ચોટીલાનો લાખોનો દારૂ ભાજપના આગેવાનનો નીકળ્યો

  • December 24, 2024 11:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ચોટીલા શહેર અને તાલુકામાં દેશી– ઈંગ્લીશ દારૂનાં ધંધો ફુલોફાલ્યો હોવાના અહેવાલો બાદ ગત રાત્રીનાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ચાલુ કટીંગ ઉપર નાવા ગામની સીમમાં છાપો મારી  નાસભાગ મચી જવા પામેલ છે બીજી તરફ રાયની ટીમનાં દરોડા સમયે સ્થાનિક પોલીસે પણ દોડધામ આદરી ઈંગ્લીશ દારૂના બે દરોડામાં કર્યા હતા પોલીસ વિભાગનાં ત્રણ દરોડામાં કુલ ૪૦.૬૨ લાખનો ઈંગ્લીશ દારૂ  બિયરનો જથ્થો ઝડપાયેલ હતો તેમજ દારૂનાં વેપારના નેટવર્કમાં ભાજપનાં રાજકિય લોકોની સંડોવણી ખુલતા સમગ્ર પંથકમાં ચકચાર સાથે રાજકારણ ગરમાયું છે.
પ્રા વિગતો મુજબ ઝાલાવાડનાં કેટલાક વિસ્તારોમાં દારૂ ના બુટલેગરોએ કોઈ કારણોસર માઝા મૂકી બેફામ દેશી ઈંગ્લીશ દારૂ નું વેચાણની ચર્ચાઓ વચ્ચે ખાસ કરીને ૩૧ ડીસેમ્બરમાં કમાઇ લેવા બુટલેગરો સક્રિય બન્યા હોય ભૌગોલિક દ્રષ્ટ્રિએ ચોટીલા પંથક દારૂ ના કટીંગ માટે સલામત અને આસાન હોવાથી સ્થાનિક બુટલેગરો રાજકારણની આડમાં દારૂ નું નેટવર્ક ચાલતું હોવાનો પર્દાફાસ થયો છે
પવિત્ર યાત્રાધામ ચોટીલા વિસ્તારમાં  અસામાજિક પ્રવૃતિઓ વધી રહી છે. સ્થાનિક પોલીસનાં હાથ કોઇ પણ કારણોસર ટુકા પડી રહ્યા છે તેમજ અપુરતા સ્ટાફની ચર્ચા વચ્ચે   થાનરોડ ઉપરનાં નાવા ગામની સીમમાં આવેલા પાકા દિવાલ દરવાજા વાળી વાડીમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ચોક્કસ બાતમીના આધારે ઈંગ્લીશ દારૂ ના કટીંગ ઉપર દરોડો પાડતા નાસભાગ મચી હતી અને અંધારાનો લાભ ઉઠાવી બુટલેગરો દિવાલો કુદીને પોતાના વાહાનો મુકીને નાસી છુટયા હતા  પરંતુ આ દરોડામાં દુધનાં ટેન્કર જેવું કચ્છ પાર્સિગનું મોટું ટેન્કર સાથે છોટા હાથી, બોલરો પીક અપમાં ભરેલ ઈંગ્લીશ દારૂ ની બોટલ નગં ૫૪૩૩ રોકડ . ૭૦૦૦ સાથે વાહનો મળી કુલ . ૬૬.૦૯.૨૪૩ના મુદ્દામાલ સાથે નાવા ગામના વિજય મંગાભાઇ ચૌહાણને પકડી પાડી પુછતાછ કરતા  છેલ્લ ા ચારેક વર્ષ થી કમલેશ ભીમજીભાઇ ઢોલા ની વાડીની વાડીની દેખરેખ અને રખેવાળી રાખતો હોવાનું જણાવેલ હતું.
પોલીસની છાપામારીમાં એક પીક અપ વાહન તેમજ આરોપીઓ ભાગી છુટયા હતા આ ગુનામાં સ્ટેટ ની ટીમે પકડાયેલ જથ્થાનું કટીંગ કરાવનાર ચોટીલાનાં ગુંદા (ખડ) ગામનાં રાજુભાઇ શીવાભાઇ પરાલીયા, ચતુરભાઇ શીવાભાઇ પરાલીયા, રાજકોટના રાહુલ બાબરીયા ઉર્ફે ઢબુ, ચોટીલાનાં નાવા ગામનો મુકેશ ઉર્ફે મુકો હકાભાઇ કોળી, ટેન્કર, બોલરો પીક અપ તેમજ છોટા હાથી જેવા વાહનોના ચાલક અને માલિક કટીંગ દરમ્યાન નાસી જનારા, જથ્થો પુરો પાડનારા અને તપાસમાં ખુલે તે તમામ સામે ગુન્હો નોંધાવ્યો હતો.
સ્ટેટ વિજીલન્સનાં દરોડા બાદ સ્થાનિક પોલીસ હરકતમાં આવી ગયેલ હતી જેઓએ નાની મોલડી સીમ વિસ્તાર પડતર જમીનમાં રાખેલ ઈંગ્લીશ ની ૫૪૦ બોટલ, બીયર ટીન નગં ૩૮૪ કુલ ૩.૧૫.૮૩૪ મુદ્દામાલ પકડી પાડી સાયલાનાં ઢીકવાળી ગામનાં અરવિંદ ગોરધન બારૈયા વિધ્ધ ગુનો દાખલ કર્યેા છે. તેમજ એસએમસીના દરોડા દરમ્યાન ભાગી ગયેલ કટીગ કરેલા મુદ્દામાલ બોટલ નગં ૧૧૨૮ . ૨૫૦૦ રોકડા સાથે પેટી ભરેલ પીકઅપ તેમજ બ્લેક સ્કોર્પિયો સાથે સુરેશ જીવણભાઇ મકવાણા ને કુલ . ૧૩.૪૬.૫૮૮ નાં મુદ્દામાલ સાથે પકડી પાડી અન્ય છ અને તપાસમાં ખુલે તે તમામ વિદ્ધ ગુનો નોંધી તપાસનો ધમધમાટ શ કરેલ છે. એસએમસીનો થોડા મહિનામાં જ પંથકમાં પાંચમો દરોડામાં ચાલુ કટીંગ ઝડપાતા કેટલાક પોલીસ કર્મીઓ સામે પગલા ભરાવાની શકયતાની ચર્ચા એ બેડામાં જોર પકડું છે તેમજ પકડાયેલ ઈંગ્લીશ દાનાં નેટવર્કમાં આરોપી તરીકે ભાજપનાં તાલુકા પંચાયત સદસ્યની મુખ્ય સંડોવણી અને મહિલા સદસ્ય અને પૂર્વ પ્રમુખનો પુત્ર ઝડપાતા રાજકારણની આડમાં દાનું મોટુ નેટવર્ક પંથકમાં ચાલતું હોવાની ચર્ચા સાથે ઠંડીમાં રાજકિય ગરમાવો છવાઇ ગયેલ છે

ભાજપનાં આગેવાનો બુટલેગર નીકળતા ચર્ચાનો વિષય
ચોટીલા પંથકમાં વધતી અસામાજીક પ્રવૃત્તિઓમાં ભાજપનાં આગેવાનોની સંડોવણી ખુલી રહી છે. થોડા દિવસો પહેલા જ ભાજપનાં તાલુકા પંચાયતનાં પૂર્વ પ્રમુખ અને વર્તમાન મહિલા સદસ્યનાં પતિ એવા જીવણભાઇ મકવાણા ૨૦૨૩માં ઝડપાયેલા કુટણખાનાનાં ગુના સબબ ૫૭૩ દિવસ બાદ નાટયાત્મક થોડા દિવસ પૂર્વે પકડાઈ જેલ હવાલે થયા બાદ ઈંગ્લીશ દાનાં કટીંગનાં જથ્થા પૈકી ૧૧૨૮ નગં બોટલો બે વાહનો સાથે તેમનો પુત્ર સુરેશ મકવાણા ઝડપાયો છે. તેમજ વિજીલન્સનાં ચાલુ કટીંગ માં કટીંગ કરાવનાર મુખ્ય બે ભાઇઓ પૈકી ચતુર પરાલીયા પણ તાલુકા પંચાયતનાં ભાજપ સદસ્ય છે ત્યારે રાજકારણના ઓથમાં વિસ્તારમાં દાનું નેટવર્ક અને અસામાજિક પ્રવૃતિ ફુલીફાલી હોવાની ચર્ચા એ જોર પકડયું છે. પોલીસનાં દરોડામાં પૂર્વ પ્રમુખ પુત્ર અને વાડીનો રખેવાળ એવા બે શખ્સો જ પોલીસને હાથ લાગ્યા છે બાકીનાં તમામ લોકો ભાગી છુટયા છે હાલ બંન્ને ની સમગ્ર નેટવર્ક સાથે જોડાયેલા કોણ કોણ છે તે અંગે પુછપરછ આદરી તપાસનો ધમધમાટ શ કરાયો છે

આરોપીઓ વિદ્રૂધ પોલીસ ચોપડેઅનેક ગુનાઓ
– કટીંગ દરોડામાં સંડોવાયેલા મુખ્ય આરોપીઓ નો પ્રોહીબિશનનાં જુગારના ગુનાઓ પોલીસ રેકોર્ડ બોલે છે.
– રાજુ પરાલીયા સામે જુદા જુદા પોલીસ મથકોમાં રાજકોટ શહેર અને ગ્રામ્ય ગોંડલ તાલુકા, ચોટીલા અને નાનીમોલડી તેમજ સાયલા તાલુકા જેવા પોલીસ સ્ટેશનોમાં નવ જેટલા પ્રોહીબિશનનાં ગુના માં સંડવણીનો રેકોર્ડ ઉપર બોલે છે.
– ચોટીલા તાલુકા પંચાયતનાં વર્તમાન સદસ્ય ચતુરભાઇ પરાલીયા વિધ્ધ નાની મોલડી અને રાજકોટ શહેર પોલીસમાં બે પ્રોહીબિશન એક જુગારધારા સહિત ત્રણ ગુનાઓ બોલે છે.
– નવા ગામ રાજકોટના રાહત્પલ ઉર્ફે ઢબુ ભુપતભાઇ ઉર્ફે હેમંતભાઇ બાબરીયા વિદ્ધ ૩ પ્રોહીબિશનનાં ૩ ગુના મળી ૪ જેટલા કેસમાં ડીસીબી અને કુવાડવા રોડ પોલીસ મથકમાં હોવાનો ઉલ્લ ેખ ફરિયાદ સાથે કરવામાં આવેલ હોવાની હકીકત બહાર આવતા સવાલ ઊઠે છે કે અસામાજિક પ્રવૃતિઓની માનસિકતા ધરાવનાર લોકો રાજકારણની આડમાં તેઓની ગુનાખોરી પ્રવૃતિ વિકસાવી કે કેમ? કોની રહેમ હેઠળ દાનું નેટવર્ક ગોઠવાયું છે તે પણ તપાસનો વિષય બન્યો છે.

પાયલોટિંગમાં કમળ અને પ્રમુખનો હોદ્દો લખેલ કારનો ઉપયોગ!

પૂર્વ પ્રમુખ અને મહિલા સદસ્યનો પુત્ર પાયલોટીંગ માટે કમળનાં સિમ્બોલ અને પ્રમુખ લખેલ પ્લેટ લગાવેલ સ્કોર્પિયો સાથે પીક અપ ડાલાનું પાયલોટીંગમાં ઉપયોગ કરતો ઝડપાયો છે ત્યારે ચોટીલામાં અસામાજિક પ્રવૃત્તિઓમાં ભાજપનાં નિશાન ઉપર ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ અને તેમના પરિવારના નામો ખુલતા સમગ્ર વિસ્તારમાં કડકડતી ઠંડીમાં રાજકિય ગરમાવો છવાઈ ગયો છે અને શિસ્તબદ્ધ પાર્ટીમાં આવા લોકોની પસંદગી કરવા પાછળની કઇં મજબુરી ઉચ્ચ આગેવાનોની રહી હશે તેવા સવાલો સર્જાયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application