ચોટીલા: પશુચારામાં છૂપાવેલો રૂ.૨૦ લાખનો દારૂ સોમનાથ પહોંચે તે પહેલા વિજિલન્સે ઝડપી લીધો

  • September 25, 2023 01:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બેરોકટોકપણે દારૂ, ડીઝલ ચોરી જેવા કૌભાંડ માટે ચોટીલા-રાજકોટ હાઈ-વે જાણે પંકાઈ ગયો હોય તેમ અઠવાડીયામાં બીજીવાર ૨૦ લાખનો દારૂનો જથ્થો ઝડપાયાની ઘટના પ્રકાશમાં આવી છે. આ પ્રકરણમાં કોણે દા‚ મંગાવ્યો અને કયાં જઈ રહ્યો હતો તે સહિતની બાબતોની તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. વિજીલન્સ ટીમે દરોડો પાડી પશુ માટેનો ચારો લઈ જવાતો હતો તેમાં છુપાવેલો લાખો રૂપિયાનો દારૂ ઝડપી લેતાં પ્યાસીઓમાં ખળભળાટ મચી ગયો હતો. 


ચોટીલા રાજકોટ નેશનલ હાઈવે ઉપર હોટલો ઢાબાઓની આડમાં અનેક ઠેકાણે અસામાજીક પ્રવૃતિઓ ચાલતી હોવાની ચર્ચાને લઈને ગાંધીનગર વિજીલન્સ ટીમે ધામા નાખ્યા છે. થોડા દિવસ પુર્વે ચોખાની આડમાં પંજાબથી સૌરાષ્ટ્રમાં આવતો દા‚ ચોટીલા પોલીસે પકડી લીધો હતો. ફરી ચોટીલા હાઈવે પરથી પશુ આહારની આડમાં જતો વિદેશી દારૂ વિજીલન્સ ટીમે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 


રાજ્યની સ્ટેટ મોનીટરીંગ સેલને ચીખલી તરફથી સોમનાથ તરફ આઈસર ટ્રકમાં વિદેશી દારૂ જતો હોવાની અને ટ્રક ચોટીલા નજીક એક હોટલમાં હોવાની બાતમી મળી હતી. જેના આધારે ટીમે છાપો મારી આઈસર ટ્રક પકડી તલાશી લેતાં તેમાંથી ૯૦ ગુણી પશુ આહારની આડમાં વિદેશી દારૂની નાની મોટી બોટલો અને બીયર ટીન મળી કુલ ૬૯૬૬ નંગ કિંમત રૂ.૧૯,૩૧,૯૦૦ તેમજ ટ્રક રૂ.૧૦ લાખ, રોકડ રૂ.૨૬૨૦, મોબાઈલ વગેરે મળી કુલ રૂ.૨૯,૪૮,૦૨૦ના મુદ્દામાલ સાથે મધ્યપ્રદેશના ધાર જિલ્લાના પીથમપુરના રહીશ કિશોર હરીસિંઘ મીનોરાને પકડી પાડી ચોટીલા પોલીસને સોંપેલ હતા. 


પકડાયેલ જથ્થો ભરી આપનાર મોબાઈલ નંબરના આધારે મળેલ નામ મીઠા નીનામા છે. જે રહે મંદિર ફળીયુ ભડખાદબાર, કારથ દાહોદ તેમજ ટ્રક લઈ ભરવા જનાર અને આપનાર તેમજ સોમનાથ ખાતે મંગાવનાર સહિત તપાસમાં ખુલે તે તમામ વિ‚ધ્ધ સ્ટેટ મોનીટરીંગ સેલના સાજણભાઈ વસરાએ ગુનો નોંધ્યો છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application