સિટી બસ કાંડમાં ચાર નિર્દોષ નાગરિકોના મોત બાદ હવે મનપા તંત્ર જાગ્યું છે અને કમિશનરએ તમામ સિટીબસની ફિટનેસનું તેમજ અને તેના તમામ ડ્રાઈવરનું હેલ્થ ચેક અપ નિયમિત કરવા અને તેનો રિપોર્ટ રજૂ કરવા પરિપત્ર પ્રસિધ્ધ કર્યો છે.
વિશેષમાં રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા દ્વારા આ અંગે ક્રમાંક રા.મ.ન.પા./ટ્રાફિક, ટ્રાન્સપોર્ટ એન્ડ પાર્કિંગ શાખા/જા.નં.૪૮, તા.૧૭-૪-૨૦૨૫થી પ્રસિધ્ધ કરેલા પરીપત્રમાં જણાવ્યું હતું કે મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને વિવિધ સેવાઓ પુરી પાડવા માટે મોટી સંખ્યામાં વાહનોનો ઉપયોગ કરવામાં આવે છે, જે મોટા ભાગે શહેરી વિસ્તારો માંથી પસાર થતા હોય છે. તે સંજોગોમાં શહેરીજનોની સુરક્ષા માટે રાજકોટ મહાનગરપાલિકાના તમામ ડ્રાઇવરોની આરોગ્ય લક્ષી તેમજ અન્ય તપાસ વખતો વખત થતી રહે તે જરૂરી જણાય છે. સદરહુ બાબતે નીચે મુજબ સુચનાઓ પરિપત્રિત કરવામાં આવે છે.
રાજકોટ મહાનગરપાલિકાના તમામ ડ્રાઇવરોની દર ત્રણ માસે આરોગ્ય લક્ષી ચકાસણી કરવાની રહેશે.રાજકોટ મહાનગરપાલિકામાં કામ કરતા કોન્ટ્રાક્ટરો દ્વારા કોન્ટ્રાક્ટ ઉપર ભાડે લેવાયેલ વાહનો, આઉટસોર્સિંગ થી સેવા લેવાયેલ ડ્રાઇવરો વિગેરેની આરોગ્ય લક્ષી માહિતી (આરોગ્ય અધિકારીશ્રી જે નક્કી કરે તે મુજબના નમુનામાં) દર ત્રણ માસે (એટલે કે ૨૫ માર્ચ, ૨૫ જુન, ૨૫ સપ્ટેમ્બર, ૨૫ ડિસેમ્બર) લગત શાખાધિકારીને આપવાની રહેશે.આ મહિતી મળ્યા બાદ શાખાધિકારીએ કોન્ટ્રાક્ટરોએ આપેલી માહિતી ઉપરાંત પોતાની શાખામાં કામ કરતાં રાજકોટ મહાનગરપાલિકાના પે-રોલ પરના ડ્રાઇવરો ની યાદી ઉમેરી આરોગ્ય અધિકારીશ્રીને ત્રણ દિવસમાં સુપ્રત કરવાની રહેશે.
પરિપત્રમાં ઉમેર્યું છે કે આરોગ્ય અધિકારી દ્વારા આ તમામ યાદી ચેક કરી આરોગ્યકેન્દ્ર વાઇઝ તમામ ડ્રાઇવરોની આરોગ્ય લક્ષી તપાસનું શેડ્યુલ એક માસ (એટલે કે એપ્રિલ, જુલાઇ, ઓક્ટોબર અને જાન્યુઆરી) માં પૂર્ણ કરી તેનો રિપોર્ટ કમિશનરશ્રી ને સાદર કરશે તેમજ અનફિટ જણાતા ડ્રાઇવરો બાબતે તાત્કાલિક સંબંધિત શાખાધિકારીઓને જાણ કરી તેઓને ઓફ રોડ કરવાની સુચના આપવાની રહેશે.
આ ફિટનેશ ચેકિંગ એક રૂટિન ચકાસણી છે, જેનું રેકર્ડ આરોગ્ય કેન્દ્ર વાઇઝ નિભાવવાનું રહેશે. તેમજ ચકાસણીની વિગતો આરોગ્ય અધિકારી દ્વારા નિયત કરવાની રહેશે. આ આરોગ્ય લક્ષી ચકાસણી બાદ પણ કોન્ટ્રાકટરની પોતાના ડ્રાઇવરોની આરોગ્ય લક્ષી ચકાસણી સમયાંતરે કરાવવાની પોતાની જવાબદારી યથાવત રહેશે. ટેન્ડરની શરતો તેમજ અન્ય કાયદાઓ લગતની ચકાસણી કરવાની જવાબદારી કોન્ટ્રાકટરની રહેશે.
અત્રેથી વિજીલન્સ શાખાના સ્ટાફ દ્વારા ફરજ પરના તમામ ડ્રાઇવરોને બ્રેથ એનેલાઇઝરથી રેન્ડમલી ચેક કરવામાં આવશે તેમજ વાહનોની સ્પીડની ચકાસણી સ્પીડ ગન મારફત કરવામાં આવશે. જરૂરિયાત મુજબના બ્રેથ એનેલાઇઝર તથા સ્પીડ ગનની ખરીદી સ્ટોર શાખાએ કરવાની રહેશે.
મ્યુનિ.વાહનોના અકસ્માતોની તપાસ માટે કાયમી કમિટિ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વપરાતા કોઇ પણ વાહન ને અકસ્માત થાય તેવા સંજોગોમાં એક સ્ટેન્ડિંગ ફેક્ટ ફાઇન્ડિંગ કમીટી ની રચના કરવામાં આવે છે. આ કમીટીમાં સંબંધિત શાખાના શાખાધિકારી અધ્યક્ષ પદે, નાયબ કાર્યપાલક ઇજનેર વર્કશોપ, સંબંધિત વિસ્તારના નાયબ આરોગ્ય અધિકારી, લો ઓફિસર, પી.આઇ./પી.એસ.આઇ.સુરક્ષા શાખા સહિતના સભ્યો રહેશે.
આ કમીટી એ આ ઘટના બાબતે શું કાર્યવાહી કરવી ઘટે તેમજ ભવિષ્ય માં આ પ્રકારના અકસ્માત નિવારી શકાય તે માટે શું કાર્યવાહી કરવી રહે તે બાબતનો અહેવાલ ઘટનાની જાણ થયાના શક્ય તેટલા વહેલા કમિશનર સમક્ષ રજુ કરવાનો રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCBSE ધોરણ-૧૦નું ૯૩.૬૦ ટકા પરિણામ, ગત વર્ષ કરતાં આ વર્ષે 0.06 ટકા રિઝલ્ટ વધુ આવ્યું
May 13, 2025 03:44 PMપોરબંદરમાં એ.ટી.એમ. સેન્ટર બહાર છેતરપીંડી કરનાર શખ્શ ઝડપાયો
May 13, 2025 03:27 PMનવો કોન્ટ્રાક્ટ ન અપાય ત્યાં સુધી રીવરફ્રન્ટ ને વેકેશન પૂરતો ખોલવા ઈ રજુઆત
May 13, 2025 03:26 PMમાતાની મૈયતમાં જતા પુત્રનો જનાજો નીકળતા અરેરાટી
May 13, 2025 03:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech