ભૂતપૂર્વ યુએસ મરીન ઇન્ટેલિજન્સ ઓફિસર ગ્રાન્ટ ન્યૂઝહામે ભારતને ચીન પર ક્યારેય વિશ્વાસ ન કરવાની ચેતવણી આપી છે. તેમનું કહેવું છે કે જ્યારે દુનિયાની નજર તાઇવાન પર છે, ત્યારે ચીન અચાનક બીજા દેશ પર, ખાસ કરીને ભારત પર હુમલો કરી શકે છે.આથી સાવધ રહેવું જરૂરી છે. ભારતે ચીન અને તેના ઇરાદાઓ પર વિશ્વાસ ન કરવો જોઈએ. ન્યૂઝહામ વધુમાં ઉમેરે છે કે કહે છે કે ભારતને અગાઉથી ચેતવણી આપવી મહત્વપૂર્ણ છે.
ન્યૂઝહામે કહ્યું કે જેમ જેમ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પોતાની સેનામાં ફેરફાર કરી રહ્યા છે, તેઓ તેમનું પરીક્ષણ કરી રહ્યા છે .જેને દુનિઆ અલગ રીતે જોઈ રહી છે અને વિશ્વ આખાની નજર તાઇવાન પર અટકી ત્યારે છે, ત્યારે શી જિનપિંગ ભારત પર હુમલો કરવાનું નક્કી કરી શકે છે.
ભૂતપૂર્વ યુએસ અધિકારીએ કહ્યું, "વર્ષો પહેલા, એક વિદેશી પત્રકારે મને કહ્યું હતું કે તમારે હંમેશા ત્યાં જોવું જોઈએ જ્યાં બીજા બધા નથી જોતા. જ્યારે બધુ ધ્યાન તાઇવાન પર છે, ત્યારે હાલમાં તેના વિશે વાત થઈ રહી છે. પરંતુ જો તમે તેના પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છો, તો તમારે બીજે ક્યાંય પણ જોવું જોઈએ. ચીનની જાહેરમાં જે વાતો કરવામાં આવે છે તે બધી હકીકતમાં સાચી નથી. ચીન પોતાની ઇચ્છા અને મકસદને છુપાવીને વર્તે છે, અને આવું વર્તન આજની રાજનીતિમાં જોખમી બની શકે છે.
તેમ ણે જણાવ્યું કે દુનિયા જ્યારે આકસ્મિક હમલાની શક્યતા અંગે ફક્ત એક જ વિસ્તારમાં ધ્યાન કેન્દ્રિત કરે છે, ત્યારે તેમને અન્ય જગ્યાઓ — જેમ કે ભારત, કોરિયા, જાપાન કે ફિલીપીન્સ — પર પણ ધ્યાન આપવું જોઈએ.