સુરતના ન્યૂ કતારગામ વિસ્તારમાં ગઈકાલે સાંજે બે વર્ષનું બાળક 3 ફૂટની ખુલ્લી ગટરમાં પડી ગયું હતું. વડોદારની NDRFની ટીમ અને ફાયર વિભાગની ટીમ દ્વારા 24 કલાકની ભારે શોધખોળ બાદ વરીયાવ પંપિંગ સ્ટેશનમાંથી મૃત હાલતમાં બાળકને બહાર કાઢવામાં આવ્યું છે. બાળકના મૃતદેહને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. બાળકના મોતથી પરિવાર પર આભ ફાટી પડ્યું છે. ઉલ્લેખનીય છે કે, ત્રણ દિવસ પહેલાં જ બાળકનો જન્મ દિવસ હતો. પરિવારે બાળકનો જન્મદિવસ પણ ઉજવ્યો હતો. પરિવારને ક્યાં ખબર હતી કે આ ખુશી ત્રણ દિવસ પછી હંમેશાને માટે છિનવાઈ જશે.
વડોદરા NDRFની મદદ પણ લેવામાં આવી હતી
ઘટનાને પગલે પરિવારજનો અને સ્થાનિકો દ્વારા બાળકની શોધખોળ હાથ ધરવામાં આવી હતી, પરંતુ તે ન મળતાં ફાયર વિભાગને જાણ કરાઈ હતી. ઘટનાની ગંભીરતાને પગલે તાત્કાલિક ફાયર વિભાગ સ્થળ પર દોડી આવ્યો હતો અને કેમેરાની મદદથી ડ્રેનેજ લઈનમાં શોધખોળ શરૂ કરી હતી અને મોડીરાત્રે રેસ્ક્યૂની કામગીરી બંધ કરાઈ હતી. આજે ફરી બાળકની શોધખોળ શરૂ કરવામાં આવી હતી અને વડોદરા NDRFની મદદ પણ લેવામાં આવી હતી.
આઇસ્ક્રીમ ખાવા માટે બાળક દોડ્યું ને
પ્રાપ્ત વિગત મુજબ, સુમન સાધના આવાસમાં રહેતો કેદાર શરદભાઈ વેગડ (ઉં.વ. 2) માતા સાથે સાંજે બુધવારીમાં ગયો હતો. આ દરમિયાન આઇસ્ક્રીમ ખાવા માટે બાળક માતાનો હાથ છોડાવી દોડ્યું હતું. એ દરમિયાન 120 ફૂટના રોડ પર ઢાંકણા વગરની ખુલ્લી ગટર હતી એમાં બાળક ઊંધા માથે પડ્યું હતું.
મેયર દક્ષેશ માવાણી ગાંધીનગર મેયર્સ કપ રમવામાં વ્યસ્ત
રાત્રે મેયરને સ્થાનિકોએ કોલ કર્યો હતો. ત્યારે મેયરે બહાર હોવાનું જણાવી મારી ટીમને મોકલું છું તેમ કહ્યું હતું. મેયર દક્ષેશ માવાણી ગાંધીનગર ખાતે મેયર્સ કપ રમી રહ્યા છે. ઘટના બન્યા બાદ પાલિકા કમિશનર કે મેયર બેમાંથી એકપણ ઘટનાસ્થળે પહોંચ્યા નહોતા. પરિવાર પણ મેયર ન આવ્યા હોવાનું કહીને આક્રોશ વ્યક્ત કરી રહ્યા હતા.
મનપાની મુખ્ય કચેરીઓમાં રજાનો માહોલ હતો
આ ક્રિકેટ ટૂર્નામેન્ટ માટે પાલિકાના સત્તાધીશો 10-15 દિવસથી રોજ બે કલાક પ્રેક્ટિસ પણ કરી રહ્યા હતા, જેના કારણે સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરીમાં પણ રજા જેવો માહોલ સર્જાયો હતો. ગાંધીનગર ખાતે શરૂ થયેલી ઓલ ગુજરાત ઈન્ટર કોર્પોરેશન ક્રિકેટ ટૂર્નામેન્ટ માટે મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હાલમાં ગાંધીનગરમાં છે.
જવાબદાર અધિકારી સામે પગલાં લઈશું
ડ્રેનેજ કમિટીના ચેરમેન કેયુર ઝપાટ વાલા ઘટનાસ્થળ ઉપર પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે, વરસાદી પાણીના નિકાલની લાઈનમાં ડ્રેનેજનું કનેક્શન મળી આવવું એ ખૂબ જ ગંભીર બાબત છે. આ બાબતે અમે તપાસ કરાવીશું અને જવાબદાર અધિકારી સામે પગલાં પણ લઈશું. આ પ્રકારની ઘટના ખૂબ જ દુઃખદ છે અને જવાબદાર વ્યક્તિઓ સામે ચોક્કસ પગલાં લેવામાં જ આવશે. દરેક ઝોનની અંદર સમયાંતરે અમે ડ્રેનેજ લાઈન અને વરસાદી પાણીના નિકાલની લાઈન અંગે સર્વે કરાવતા હોઈએ છીએ.
લોકોનો રોષ જોઈ પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો
લોકોનું ટોળું એકત્રિત થતાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાઈ ગયો હતો. ડીસીપી કક્ષાના અધિકારીઓ પણ ઘટનાસ્થળ ઉપર હાજર રહ્યા હતા. કાયદો-વ્યવસ્થા જળવાય તેના માટે પોલીસ એકત્રિત થયેલા લોકોને મનાવી રહી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતની બાંગ્લાદેશને ચેતવણી, ભારતના આંતરિક મામલામાં દખલ નહીં!, લઘુમતીઓની સુરક્ષા પર આપો ધ્યાન
April 18, 2025 07:29 PMફ્લાય ઓવરબ્રિજની કામગીરીના પગલે અંબર ચોકડી પાસે વાહન વ્યવહાર આજથી બંધ કરાયો
April 18, 2025 06:21 PMજામનગર પંચકોશી એ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ નીકળ્યા સાયકલ યાત્રાએ
April 18, 2025 06:16 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech