નવાગામ ઘેડમાં નવદુર્ગા ગરબી મંડળમાં બાળાઓ રમે છે રાસની રમઝટ

  • October 18, 2023 11:36 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોર્પોરેટર રચનાબેન નંદાણીયા અને અંકીતભાઇ માડમની આગેવાની હેઠળ છેલ્લા 29 વર્ષથી નવાગામ ઘેડમાં વિવિધ 51 ગરબાઓ શિવ તાંડવના નૃત્ય સાથે રાસ રમાય છે: ગરબી જોવા લોકોના ટોળા ઉમટી પડે છે.


જામનગરમાં અનેક સ્થળોએ પ્રાચીન ગરબી યોજાય છે, જુની સંસ્કૃતિને જાળવી રાખવા માટે આજે પણ લોકો માઁ જગદંબાની આરાધના કરવા માટે બાળાઓને બે-બે માસ સુધી તાલીમ આપે છે, નવાગામ ઘેડમાં છેલ્લા 29 વર્ષથી 51 જેટલા વિવિધ ગરબાઓના સંગીતના તાલે નાની-મોટી 24 બાળાઓ માઁ જગદંબાની આરાધના કરે છે, આ ગરબીમાં શિવ તાંડવ એક નાનકડો બાળક કરે છે, એ જોવા માટે દુર-દુરથી લોકો આવે છે, ગરબીનું સંચાલન કોર્પોરેટર રચનાબેન નંદાણીયા અને કોરીયોગ્રાફર અંકીતભાઇ માડમ સેવા આપી રહ્યા છે.


આ ગરબા મંડળમાં રોનકભાઇ ઠાકર નામના યુવક શિવ બનીને આવે છે અને શિવ તાંડવ કરે છે, આ ગરબીમાં ગૌરી રાધા, બંગલા-બગીચા, સોનાનુ બેલડુ, આસોના નોરતા, હેલારો, ડાકલા, કેશરીયો રંગ, રણછોડ રંગીલા, ઢોલીડા, મોર બની થનગાટ, મારી લાડલી, જોડે રેજો રાજ જેવા ગીતો ઉપર નાની બાળાઓ વિવિધ વેશભુષામાં રાસની રમઝટ બોલાવે છે અને આ ગરબીમાં ખાસ કરીને અરજી, નમામી, મનના મોહનજી, સુન સજની, હાલ કાન્હા, ગોતીલ્યો, આયો રે મારો ઢોલના અને ડાકલા જેવા ગીતો ખુબ જ લોકપ્રિય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application