રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હવે શહેરમાં દોડતી તમામ સીટી બસ અને બીઆરટીએસ રૂટની બસો ઉપર હાઇવે પ્રોજેક્ટના સીસીટીવી કેમેરા થી નજર રાખવામાં આવશે અને આ માટે ચાર કર્મચારીઓને ડ્યુટી સોંપવા હુકમ કરવામાં આવ્યો છે.
રાજકોટ શહેરના લોકોને શહેરી પરીવહન સેવા પુરી પાડવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સિટી બસ સેવા તથા બી.આર.ટી.એસ. બસ સેવા ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. જેનું સંચાલન રાજકોટ મહાનગરપાલિકાની કંપની, રાજકોટ રાજપથ લી. દ્વારા કરવામાં આવી રહેલ છે. આ હેઠળ કુલ ૮૦ રૂટ પર ૧૦૦ સીએનજી તથા ૧૨૪ ઇલે. એમ કુલ ૨૨૪ બસ દ્વારા પરિવહન સેવા પુરી પાડવામાં આવી રહેલ છે. હાલ થયેલ દુર્ઘટનાને ધ્યાને લેતાં, અત્રેના ઈન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર જ્યાં શહેરમાં ઇનસ્ટોલ તમામ કેમેરાનું લાઇવ સ્ટ્રીમીંગ તેમજ મોનીટેરીંગ થાય છે ત્યાં અલગથી મેનપાવર રાખી શહેરમાં ચાલતી સીટી બસ સલામત રીતે વહન થાય તેનું મોનીટરીંગ કરવામાં આવશે.
સિટી બસ અને બીઆરટીએસ બસ સેવાના સંચાલનના સુદ્રઢ મોનિટરિંગ માટે ઈન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે પ્રતિ શિફ્ટ બે (૨) વ્યક્તિ લેખે કૂલ ૪ કર્મચારી મુકવામાં આવશે. આ કર્મચારી દ્વારા બસના ઓવર સ્પીડ, મીસ-બસ સ્ટોપ, સીગ્નલ બ્રીચ, રોંગ સાઇડ ડ્રાઇવીંગ તેમજ બસ તેના ટાઇમ ટેબલ પ્રમાણે ચાલે છે કે નહિ તેનું મોનીટરીંગ કરશે. જો કોઇ વાહન આ ઉપર જણાવેલ કોઇ નિયમ ઉલ્લંઘન કરતુ જણાય તો તાત્કાલિક બસ સંચાલક અને જનરલ મેનેજર (આર.આર.એલ.) ને જાણ કરશે અને તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપશ્ચિમ બંગાળમાં હિન્દુઓ પર થતા અત્યાચારના વિરોધમાં VHP મેદાને, ઉનામાં રેલી યોજી પાઠવ્યું આવેદન
April 20, 2025 02:58 PMપશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની માંગણી સાથે પોરબંદરમાં પાઠવાયું આવેદન
April 20, 2025 02:55 PMટીટોડીએ સમય કરતા વહેલા ઈંડા મૂક્યા અને બચ્ચા પણ આવી ગયા!
April 20, 2025 02:54 PMરાજકોટ : 32 કેન્દ્ર પર 7 હજાર ઉમેદવારો આપશે GPSCની પરીક્ષા
April 20, 2025 02:51 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech