સમગ્ર દેશમાં ભારે ગરમી પડી રહી છે. ગરમીથી રાહત મેળવવા માટે કેટલાક લોકો એસીનો સહારો લઈ રહ્યા છે તો કેટલાક ઠંડા પાણીનો સહારો લઈ રહ્યા છે. ગરમીથી રાહત મેળવવા માટે ઘણા લોકો સ્વિમિંગ પૂલનો સહારો લે છે. ઉનાળામાં ગરમીથી પરેશાન કેટલાક લોકો સ્વિમિંગ પુલમાં ન્હાવા જાય છે પરંતુ શું જાણો છો કે સ્વિમિંગ પૂલના પાણીને વારંવાર બદલવું શક્ય નથી, તેથી પાણીને સ્વચ્છ રાખવા માટે ફિલ્ટર અને ક્લોરિન કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ સવાલ એ છે કે ક્લોરીનવાળા પાણીમાં નહાવાથી શરીરને શું નુકસાન થાય છે?
આંખોમાં બળતરા
ગરમીના કારણે મોટાભાગના લોકો સ્વિમિંગ પુલમાં લાંબા સમય સુધી રહેવાનું પસંદ કરે છે પરંતુ જ્યારે તેઓ સ્નાન કરીને સ્વિમિંગ પૂલમાંથી બહાર આવે છે, ત્યારે તેઓની આંખોમાં બળતરાનો અનુભવ થાય છે. ખરેખર, તેની પાછળનું કારણ સ્વિમિંગ પૂલના પાણીમાં હાજર ક્લોરિન છે.
કેટલાક જર્મન વૈજ્ઞાનિકોએ તેમના સંશોધનમાં દાવો કર્યો હતો કે લોકોની આંખોમાં બળતરા ક્લોરિનને કારણે નહીં પરંતુ ક્લોરામાઈન નામના પદાર્થને કારણે થાય છે. જ્યારે માનવ પરસેવો સ્વિમિંગ પૂલના પાણીમાં હાજર ક્લોરિન સાથે ભળે છે ત્યારે ક્લોરામાઇન બને છે. તે એમોનિયા જેવું છે.
સ્વિમિંગ પૂલના પાણીમાં મોટાભાગે બેક્ટેરિયા હોય છે. તેને દૂર કરવા માટે, પાણીમાં ક્લોરિન ઉમેરવામાં આવે છે. ક્લોરિન એક ખૂબ જ મજબૂત રસાયણ છે. ક્યારેક આનાથી શરીર પર ફોલ્લીઓ થઈ જાય છે અને ખંજવાળ આવવા લાગે છે. જો સ્વિમિંગ પૂલમાં ન્હાતી વખતે શરીરમાં ખંજવાળ આવે છે, તો સમજી લેવું જોઈએ કે આ કેમિકલયુક્ત પાણીના કારણે છે. જો કે આનાથી વધારે સમસ્યા થતી નથી. પરંતુ જો શરીરમાં સમસ્યા વધી જાય તો એકવાર ડોક્ટરની સલાહ લેવી જોઈએ. કારણ કે કેટલાક લોકોના શરીર પર લાલ ફોલ્લીઓ થાય છે અને ખંજવાળ પણ આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર પૃથ્વી પર પાછા ફરશે, ક્રૂ-10 ટીમ પહોંચી સ્પેસ સ્ટેશન
March 16, 2025 01:30 PMટ્રમ્પ હુથી પર થતા હુમલાનું લાઈવ ટેલિકાસ્ટ જોઈ રહ્યા હતા, જાણો એ પછી શું કહ્યું
March 16, 2025 11:39 AMએ.આર. રહેમાનને ચેન્નાઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા
March 16, 2025 11:31 AMરક્ષક બની ભક્ષક: ભરૂચમાં પોલીસ દ્વારા કરાયું દારૂ વેચવાનું દબાણ, કંટાળી યુવાને જીવન ટૂંકાવ્યું
March 16, 2025 10:36 AMઅમેરિકામાં ભીષણ વાવાઝોડાએ તબાહી મચાવી, 32 લોકોના મોત
March 16, 2025 09:52 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech