રાજકોટમાં ઇચ્છાધારી મ્યુનિ.ઇજનેરોએ શહેરના રોડ ઉપરના ખાડા યથાવત રાખીને સિટી બ્યુટીફીકેશન આદયુ છે. વાહનચાલકો રસ્તા ઉપરના ખાડાઓથી ત્રાહિમામ છે ત્યારે ઇજનેરો બ્રિજની દિવાલો અને રોડ ડિવાઇડર રંગાવવામાં વ્યસ્ત બન્યા છે. રસ્તા ઉપરના ખાડાઓનું પહેલા રિપેરિંગ કરવામાં આવે તેવી પ્રબળ માંગ છે.
ગુજરાત સરકાર દ્રારા ચલાવવામાં આવી રહેલી સીટી બ્યુટીફીકેશન ઝુંબેશ અન્વયે રાજકોટ મહાનગરપાલિકા દ્રારા ત્રણેય ઝોનમાં વિવિધ શાખા દ્રારા જુદાજુદા વિસ્તાર અને રોડ પર કામગીરી ચાલી રહી છે. જેમાં ત્રણેય ઝોનમાં વોર્ડ વાઈઝ ટીમો બનાવી રોડની સઘન સાફ–સફાઈ, ફટપાથ રીપેરીંગ, ડીવાઈર રીપેરીંગ, વોલ પેઇન્ટિંગ, થર્મેાપ્લાસ્ટ પટ્ટા, ઝીબ્રા ક્રોસીંગ તથા રાજકોટ મહાપાલિકાની વિવિધ શાખા દ્રારા લગત કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં શહેરમાં આવેલા બ્રિજની દીવાલો પર ટ્રેન અને બ્રિજના ચિત્રો દોરવામાં આવ્યા છે.
શહેરના મુખ્યમાર્ગેા ઉપર બાંધકામ શાખા દ્રારા ફટપાથ રીપેરીંગ, ડીવાઈર રીપેરીંગ, વોલ પેઇન્ટિંગ, થર્મેાપ્લાસ્ટ પટ્ટા, ઝીબ્રા ક્રોસીંગ જેવી કામગીરી કરવામાં આવી હતી. અન્ડરબ્રિજ અને ઓવરબ્રિજની વોલ પર વિવિધ થીમ બેઇઝ પેઇન્ટિંગ કરવામાં આવ્યું હતું. બીઆરટીએસ ટ ઉપર રેલીંગને પ્રાઈમર કલર કામ કરવામાં આવ્યુ હતું. સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્રારા મુખ્ય માર્ગેાની સાફ–સફાઈની કામગીરી કરવામાં આવી હતી. ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટ શાખા દ્રારા ડીવાઈડરને કલરકામ અને થર્મેાપ્લાસ્ટ વડે રસ્તા ઉપર સાઇડમાં સફેદ પટ્ટા તેમજ ઝીબ્રા ક્રોસીંગના સફેદ પટ્ટાની કામગીરી કરવામાં આવી હતી.ગાર્ડન શાખા દ્રારા ડીવાઈડરના છોડનું કટિંગ, રોડ ડીવાઈડર સફાઈ, પાણી આપવાનું કામ, ઝાડની નડતરપ ડાળીઓના કટિંગ કરાયું હતું. રોશની શાખા દ્રારા શહેરના મેઈન રોડ અને ગાર્ડનમાં રહેલ સ્ટ્રીટ લાઈટના પોલને કલરકામ કરાયું હતું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech