છેલ્લા ઘણા મહિનાઓથી ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધની વૈશ્વિક બજાર પર એટલી અસર પડી રહી છે કે ભારતીય પિયો ડોલર સામે સતત તેનું મૂલ્ય ગુમાવી રહ્યો છે. માત્ર ભારતીય પિયો જ નહીં, પરંતુ ઘણા દેશોના ચલણ પણ ડોલર સામે ઝૂકી રહ્યા છે. દરમિયાન, એક દેશ એવો છે જેનું ચલણ વૈશ્વિક સ્તરે ચમકી રહ્યું છે અને આ ચલણ છે યુઆન. ચીનની કેન્દ્રીય બેંક, પીપલ્સ બેંક ઓફ ચાઇનાએ જાહેરાત કરી હતી કે યુઆન યુએસ ડોલર સામે સતત મજબૂત થઈ રહ્યો છે. બેંકે જણાવ્યું હતું કે યુઆન માટે દૈનિક સંદર્ભ દર ૬.૮૩૪૯ પ્રતિ ડોલર પર સેટ કરવામાં આવ્યો છે, જે ફેબ્રુઆરી ૨૦૨૩ પછીનો સૌથી મજબૂત સ્તર છે. આ સ્પષ્ટ્રપણે સૂચવે છે કે ચીન સ્થિર અને મજબૂત ચલણ જાળવવા માંગે છે