જેતપુર, નવાગઢમાં સિટી બસ સેવા, બે એનિમલ હોસ્ટેલ શરૂ કરાશે

  • February 16, 2023 03:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જેતપુર નગરપાલિકાના વર્તમાન સત્તાધીશોએ ગઈકાલે તેમના શાસન કાળની છેલ્લા જનરલ બોર્ડમાં તેમનું છેલ્લું વર્ષ ૨૦૩-૨૪ માટેનું બજેટ  રજૂ કર્યું હતું. જેમાં વાર્ષિક આવક ૧,૦૬,૭૭,૪૨૦૦૦ની સામે ૧,૦૬,૩૮,૪૨૦૦૦ ખર્ચે ધરાવતું ૩૯,૦૦૦૦ રૂપિયાની  પુરાંતલક્ષી બજેટને જનરલ બોર્ડમાં સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યું હતું.


જેતપુર નગરપાલીકાના વર્તમાન સતાધીશની ટર્મ ૨૪ફેબ્રુઆરીએ પૂર્ણ થતી હોય અને ટૂંક સમયમાં જ  નગરપાલિકાની સામાન્ય ચૂંટણી યોજાવાની છે. ત્યારે સત્તાધીશ ભાજપના નગરપાલિકામાં કારોબારી ચેરમેન જેસુખભાઈ ગુજરાતીએ વર્ષ ૨૦૨૩-૨૪ માટેનું બજેટ રજૂ કર્યું હતું. જે ૧,૦૬,૭૭,૪૨૦૦૦ અબજની આવક અને ૧, ૦૬, ૩૮, ૪૨૦૦૦ અબજનો ખર્ચ સાથે ૩૯, ૦૦૦૦ લાખની પુરાંત દર્શાવતું બજેટ સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યું હતું.


બજેટમાં મુખ્યમંત્રી સડક પરિવહન યોજના અંતર્ગત શહેરમાં સીટી બસ સેવાનો પ્રારંભ થશે. જે માટે છ નવી બસ ખરીદવામાં આવશે. રેઢિયાળ ઢોરને પાંજરે પુરવા માટે શહેરમાં બે જગ્યાએ રાજ્ય સરકાર પાસે ૨૦ હજાર ચોરસ મીટર જગ્યા માંગવામાં આવી છે. જે મંજુર થયે તેના પર એનીમલ હોસ્ટેલ બનાવવામાં આવશે. તેમજ શહેરમાં દૈનિક પાણી વિતરણ માટે જરૂરી પાણીની ટાંકીઓ તેમજ પાઇપ લાઈન નાંખવામાં આવશે. તેમજ નલ સે જલ યોજના અંતર્ગત જે આસામીઓએ ગેરકાયદેસર નળ જોડાણ લઈ લીધેલ છે તેને કાયદેસર કરી આપવામાં આવશે ત્યાર બાદ ભૂતિયા નળ જોડાણની ઝુંબેશ ઉપાડવામાં આવશે. 
​​​​​​​
 આમ, વર્તમાન સત્તાધીશો દ્વારા પ્રજા પર એકપણ નવો કરવેરો નાંખ્યા વગરનું ચૂંટણીલક્ષી બજેટ રજૂ કર્યું. જેમાં મોટા ભાગની આઇટમો એટલે નવી બોટલમાં જૂનો શરાબ તેવું જ હતું. એટલે કે, દરવર્ષે બજેટમાં જે વાયદાઓ કરવામાં આવે છે. જેવા કે, ગ્રાન્ટની ૨૦ ટકા રકમ પછાત વિસ્તારમાં વાપરવાની, શહેરમાં ડોર ટુ ડોર ઘન કચરો લેવા, સ્વચ્છતા અભિયાન, જ્યાં અંધારું હોય ત્યાં પૂરતા અજવાળાવાળી સ્ટ્રીટ લાઈટ, નવા વિસ્તારોમાં પાકા રસ્તા બનાવી આપવા વગેરે.  નગર પાલિકાના વર્તમાન તમામ સદસ્યોનું આ છેલ્લું બોર્ડ હોવા છતાં અડધા સદસ્યો ગેરહાજર રહ્યા હતાં. જે ક્યાંકને ક્યાંક તેમની શાસકો તરફી તેમની નારાજગી દેખાઈ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application