પોરબંદરમાં આજે સુવર્ણપ્રાસનના ટીપા બાળકોને નિ:શુલ્ક અપાશે.
પોરબંદરમાં પતંજલિ યોગ સમિતિ દ્વારા આજે તા.૩૦.૮.૨૦૨૪ ના સાંજે ૬:૦૦ થી રાત્રે ૯:૦૦ વાગ્યા સુધી ખોજાખાના સામે પતંજલિ ચિકિત્સાલય મોલ,કમલાબાગ સામે શ્રીજી ટાવરમાં પતંજલિ આરોગ્ય કેન્દ્ર, રોકડીયા હનુમાન મંદિર પાછળ બાપા સીતારામ મઢુલી સામે પતંજલિ સ્ટોર,વાડીપ્લોટ આસ્થા બેકરીની સામે ઓલ ઇન પતંજલિ સ્ટોર,વાણીયાવાડ પતંજલિ સ્ટોર ખાતે બાળકોને નિ:શુલ્ક સુવર્ણપ્રાસનના ટીપા પીવડાવવામાં આવશે.
આ વર્ષે અતિવૃષ્ટિ જેવો વરસાદ પડી રહેલ છે.તેનાથી જનજીવન પ્રભાવિત થયેલ છે.અને તેની અસર દરેક માનવ ઉપર પર પડી છે.આ ભેજવાળા વાતાવરણની અસર બાળકો ઉપર પડશે તેથી જો ૦ થી ૧૨ વર્ષ સુધીના બાળકોને સુવર્ણપ્રાસનના ટીપા પીવડાવવામાં આવે તો તેઓને તાવ,શરદી, સરખામ,ઝાડા-ઉલ્ટી ઇન્ફેક્શન જેવી અનેક સમસ્યાઓથી આપણે બાળકોને સુરક્ષિત રાખી શકીએ છીએ,આપણું બાળક ભારતનું ભવિષ્ય છે,તેને આપણે સાચવવા તે આપણી મા-બાપની ફરજ બને છે.તો આવો આપણે આપણા બાળકોને સુવર્ણ પ્રાસનના ટીપા જરૂરથી પીવડાવીએ,હરિદ્વારથી પ.પુ.સ્વામી રામદેવજી મહારાજનો આદેશ મળતા પોરબંદરમાં પતંજલિ ચિકિત્સા લઈ ખોજાખાના સામે ડોકટર દ્વારા બાળકોને નિ:શુલ્ક ચેકઅપ કરી આપવામાં આવશે.આ પાંચ જગ્યાએ સુવર્ણપ્રાસન ટીપા પીવડાવવામાં આવશે,તો જરૂરથી આપણા બાળકોની તંદુરસ્તી ચેક કરાવો અને સુવર્ણપ્રાસન ટીપા પીવડાવો આનો લાભ દરેક પોરબંદર વાસીઓ મેળવે તેવું યોગ શિક્ષક નરેશભાઈ જુંગી દ્વારા કરવામાં આવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech