ચીન માલદીવને સોડમાં લેવા હવે આપશે મફત સૈન્ય સહાય

  • March 05, 2024 11:47 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ચીને માલદીવને પોતાની જળમાં ફસાવવા માટે હવે મફત લશ્કરી સહાય માટે સંરક્ષણ સહકાર કરાર પર હસ્તાક્ષરકર્યા છે. કરારની વિગતો જાહેર કરવામાં આવી નથી. આ પગલું હિંદ મહાસાગર ક્ષેત્રમાં ભારત સામે ઉભા ત્ઘયેલા નવા જોખમને દર્શવે છે.

રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુએ તેના ટાપુ રાષ્ટ્રમાંથી ભારતીય સૈન્ય કર્મચારીઓના પ્રથમ જૂથને પાછા ખેંચવાની સમયમયર્દિા નક્કી કયર્નિા અઠવાડિયા પછી આ કરાર થયા છે. માલદીવના સંરક્ષણ પ્રધાન મોહમ્મદ ઘસાન મૌમુને બંને દેશો વચ્ચે સંરક્ષણ સહયોગ વધારવા અંગે ચર્ચા કરવા માટે ચીનના આંતરરાષ્ટ્રીય લશ્કરી સહકાર કાયર્લિયના ડેપ્યુટી ડાયરેક્ટર મેજર જનરલ ઝાંગ બાઓકુન સાથે મુલાકાત પણ કરી હતી.

પ્રમુખ મુઇઝુ, જેને ચીન તરફી નેતા તરીકે જોવામાં આવે છે, તેમણે તેમના દેશમાંથી ભારતીય લશ્કરી કર્મચારીઓના પ્રથમ જૂથને પાછા ખેંચવાની અંતિમ તારીખ 10 માર્ચ નક્કી કરી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે 29 ફેબ્રુઆરીએ નવી દિલ્હીમાં તેમની સાપ્તાહિક મીડિયા બ્રીફિંગમાં જણાવ્યું હતું કે, અદ્યતન લાઇટ હેલિકોપ્ટરનું સંચાલન કરવા માટે તકનીકી કર્મચારીઓની પ્રથમ ટીમ માલદીવ પહોંચી છે. તે હાલના સૈનિકોનું સ્થાન લેશે.

ભારતીય સૈન્ય કર્મચારીઓને પાછા ખેંચવાના મુદ્દાને ઉકેલવા માટે રચાયેલ ઉચ્ચ સ્તરીય કોર જૂથની બેઠકો પછી, માલદીવના વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે ભારત 10 મે સુધીમાં તેના તમામ સૈન્ય કર્મચારીઓને બે તબક્કામાં બદલી દેશે. માલદીવ સરકારના જણાવ્યા અનુસાર, 88 ભારતીય સૈન્ય કર્મચારીઓ દેશમાં છે.


ચીને સંરક્ષણ બજેટમાં 7.2%નો વધારો કર્યો

ચીને મંગળવારે તેના સંરક્ષણ બજેટમાં 7.2 ટકા વધારાની જાહેરાત કરી છે. પહેલેથી જ, ચીન 1.6 ટ્રિલિયન યુઆન (222 બિલિયન ડોલર) ડીફેન્સ બજેટ સાથે વિશ્વમાં બીજા ક્રમે છે. યુનાઇટેડ સ્ટેટ્સ પ્રથમ સ્થાને છે. ચીનના સંરક્ષણ બજેટમાં આ જાહેરાત મોટાભાગે ગયા વર્ષની સરખામણીમાં વધારો દશર્વિે છે. અમેરિકા, તાઇવાન, જાપાન અને તેના પાડોશીઓ સાથે ચીન ગંભીર મતભેદ ધરાવે છે. અને તેને લીધે ચીન પોતાના શસ્ત્રાગારમાં વધારો કરી રહ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application