શહેરના ચિત્રા વિસ્તારમાંથી દેશી બનાવટની પિસ્ટલ કિ.રૂ.૧૦,૦૦૦ નાં મુદ્દામાલ સાથે એક શખ્સને ભાવનગર પેરોલ ફર્લો સ્કવોડે ઝડપી લીધો હતો.
ભાવનગર પેરોલ ફર્લો સ્કવોડના પોલીસ સ્ટાફના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન પોલીસ સ્ટાફને બાતમીરાહે હકિકત મળેલ કે, ભરત લીંબાભાઇ ચાવડા રહે.શાંતિનગર સોસાયટી, ચિત્રા, ભાવનગર વાળો તેના પેન્ટના નેફામાં ગેર કાયદેસર દેશી પિસ્ટલ જેવુ હથીયાર રાખી ભાવનગર શહેર, ભાવનગર-રાજકોટ હાઇ-વે, ચિત્રા, મસ્તારામ મંદીરની પાસે, સરકારી અનાજના ગોડાઉન પાસે જાહેરમાં ઉભો છે. બાતમી ના આધારે તપાસ કરતાં આરોપી ભરત લીંબાભાઇ ચાવડા (ઉ.વ.૩૦ ધંધો.મજુરી રહે.હાલ-૧૨૪/બી, શાંતિનગર સોસાયટી, ચિત્રા, ભાવનગર મુળગામ-જીવાપર ગામ, તા.પાલીતાણા, જી.ભાવનગર)ને લોખંડની ધાતુની દેશી બનાવટની પિસ્ટલ કિ.રૂ.૧૦,૦૦૦ સાથે ઝડપી લીધો હતો.
આ કામગીરીમાં પોલીસ ઇન્સ. એ.આર.વાળાના માર્ગદર્શન હેઠળ, પોલીસ સબ ઇન્સ. પી.બી.જેબલીયા, સ્ટાફના ભૈરવદાન ગઢવી, હારિતસિંહ ચૌહાણ, સત્યજીતસિંહ ચુડાસમા, બળદેવભાઇ મકવાણા, સંજયસિંહ ઝાલા અને મજીદભાઇ શમા સહિતના જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech