બ્રિટન સરકારે ભારત સાથે રસીની ભાગીદારીની પ્રશંસા કરી. આ ભાગીદારી સબ–સહારન આફ્રિકામાં બાળકોના સૌથી જીવલેણ બીમારી મેલેરિયાનો સામનો કરવામાં મદદ કરી રહી છે. યુકેના વૈજ્ઞાનિકો અને ભારતીય ઉત્પાદકો વચ્ચેના સહયોગથી જીવન બચાવનાર મેલેરિયા રસી વિકસાવવામાં આવી છે. ઘાના, કેન્યા અને માલાવીમાં આ રસીઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ૨૦૧૯ થી બે મિલિયન બાળકોને રસી આપવામાં આવી છે અને જાન્યુઆરીમાં કેમેન બાળકોને નિયમિતપણે રસી આપનાર પ્રથમ દેશ બન્યો.
આ અંગે, ફોરેન, કોમનવેલ્થ એન્ડ ડેવલપમેન્ટ ઓફિસ ખાતે બ્રિટનના ઇન્ડો–પેસિફિક બાબતોના રાય મંત્રી એન–મેરી ટ્રેવેલ્યને જણાવ્યું હતું કે, બંને રસીઓ વૈજ્ઞાનિકો માટે એક મહત્વપૂર્ણ સફળતા છે. ૨૦૨૫ ના અતં સુધીમાં ૬ મિલિયનથી વધુ બાળકોને રસી આપવા માટે બંને રસીઓ સમગ્ર આફ્રિકામાં ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે, મેલેરિયા સામેની વૈશ્વિક લડાઈમાં આ એક મોટું પગલું છે અને મજબૂત યુકે–ભારત ભાગીદારી વિના શકય ન હોત.
ગુવારે વિશ્વ મેલેરિયા દિવસ નિમિત્તે, એફસીડીઓએ જાહેરાત કરી કે સિએરા લિયોન, લાઇબેરિયા અને બેનિન યુકે–ભારત ભાગીદારીમાં વિકસિત આરટીએસ રસીઓનું પ્રથમ રોલઆઉટ શ કરશે, જે મેલેરિયાને દૂર કરવા માટે એક મહત્વપૂર્ણ સીમાચિ઼પ સાબિત થશે. જયારે લંડનમાં ભારતીય હાઈ કમિશને કહ્યું, ભારત અને બ્રિટન વચ્ચેના સહયોગમાં આ બીજી સફળતાની ગાથા છે. મેલેરિયાની બે રસીઓ વિકસાવવા અને તેનું ઉત્પાદન કરવાનો સંયુકત પ્રયાસ છે.
યુકે હાલમાં આરટીએસ મેલેરિયા રસીકરણના રોલઆઉટને સમર્થન આપી રહ્યું છે. કુલ ૨૨ દેશોએ રસીનું સંચાલન કરવાની મંજૂરી મેળવી છે. તેનું લય ૨૦૨૫ના અતં સુધીમાં ૬૦ લાખથી વધુ બાળકોને મેલેરિયાથી બચાવવાનું છે. જીએસકે અને ઓકસફર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્રારા મેલેરિયાની બે રસી વિકસાવવામાં આવી છે. જેને વલ્ર્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની મંજૂરી મળી ગઈ છે. હવે ભારતીય ફાર્માસ્યુટિકલ કંપનીઓ મોટા પાયે તેનું ઉત્પાદન કરી રહી છે. જીએસકે ની આરટીએસ રસી ભારત બાયોટેક દ્રારા બનાવવામાં આવી રહી છે, યારે ઓકસફર્ડ યુનિવર્સિટીની નવી આર–૨૧ રસી સીરમ ઇન્સ્િટટૂટ ઓફ ઇન્ડિયા (એસઆઈઆઈ) દ્રારા બનાવવામાં આવી રહી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMચીન તરફ મિસાઈલો તૈનાત કરવા જઈ રહ્યું છે ફિલિપાઈન્સ, શી જિનપિંગનો વધ્યો તણાવ, અમેરિકાએ ચાલી નવી ચાલ
December 23, 2024 07:04 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech