ભારતના પાડોશી દેશ માલદીવમાં ચીનની દખલગીરી સતત વધી રહી છે. ચીન અને માલદીવ વચ્ચે સંરક્ષણ સંબંધો વધી રહ્યા છે, જે ભારત માટે ચિંતાનો વિષય છે. માલદીવના રક્ષા મંત્રીએ ચીનના રાજદૂત સાથે બેઠક કરી હતી. અગાઉ ૪ માર્ચે માલદીવ અને ચીન વચ્ચે સંરક્ષણ સંબંધિત ડીલ પર હસ્તાક્ષર થયા હતા.માલદીવ અને ભારત વચ્ચે છેલ્લા કેટલાક મહિનામાં તણાવ જોવા મળી રહ્યો છે. માલદીવે ભારતીય સૈનિકોને પરત મોકલ્યા હતા. માલદીવના રાષ્ટ્ર્રપતિ મુઈઝુએ કહ્યું હતું કે તેઓ માલદીવમાં કોઈ દેશની સેના નથી ઈચ્છતા. પરંતુ હવે માલદીવ ચીનની સેના સાથે સંબંધો વધારવાનો પ્રયાસ કરી રહ્યું છે. માલદીવ અને ચીન વચ્ચેના સૈન્ય સંબંધોને મજબૂત કરવા માટે સંરક્ષણ પ્રધાન ઘસાન મૌમૂન અને માલદીવમાં ચીનના રાજદૂત વાંગ લિકિસને બેઠક યોજી હતી.ચીનના રાજદૂતે સંરક્ષણ પ્રધાન સાથે સૌજન્ય મુલાકાત લીધી હતી અને બંનેએ સૈન્ય સંબંધોને મજબૂત કરવા અને બંને દેશોની સુરક્ષા અંગે ચર્ચા કરી હતી.માલદીવની સૈન્ય અને સુરક્ષા સેવાઓને સહાય પૂરી પાડવા માટે ચીની સૈન્ય માટે માર્ચમાં એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ૪ માર્ચે માલદીવે માલેમાં ચીન સાથે સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. ચીન વતી આંતરરાષ્ટ્ર્રીય સૈન્ય સહયોગના ચીનના નિર્દેશક મેજર જનરલ ઝાંગ બાઓકુને આ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. માલદીવ વતી રક્ષા મંત્રી ઘસાન મૌમુને તેના પર હસ્તાક્ષર કર્યા હતા.
ચીન માલદીવને શું આપશે?
રાષ્ટ્ર્રપતિ મોહમ્મદ મુઈઝુએ અગાઉ કહ્યું હતું કે કરાર હેઠળ ચીન સૈન્ય ઉપકરણોની સપ્લાય કરશે અને સૈનિકોને તાલીમ આપશે. આ સિવાય તેણે કોઈ માહિતી આપી ન હતી. રાષ્ટ્ર્રપતિ મુઈઝુના વહીવટની શઆતમાં, સરકારને ચીન સાથેના સંબંધોને લઈને વિપક્ષની ટીકાઓનો સામનો કરવો પડો. કારણ કે એક ચીની જાસૂસી જહાજ, જેને ઘણા દેશો તેમના દરિયાકાંઠે ડોક કરવાની મંજૂરી આપતા નથી, તેણે માલદીવના વિશિષ્ટ્ર આર્થિક ક્ષેત્ર નજીક એક મહિનો પસાર કર્યેા.
માલદીવ ભારતીય હેલિકોપ્ટરનો ઉપયોગ કરી રહ્યું છે
ભારતે માલદીવમાંથી તેના સૈનિકો પાછા ખેંચ્યાના અઠવાડિયા પછી, ભારત દ્રારા માલદીવને ભેટમાં આપેલા બે હેલિકોપ્ટર, જેમાં પ્રત્યેક એકએમએનડીએફ સૈનિક છે, તેનું નિયમિત સંચાલન કરવામાં આવે છે. એરપોર્ટના એક અધિકારીએ જણાવ્યું હતું કે માલદીવ્સ નેશનલ ડિફેન્સ ફોર્સનો સૈનિક યારે હેલિકોપ્ટર ઉડાડવામાં આવે છે ત્યારે તેની પર હાજર હોય છે. ચીન તરફી રાષ્ટ્ર્રપતિ મોહમ્મદ મુઇઝુએ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં સત્તામાં આવ્યા ત્યારે તમામ ભારતીય સૈન્ય કર્મચારીઓને તેમના દેશમાંથી પાછા મોકલવાનું વચન આપ્યું હતું. ૮૮ ભારતીય સૈન્ય કર્મચારીઓમાંથી છેલ્લા ૧૦ મેની સમયમર્યાદા સુધીમાં પરત મોકલવામાં આવ્યા હતા. ભારત દ્રારા ભેટમાં આપવામાં આવેલા બે હેલિકોપ્ટર અને એક ડોર્નિયર એરક્રાટનો ઉપયોગ માલદીવમાં સેંકડો સ્થળાંતર અને માનવતાવાદી મિશન માટે કરવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પની જીત પછી ભારતીય મૂળની આ મહિલા પણ ચર્ચામાં, બની શકે છે અમેરિકાની સેકન્ડ લેડી
November 07, 2024 11:37 PMગુજરાતમાં નકલીની ભરમાર: હવે ભરૂચમાંથી ઝડપાયો નકલી ક્રાઈમ બ્રાન્ચ અધિકારી
November 07, 2024 10:39 PMગુજરાતમાં દારૂબંદી હોવા છતા આ જિલ્લામાં બહાર પડાયું ડ્રાય ડેનું જાહેરનામું, દારૂના વેચાણ પર પ્રતિબંધ
November 07, 2024 10:33 PMસોમનાથ ટ્રસ્ટની નકલી વેબસાઈટથી રહેજો સાવધાન, ઓનલાઈન બુકિંગ કરાવતા પહેલા રાખજો આ ધ્યાન
November 07, 2024 10:30 PMસેમિકન્ડક્ટર પોલિસી અમલમાં મૂકનાર ગુજરાત પ્રથમ રાજ્ય, કેન્દ્રએ 76000 કરોડનું જંગી બજેટ ફાળવ્યું
November 07, 2024 10:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech