જેમ આપણે જનરેશન ઝેડ અને જનરેશન આલ્ફા વચ્ચે તફાવત કરવાનું શીખી રહ્યા હતા ત્યારે બીજી પેઢી આવી છે. આ નવી પેઢીનું નામ છે ’જનરેશન બીટા’. 1 જાન્યુઆરી, 2025થી જન્મેલા બાળકોનું નામ ’જનરેશન બીટા’ રાખવામાં આવ્યું છે.
સામાન્ય રીતે કોઈપણ પેઢીનું નામ તે સમયની ઐતિહાસિક, સાંસ્કૃતિક અને આર્થિક ઘટનાઓના આધારે નક્કી કરવામાં આવે છે. પેઢીની શરૂઆત અને અંત તે સમયની કેટલીક મોટી ઘટનાઓ (યુદ્ધ, આર્થિક વૃદ્ધિ અથવા કોઈપણ મોટા તકનીકી પરિવર્તન)ના આધારે નક્કી કરવામાં આવે છે. આ પેઢીઓ સામાન્ય રીતે 15-20 વર્ષ સુધી ચાલે છે.
1901-1927 વચ્ચે જન્મેલી પેઢીને ધ ગ્રેટેસ્ટ જનરેશન (જીઆઈ જનરેશન)તરીકે ઓળખવામાં આવે છે. આ પેઢીના મોટાભાગના લોકો મહામંદીનો ભોગ બન્યા હતા. આ સમયે જન્મેલા મોટાભાગના બાળકો સૈનિક બન્યા અને દેશની રક્ષા માટે બીજા વિશ્વ યુદ્ધમાં ભાગ લીધો. તે સમયે પરિવારને ટેકો આપવો એ એક સિદ્ધિ માનવામાં આવતું હતું. આ પેઢીનું તેમના કામ પર ફોકસ હતું, જે તેમની ઓળખ બની ગયું. તેમની પાસે જે કંઈપણ અનુભવ હતો, તેણે તેને વારસા તરીકે તેમની આગામી પેઢીઓ સુધી પહોંચાડ્યો.
1928થી 1945 વચ્ચે જન્મેલી જનરેશન ધ સાયલન્ટ જનરેશન તરીકે ઓળખાય છે. મહામંદી અને વિશ્વ યુદ્ધ-2 ના પરિણામોને લીધે, આ પેઢીને ધ સાયલન્ટ જનરેશન તરીકે ઓળખવામાં આવે છે. આ પેઢીના બાળકો મહેનતુ અને આત્મનિર્ભર હતા.
1946થી 1964ની વચ્ચે જ્ન્મેલાનો સમાવેશ બેબી બૂમર જનરેશનમાં થાય છે. આ પેઢીને બેબી બૂમર્સ નામ આપવામાં આવ્યું હતું કારણ કે વિશ્વ યુદ્ધ 2 પછી વસ્તીમાં ભારે વધારો થયો હતો. આ પેઢીએ આધુનિકતા અપ્નાવી. બેબી બૂમર્સ પેઢીના લોકોએ તેમના બાળકોને નવી રીતે ઉછેયર્.િ ટેકનોલોજી તેમના માટે નવી હતી.
1965થી 1980 વચ્ચેના લોકોનો જનરેશન એક્સમાં સમાવેશ થાય છે. જનરેશન એક્સ માટે પણ ટેકનોલોજી નવી હતી. આ યુગમાં ઈન્ટરનેટ અને વિડિયો ગેમ્સની શરૂઆત થઈ. આ પેઢીના લોકો ઝડપથી બદલાતી દુનિયામાં મોટા થયા છે. આ પેઢીના વાલીઓએ પોતાના બાળકોને દરેક પ્રકારની સુવિધા આપવાનો પ્રયાસ કર્યો.
1981થી 1996માં જન્મેલાને મિલેનિયલ્સ અથવા જનરેશન વાય તરીકે ઓળખવામાં આવે છે. જનરેશન વાયને મિલેનિયલ્સ તરીકે ઓળખવામાં આવે છે. આ પેઢીના લોકોએ સૌથી વધુ ફેરફારો જોયા અને શીખ્યા છે. આ પેઢીના લોકોએ પોતાની જાતને ટેક્નોલોજીથી અપડેટ કરી છે.
1997થી 2009માં જન્મેલા જનરેશન ઝેડ તરીકે ઓળખાય છે.આ પેઢીને જન્મ પછી તરત જ ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા જેવા પ્લેટફોર્મ મળી ગયા. ડિજિટલ યુગમાં ઉછરી રહેલી આ પેઢી સ્માર્ટફોન અને ઇન્ટરનેટ વિના જીવવાની કલ્પ્ના પણ કરી શકતી નથી. આ પેઢી ડીજીટલ યુગમાં સોશિયલ મીડિયાથી કમાણી કેવી રીતે કરવી તે સારી રીતે જાણે છે.
2010થી 2024માં જન્મેલાનો સમાવેશ જનરેશન આલ્ફામાં થયો છે. આ પહેલી પેઢી છે જેની પાસે તેમના જન્મ પહેલા જ સોશિયલ મીડિયા અને ઈન્ટરનેટ પ્લેટફોર્મ હતું. આ સૌથી યુવા નવી પેઢી છે. આ પેઢીના બાળકોના માતા-પિતા ઈન્ટરનેટ, મોબાઈલ ફોન અને સોશિયલ મીડિયાથી મોટા થયા છે.
2025થી 2039માં જે બાળકોનો જન્મ થશે તેઓ જનરેશન બીટા તરીકે ઓળખાશે. જનરેશન બીટાનો સમયગાળો 1 જાન્યુઆરી, 2025 થી શરૂ થશે. વર્ષ 2025માં જે બાળકોનો જન્મ થશે તેને ’બીટા કિડ્સ’ કહેવામાં આવશે. આ બાળકો એવી દુનિયામાં મોટા થશે જ્યાં ટેક્નોલોજી જીવનનો મહત્વનો ભાગ હશે. જનરેશન બીટાના જીવનમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઇ)નો વધુ પ્રભાવ પડશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationSpaDeX ડોકીંગ મિશન: બંને ઉપગ્રહો એકબીજાથી માત્ર 15 મીટર દૂર, ISRO ઇતિહાસ રચવા ઉત્સુક
January 12, 2025 07:20 AMકેન્દ્રીય મંત્રી અને ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે સમૂહ લગ્નને લઈ કહી દિધી આ મોટી વાત
January 11, 2025 09:39 PMઅમદાવાદઃ અરિજિત સિંહ કોન્સર્ટ માટે મેટ્રો ટ્રેનના સમયમાં વધારો...જાણી લો સમય
January 11, 2025 08:42 PMઅમેરિકામાં આગ લાગવાથી ઇતિહાસનું સૌથી મોટું નુકસાન, 150 અબજ ડોલરની સંપત્તિ બળીને ખાખ
January 11, 2025 08:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech