રાજકોટના માર્ગેા પર બાળકોની ભિક્ષાવૃતિ, પોલીસ જાગશે ખરી?

  • August 06, 2024 04:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ શહેરમાં બાળ ભીક્ષાવૃતિ વધી રહી છે અને આ ભીક્ષાવૃતિમાં મહત્તમપણે શ્રમીક કે આવા પરિવારના નાના નાના માસુમ બાળકો હોય છે. ખરેખર આ ભુલકાઓ પાસે ભીક્ષા મગાવવી એ એક ગુનો છે પરંતુ આ કાર્યવાહી પોલીસ અથવા તો સમાજ કલ્યાણ વિભાગ કરી શકે. બાળકોને ભીક્ષા મગાવતા વાલીઓ અને તેના માતા–પિતા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તો આવી ગેરપ્રવૃતિ અટકી શકે. આ માટે પોલીસે મેદાનમાં ઉતરીને ચેકીંગ હાથ ધરવું પડે. સુરત, અમદાવાદ, વડોદરા સહિત અન્ય શહેરોમાં પોલીસે આવી કાર્યવાહી કરી રહી છે. રાજકોટ શહેર પોલીસ આ બદી અટકાવવા માટે જાગશે કે કેમ ?

રાજકોટ શહેરના મુખ્ય માર્ગેાથી લઈ હવે તો અન્ય સ્થળોએ પણ સવારથી રાત સુધી નાના બાળકો ભીક્ષા માગતા દેખાતા હોય છે. માર્ગેા પર સર્કલોએ વાહનો ઉભા રહે સાઈડ બધં હોય ત્યારે અચાનક જ આવા નાના બાળકો આવી ચડતા હોય છે. કારના કાચ સાફ કરવાના બહાને જયારે ટુ વ્હીલર ચાલકો પાસે કોઈ વસ્તુ વેચવાના બહાને પહોંચતા હોય છે અને ભીક્ષા માગતા હોય છે. જયાં સુધી કઈં આપવામાં ન આવે ત્યાં સુધી વાહનથી હટે નહીંે. આવી જ રીતે જો રાહદારીઓ માર્ગ પર પસાર થતા હોય કે ઉભા હોય ત્યાં આવા બાળકો આવી પહોંચે અને ખાવાના બહાને આવા કોઈને કોઈ બહાના બતાવીને નાણા માગતા ફરે છે. જયાં સુધી નાણા ન આપે ત્યાં સુધી આ બાળકો રાહદારીઓનો પીછો ન છોડે પાછળ દોડે, હાથ પકડે કે કપડાને અડકીને પણ કંઈક આપો તેવી કાકલુદી કરીને નાણા ઉઘરાવતા રહે છે.

મુખ્ય સર્કલો પાસે ભીક્ષા માટે આવી ચડતા આવા બાળકોને લઈને ટ્રાફીકજામથી લઈ અકસ્માતની સમસ્યા પણ વાહન ચાલકો માટે રહેતી હોય છે. બાળકો તો નાની માસુમ વયના હોય છે. તેઓને ભીક્ષા માગવી ન માગવી તે ખ્યાલ પણ ન હોય. આ બાળકોના માતા–પિતા કે તેના વાલીઓ બાળકોને ભીક્ષાવૃતિમાં ધકેલતા હોય છે. ભીક્ષાવૃતિ કરીને એકત્રીત કરેલા નાણા તેના વાલીઓ લઈ લે છે. બાળકોને દયાના ભાવ રૂપે કે તેની કાકલુદી ભર્યા શબ્દોને લઈને ભીક્ષા વધુ મળતી હોવાથી બાળકોનો ઉપયોગ ભીક્ષામાં કરવામાં આવે છે. મંદિરો, ધાર્મિક સ્થળોએ પણ આવા બાળકો ભીક્ષા માગતા હોય અને ત્યાં કોઈ કઈં આપે તે વ્યાજબી છે પરંતુ નિયમ મુજબ બાળકો પાસે ભીક્ષા મગાવવી એ ગુનો છે. બાળકોના ભાવિ ધુંધળા ન બને તે માટે બાળકો અભ્યાસવૃતિ તરફ વળે તેવા પ્રયાસરૂપે પણ પોલીસ અને જવાબદાર તંત્રએ બાળ ભીક્ષાવૃતિ બધં કરાવવી જોઈએ


પોલીસ ધારે તો આવું રાજકોટમાં પણ થઈ શકે
અમદાવાદમાં ક્રાઈમ બ્રાંચે એન્ટી હૃયુમન ટ્રાફીકીંગ યુનીટ, મહિલા પોલીસને સાથે રાખીને રસ્તા પર ચેકીંગ કરીને ભીક્ષાવૃતિ કરતા બાળકોને રેસ્કયુ કર્યા હતા અને બાળકો પાસે ભીક્ષાવૃતિ કરાવતા તેના માતા–પિતા સામે ગુના પણ નોંધ્યા છે. રાજકોટ શહેરમાં પણ પોલીસ, ક્રાઈમ બ્રાંચ ધારે તો આવું ફરજ સાથે પુણ્યનું કાર્ય કરીને બાળકોને ભીક્ષાવૃતિમાંથી ઉગારી શકે પરંતુ આ માટે ફિલ્ડમાં ઉતરીને કામગીરી કરવી પડે. દારૂ–જુગાર, ક્રિકેટ સટ્ટા કે આવા રેકેટ શોધતી ક્રાઈમ બ્રાંચે બાળકોના સુધારણારૂપ કાર્યવાહી કરવી જોઈએ



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application