રાજકોટ મહાપાલિકા દ્રારા નિર્મિત સ્પેશ્યલ પર્પઝ વ્હીકલ રાજકોટ રાજપથ લિમિટેડ દ્રારા સંચાલિત રાજકોટ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ માટે રાય અને કેન્દ્ર સરકાર દ્રારા મોઢે માંગી ગ્રાન્ટ આપવામાં આવી રહી છે તેમજ નવી સીએનજી અને ઇલેકિટ્રક બસ ફાળવવામાં આવી રહી છે પરંતુ ડ્રાઇવરો બુઢા હોય તેમજ ડ્રાઇવરોનું કયારેય હેલ્થ ચેક અપ પણ કરવામાં આવતું ન હોય શહેરમાં અવારનવાર સિટી બસોના અકસ્માતોની ઘટનાઓ સામે આવી રહી છે. ગત સાંજે રેલનગર વિસ્તારમાં સિટી બસના ડ્રાઇવરને ચાલુ બસે હાર્ટ એટેક આવતા તેણે અનેક ટુ વહીલર ચાલકો તેમજ એક રાહદારી મહિલાને હડફેટે લીધા હતા, આ અકસ્માતમાં ડ્રાઇવર અને રાહદારી મહિલાનું મૃત્યુ નિપયું છે ત્યારે શહેરીજનોમાંથી ફરી સિટી બસ સેવા અંગે સવાલો ઉઠવા લાગ્યા છે.
ગુજરાત રાય માર્ગ અને વાહન વ્યવહાર નિગમની બસોમાં ડ્રાઇવરની એઇજ લિમિટ ૫૮ વર્ષ છે, તંદુરસ્ત હોય તો પણ તેને ૫૮ વર્ષે વયનિવૃત કરાય છે, યારે રાજકોટ મહાપાલિકાની સિટી બસ સેવામાં તો ડ્રાઇવરો માટે કોઇ એઇજ લિમિટ જ નથી, ફકત ડ્રાઇવિંગ આવડતું હોય અને ડ્રાઇવિંગ લાયસન્સ હોવું એ જ લાયકાત છે. આ લાયકાતના ધોરણે ભરતી કરાતા ડ્રાઇવરો અકસ્માતો સર્જી રહ્યા છે. મહાપાલિકા તંત્રએ કોન્ટ્રાકટર એજન્સીના ડ્રાઇવર–કંડકટરોના ભરોસે શહેરને છોડી દીધું છે જેના લીધે આવા જીવલેણ અકસ્માતો સર્જાઇ રહ્યા છે. રાજકોટમાં વર્ષેા પૂર્વે ગુજરાત એસટી નિગમ દ્રારા સિટી બસ સેવાનું સંચાલન કરાતું હતું ત્યારે કયારેય સામાન્ય અકસ્માત સર્જાયો હોય તેવી ઘટના પણ જવલ્લે બનતી હતી પરંતુ મહાપાલિકાના કોન્ટ્રાકટર દ્રારા સંચાલિત સિટી બસ સેવામાં અકસ્માતોના બનાવો રોજિંદા બન્યા છે તેમ છતાં મહાપાલિકા તત્રં દ્રારા કોન્ટ્રાકટર એજન્સી સામે કોઇ પગલાં લેવાતા નથી કે બસ સેવા સુધારવા અને અકસ્માતો ઘટાડવા માટે કોઇ પગલાં લેવાતા નથી
સિટી બસમાં બેફામ કટકી છતાં ચેકિંગ બંધ
રાજકોટ મહાપાલિકાની સિટી બસ સેવામાં બેફામ કટકીબાજી થઇ રહી છે છતાં કયારેય ચેકિંગ થતું નથી અને ચેકિંગ થતું હોય તો તેની વિગતો જાહેર કરાતી નથી. કંડકટરો ઉઘરાણા કરતા હોવાની ફરિયાદો વ્યાપક છે.ડ્રાઇવરો ચાલુ બસે સેલફોનમાં વાતો કરે છે
સિટી બસ સેવામાં ડ્રાઇવરો ચાલુ બસે ડ્રાઇવિંગ કરવાની સાથે મોબાઇલ ફોનમાં વાત કરતા રહે છે અથવા તો ફલ વોલ્યુમમાં એફએમ રેડિયો ચાલુ રાખીને ડ્રાઇવિંગ કરે છે. મુસાફરોનો જીવ જોખમ મુકતા હોવા છતાં પગલાં લેવાતાં નથી.
ઓવર સ્પીડ ડ્રાઇવિંગ છતાં પગલાં કેમ નહીં?
સિટી બસના ડ્રાઇવરો ઓવર સ્પીડ ડ્રાઇવિંગ કરતા નજરે પડે છે તેમ છતાં કયારેય તેમની સામે જોખમી ડ્રાઇવિંગ બદલ પગલાં લેવાતા નથી. કયારેક તો ટુ વહીલર સાથે હરિફાઇ કરતા હોય તેવી સ્પીડથી અને તેવી રીતે ડ્રાઇવિંગ કરી અન્યનો જીવ જોખમમાં મુકે છે.
એજન્સીને શોકોઝ નોટિસ ફટકારાશે
સિટી બસ કોન્ટ્રાકટર એજન્સી માતિ ટ્રાવેલ્સને અકસ્માત મામલે શોકોઝ નોટિસ ફટકારાશે તેમ સિટી ઇજનેરએ જણાવ્યું હતું. અકસ્માતમાં મૃત્યુ પામનાર રાહદારી મહિલાને થર્ડ પાર્ટી ઇન્સ્યુરન્સમાંથી સહાય મળી રહે તે માટે દરમિયાનગીરી કરાશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં એક વર્ષમાં હાર્ટએટેકના ૬૨૫ કેસ : ૩૮ મૃત્યુ
January 24, 2025 05:34 PMજામ્યુકોના એસ્ટેટ અધિકારીઓ ટાઉનહોલના સીટી બસ સ્ટેન્ડ પર એક નજર તો કરો..
January 24, 2025 05:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech