800થી વધુ બાળકો અને 400થી વધુ લોકોને જડેશ્ર્વર મહાદેવ મિત્ર મંડળના સહકારથી ભોજન કરાવાયું: ભજન-કીર્તનનો કાર્યક્રમ યોજાયો
આજના જમાનામાં કિશોર અને યુવાન પોતપોતાની રીતે હોટલ અને રિસોર્ટમાં તેમના જન્મદિવસની ઉજવણી કરે છે ત્યારે બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિના કુશલ જયકુમાર છાંટબારે તેમના જન્મદિવસની અનોખી ઉજવણી કરીને સમાજને એક નવો રાહ ચિંઘ્યો છે, 800 બાળકો અને 400 મોટેરા સહિત 1200થી વધુ લોકોને જડેશ્ર્વર મહાદેવ મીત્ર મંડળના સહકારથી બટુક ભોજન અને મોટેરાઓ માટે ભોજનની વ્યવસ્થા કરીને તેમના જન્મદિવસની હરખભેર ઉજવણી કરી હતી.
જન્મદિવસ નિમિતે રાત્રે પાર્ટીને બદલીને ભજન અને સત્સંગનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો, મયુરભાઇ કપુરીયા (મયુર કેટરર્સ) એન્ડ ગ્રુપ દ્વારા આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં તેઓએ નિ:શુલ્ક સેવા આપી હતી, ખાસ કરીને સુપ્રસિઘ્ધ એવા નગર મે જોગી આયા ગીત ઉપર લોકોએ ભોળાનાથને યાદ કરીને મન મુકીને નાચ્યા હતાં. હાર્દિકભાઇ અને જય છાંટબાર અને તેના કુટુંબીજનો દ્વારા કિશોર એવા કુશલના જન્મદિવસ નિમિતે બટુક ભોજન અને મોટેરાને ભોજન કરાવીને સમાજમાં એક નવો ચીલો ચાતરીયો છે જેની આ વિસ્તારમાં પ્રશંસા થઇ રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસિટી બસની ગત વર્ષની ખોટ રૂ.૨૮ કરોડ, આ વર્ષે ૩૫ કરોડની ખાધ થવાનો અંદાજ
April 19, 2025 03:34 PMવેપારીઓ આનંદો: જીએસટીની નવી માર્ગદર્શિકા મુજબ સાત દિવસમાં રજિસ્ટ્રેશન શકય બનશે
April 19, 2025 03:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech