સાઉથના મેગાસ્ટારને આમિર ખાનના હાથે અપાયું સન્માન
સાઉથના મેગાસ્ટાર ચિરંજીવીનું નામ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાઈ ગયું છે. ચિરંજીવી એ સફળ ફિલ્મ સ્ટાર્સમાંથી એક છે, જેમનું નામ સ્વર્ણ અક્ષરોમાં ગિનીઝ બુકમાં લખાયું છે.
હૈદરાબાદમાં ગિનીઝ વર્લ્ડ રેકોર્ડના રિપ્રેઝેન્ટેટિવ અને આમિર ખાને એક કાર્યક્રમ દરમ્યાન ચિરંજીવીને આ સર્ટિફિકેટ સોંપ્યું છે. આ સર્ટિફિકેટમાં લખ્યું છે કે, “એક્ટર/ડાંસર કોનિડેલા ચિરંજીવી ઉર્ફ મેગાસ્ટર ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સૌથી સફળ ફિલ્મ સ્ટાર છે. તેમને આ ઉપલબ્ધિ 20 સપ્ટેમ્બર 2024ના રોજ પ્રાપ્ત કરી છે.”
ચિરંજીવીએ આ સન્માન માટે આભાર વ્યક્ત કરતા કહ્યું કે, “મેં ક્યારેય વિચાર્યું નહોતું કે મને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડમાં જગ્યા મળશે. મારા ફિલ્મી કરિયરમાં ડાન્સ મારી લાઈફનો ભાગ બની ગયો હતો.” ચિરંજીવીએ 45 વર્ષમાં 537 ગીતમાં 24 હજાર ડાન્સ મૂવ્સ કર્યા છે.
આ જ કારણ છે કે, આજે ચિરંજીવીને આ સન્માનથી નવાજવામાં આવ્યા છે. 22 સપ્ટેમ્બર એ દિવસ હતો, જ્યારે 1978માં તેણે પોતાનું ડેબ્યૂ કર્યું હતું.
આ કાર્યક્રમમાં આમિર ખાન પણ હાજર રહ્યો હતો, તેમણે કહ્યું કે, તે ચિરંજીવી ગારુનો બહુ મોટો ફેન છે. આમિરે કહ્યું કે, “હું તેમને મોટા ભાઈ તરીકે જોઉં છું. મને બહુ ખુશી છે કે, તેમને આ સન્માન આપવામાં આવી રહ્યું છે અને જાણીને હું રોમાંચિત થઈ ગયો છું. જો તમે તેને કોઈ પણ ગીતમાં જોશો તો લાગશે કે તેમણે કેટલું દિલ લગાવીને પરફોર્મ કર્યું છે અને તે કેટલું એન્જોય કરી રહ્યો છે.”
તેલંગાણાના મુખ્યમંત્રી કે. રેવંત રેડ્ડીએ પોતાના ઓફિશિયલ એક્સ અકાઉન્ટથી પોસ્ટ કરીને ચિરંજીવીને શુભકામના આપી છે. તેમણે લખ્યું છે કે, “આ તેલુગુ લોકો માટે ગર્વનો વિષય છે કે લોકપ્રિય તેલુગુ એક્ટર ચિરંજીવીને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં જગ્યા મળી છે.”ચિરંજીવીએ ન ફક્ત સાઉથના ટોપ એક્ટર્સમાં સામેલ છે, પણ તેમણે હિન્દીમાં પણ કેટલીય ફિલ્મો કરી છે. તેલુગુ ઉપરાંત ચિરંજીવી તમિલ અને કન્નડની ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ કેટલીય હિટ ફિલ્મો આપી ચૂક્યા છે. ચિરંજીવીને આ વર્ષે મે મહિનામાં પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત 2006માં તેમને પદ્મ ભૂષણ પણ મળી ચૂક્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના ધારાસભ્ય પોતાનાજ વોર્ડમાં 'જનતાની સેવા માટે, જનતાના દરવાજે પહોંચ્યા
April 25, 2025 05:42 PMપહેલગામમાં આંતકી હુમલા બાદ સૌરાષ્ટ્રના દરીયાઈ પટ્ટીની સુરક્ષા સર્તક
April 25, 2025 05:37 PMજ્યારે ભારત પાકિસ્તાનને ઘેરી લેશે ત્યારે ક્યાં મુસ્લિમ દેશોનો મળશે સાથ?
April 25, 2025 05:36 PMઆતંકી હુમલામાં ઇજા પામેલા વિનુભાઈ ડાભી સહિત ૧૨ લોકો પરત ફર્યા
April 25, 2025 05:31 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech