BREAKING NEWS

શાપરમાં ઔધોગિક એકમમાંથી બાળ મજૂરને મુકત કરાવાયો: ગુનો નોંધાયો

  • July 11, 2026 11:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રાજકોટમાં શ્રમ અધિકારી તરીકે ફરજ બજાવનાર મેહત્પલ હિરાણી દ્રારા શાપર વેરાવળ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ રાજકોટ શહેરમાં શ્રમ અધિકારી તરીકે ફરજ બજાવતા હોય અને તેમની ફરજમાં બાળમજૂર અધિનિયમ ૧૯૮૬ ની જોગવાઈઓનું અમલીકરણ કરવાની બાબતોનો સમાવેશ થાય છે. ગઈકાલે તે તથા એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટના દિલીપસિંહ જાડેજા, ડીસીપીયુ સી.એચ. સાપરા, ઔધોગિક સ્વાસ્થ્ય અને સલામતી અધિકારી એસ.એસ ગુર સહિત ટાસ્ક ફોર્સની ટીમ શાપર વેરાવળ વિસ્તારમાં અલગ અલગ સ્થળોએ બાળમજૂરોને શોધી કાઢી તેમને મુકત કરાવવા માટે તપાસ કરી હતી.
દરમિયાન શાપરમાં નર્મદા ગેટની અંદર એસ.આર. પી રોડ પાસે એસ.આર.પી ક્રેઇન કંટ્રોલની બાજુમાં ઔધોગિક એકમમાં દોરડો પાડયો હતો. અહીં એક સગીર મળી આવ્યો હતો જેની પાસે બાળમજૂરી કરવામાં આવી રહી હતી.
બાદમાં ટાસ્ક ફોર્સની ટીમ આ સગીરની પૂછપરછ કરતા તેની ઉંમર ૧૩ વર્ષ ૮ માસની હોવાનું માલુમ પડું હતું અને તે છેલ્લા ત્રણ દિવસથી અહીં કામ કરતો હોય જેથી આ સગીરને અહીંથી મુકત કરાવી બાળ સુધાર ગૃહમાં મોકલી દેવામાં આવ્યો હતો. યારે ઔધોગિક એકમના સંચાલક ભૂરા મહેંદી હસન વિદ્ધ ચાઇલ્ડ લેબર પ્રોહીબિશન એન્ડ રેગ્યુલેશન એકટ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News