને બ મળે તેમજ લોકોથી દૂર ભાગવાના બદલે લોકોને સાંભળે તેવી લાગણી શહેરીજનોએ વ્યકત કરી છે. રાજકોટના અગ્રણીઓ, વેપારીઓ, ઉધોગપતિઓ, બિલ્ડરો, શાસકો, વિપક્ષના નેતાઓની આજકાલ સાથે મુકતમને વાતચીત કરી નવા કમિશનર પાસેથી શું અપેક્ષાઓ છે તે અંગે મુકત મને પોતાના વિચારો રજૂ કર્યા છે જે પ્રસ્તુત છે.
પરેશ ગજેરા પ્રેસિડેન્ટ રાજકોટ બિલ્ડર્સ એસો.
– બિલ્ડીંગ પ્લાન ૩૦ દિવસમાં મંજુર થાય તેવી વ્યવસ્થા નિર્માણ કરે, અટકાવેલા બીયુપી અંગે યોગ્ય નિર્ણય કરે
– મનપા–ડામાં આડેધડ કરાયેલા પરિપત્રો રદ કરે અને નિયમોનું યોગ્ય અર્થઘટન કરવા સ્ટાફને સૂચિત કરે
– ફાયર એનઓસીની કામગીરી સરળ અને ઝડપી બનાવે
– ૨૫ મીટરની હાઇટ સુધીના બિલ્ડીંગ પ્લાન મંજૂરીની સતા ડે.કમિશનરના બદલે સિટી ઇજનેર કે ટીપીઓને આપે.વી.પી.વૈષ્ણવ
પ્રેસિડેન્ટ રાજકોટ ચેમ્બર
– છ મહિનાથી ઠપ્પ થયેલા મહાપાલિકા તંત્રને પુન:જીવિત કરે
– વ્યાપાર–ઉધોગ જગતના પ્રશ્નોનો વ્યવહા ઉકેલ લાવે, અરજદારોને બ મળે અને સાંભળે
– રાજકોટની ટ્રાફિક સમસ્યા ઉકેલવા માટે પ્રયાસ કરે, બજારોમાંથી લારી–ગલ્લા, ફેરિયા, પાથરણાવાળાના દબાણો દૂર કરાવે
– રાજકોટની પેન્ડિંગ ટીપી સ્કીમોને ઝડપથી પૂર્ણ કરાવે, કેસના ગુણ–દોષ જોયા વિના વેપારીઓને દંડવાનું બધં કરે
વશરામ સાગઠિયા મ્યુનિ.વિપક્ષી નેતા
– રાજકોટ મનપાનો વહીવટ પારદર્શક બનાવે, લોકોથી દુર ન ભાગે અને સૌને મળે
– ખાલી પડેલી જગ્યાઓ ઉપર ભરતી શ કરે, લાગવગશાહી બધં કરે
– આજી રિવર ફ્રન્ટ પ્રોજેકટ સાકાર કરી બતાવે
– ચાલુ વર્ષના બજેટમાં સુચવેલા પ્રોજેકટ પૂર્ણ કરી બતાવે
– લોકપ્રશ્નો તત્કાલ ઉકેલે, ભ્રષ્ટ્રાચાર–કૌભાંડો બધં કરાવે, ચાલુ તપાસો પૂર્ણ કરે અને સૌની રજુઆત સાંભળે.
નેહલ શુકલ કોર્પેારેટર, ભાજપ નેતા
– કમિશનર તેમની ફરજો ઝડપથી બજાવે, વિલબં દૂર કરે
– પાયાની સુવિધાઓ પુરી પાડવા એકશન ફોર્સ બનાવે
– નવા ભળેલા વિસ્તારોના વિકાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરે
– પુરતા ફોર્સથી પાણી માટે ડીઆઇ લાઇન નેટવર્ક પૂર્ણ કરે, સમગ્ર શહેરમાં જે મુળભૂત ફરિયાદો હોય તે ઉકેલવા ઉપર લક્ષ આપે.
– નવા બિલ્ડીંગ પ્લાનને ઝડપથી મંજૂરી આપે, ફાયર એનઓસી મામલે જડ વલણ ટાળવામાં આવે
ધનસુખ વોરા ચેરમેન ગ્રેટર ચેમ્બર
– ટેકસ રિકવરી, બીયુપી કે ફાયર એનઓસી મામલે થઇ રહેલું આડેધડ મિલકત સિલિંગ બધં કરાવે
– વ્યાપાર ઉધોગ જગત માટે હકારાત્મક નિર્ણયો કરે
– મહિનાઓથી પેન્ડિંગ રહેણાંક મકાનોના પ્લાન તત્કાલ મંજુર કરાવે
– બ્રિજ પ્રોજેકટસ સહિતના નવા વિકાસ કામો વહેલી તકે શ કરાવે
– ડામાંથી રાજકોટના આગામી ૨૫ વર્ષના વિકાસનું પ્લાનિંગ કરે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ માર્કેટ યાર્ડમાં મસાલાની સિઝન જામી; એક લાખ મણ ધાણાની આવક
April 04, 2025 10:55 AMજુઓ શું છે ભગવાન શ્રી કૃષ્ણની જાનના રથને દોડાવવાની પરંપરા
April 04, 2025 10:49 AMતરસાઈમાં શ્રમિક યુવાનનું થ્રેસર મશીનમાં આવી જતાં મૃત્યુ
April 04, 2025 10:34 AMજામનગરના ત્રણ પોલીસ હેડ કોન્સ્ટેબલને એ.એસ.આઈ. તરીકે પ્રમોશન અપાયા
April 04, 2025 10:28 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech