ચીની વૈજ્ઞાનિકોએ 8 નવા વાયરસ શોધી કાઢ્યા, જેના ચેપથી કેન્સરનો ખતરો

  • October 27, 2023 11:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વિશ્વ પહેલે થી જ કોરોના અને તેના પ્રકારોને ઘણી મુશ્કેલીથી નિયંત્રિત કરવામાં સફળ રહ્યું છે. જો કે હજુ પણ કોરોનાના અનેક કિસ્સાઓ સામે આવે છે અને લોકોમાં ભય ફેલાય છે . આ દરમિયાન ચીનના વૈજ્ઞાનિકોએ પણ એક ખતરનાક ખુલાસો કર્યો છે. ચીનના વૈજ્ઞાનિકોની એક ટીમનું કહેવું છે કે તેઓએ 8 નવા ખતરનાક વાયરસ શોધી કાઢ્યા છે. વૈજ્ઞાનિકોના મતે તેનું સંક્રમણ માણસોમાં ઝડપથી ફેલાઈ શકે છે જેના કારણે વિશ્વમાં અન્ય રોગચાળાની શક્યતા વધી ગઈ છે.મહત્વનું છે કે વૈજ્ઞાનિકો દ્વારા આ વાયરસ ચીનના હૈનાન ટાપુ પર મળી આવ્યા છે સંશોધનકર્તા તેનું અધ્યયન કરી રહ્યા છે જેથી દુનિયાને કોરોના જેવી મહામારી થી બચાવી શકાય આ વાયરસ માં એસ્ટોવાયરસ સામેલ છે જે પેટ સંબધિત બીમારીઓ વધારી શકે છે


વૈજ્ઞાનિકો ની ટીમે હૈનાન ટાપુ પર ઉંદરો અને ખિસકોલીઓના 700 નમૂનાઓનું વિશ્લેષણ કર્યું અને તેના પરથી સંશોધનમાં મળેલા આઠ વાયરસ ના લક્ષણો કોરોના જેવા છે કોરોના પરિવારના મળી આવેલા વાયરસનું નામ કોવી-એચએમયુ-1 (--1) હતું. સંશોધકોના મતે, આ એક માત્ર વાયરસ ચિંતાનું કારણ નથી પરંતુ અન્ય સાત વાયરસ પણ કેન્સર, ડેન્ગ્યુ અને કમળો ફેલાવી શકે છે.

સંશોધનકતર્િ ઓનું માનવું છે કે આ અજાણ્યા વાયરસ દુનિયાના દુર્ગમ વિસ્તારોમાં છુપાયેલા છે આ જાણવા માટે વિવિધ દેશોમાં સંશોધન જરૂરી છે મહત્વનું છે કે ચીનના વુહાન શહેરથી કોરોના વાયરસ ફેલાયો હતો અને તેના કારણે વિશ્વભરમાં લાખો લોકો મૃત્યુ પામ્યા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application