જૂનાગઢમાં રાંધણ ગેસ લીકેજથી બ્લાસ્ટના બનાવમાં બાળકનું મોત: માતાની હાલત ગંભીર

  • September 05, 2024 11:03 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જૂનાગઢ કામદાર સોસાયટી વિસ્તારમાં મંગળવારે રાત્રે ઘરમાં બ્લાસ્ટ થતાં એક જ પરિવારના ચાર સભ્યો દાઝી ગયા હતા. માતા, પુત્ર અને બાળક સહિત ચારના દાઝવાના બનાવમાં ચારેય સભ્યોને તાત્કાલિક જૂનાગઢ સિવિલ હોસ્પિટલ
બાદ સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.યાં બાળકનું ગંભીર રીતે દાઝી જવાથી મોત થયું હતું. જેથી પરિવારમાં ગમગીની છવાઈ હતી. માતાની પણ હાલત ગંભીર હોય તેને સારવાર આપવામાં આવી રહી છે. સમગ્ર બનાવની તપાસ કરતા ગેસની નળી લીકેજ હોવાથી ઘરમાં ગેસ પ્રસરી ગયો હતો અને લાઈટની સ્વીચ કરતા ધડાકો થયો હતો.
જૂનાગઢમાં મંગળવારે રાત્રે દુબળી પ્લોટ પાસે ગણેશ નગર  કામદાર સોસાયટી વિસ્તારમાં મકાનમાં તીવ્ર ધડાકો થયો હતો. કાનજીભાઈ માવજીભાઈ કટારીયાના મકાનમાં થયેલ બ્લાસ્ટ અંગેની પ્રા વિગત મુજબ ગેસની નળી લીકેજ હતી અને જેથી રસોડામાં ગેસ પ્રસરી ગયો હતો. જેથી દૂધ લેવા ગયેલ મહિલાએ  રસોડાની સ્વીચ કરતા બોર્ડમાં ધડાકો થયો હતો.બ્લાસ્ટમાં કાનજી માવજીભાઈ કટારીયા( ઉં.વ.૬૦), વિજય કાનજીભાઈ કટારીયા( ઉં.વ ૩૨), મનીષા વિજયભાઈ કટારીયા અને આઠ વર્ષીય બાળક એમ એક  જ પરિવારના ચાર સભ્યો દાઝી ગયા હતા. ત્યારબાદ દાઝેલી હાલતમાં ચારેય સભ્યોને પ્રથમ જૂનાગઢ અને ત્યારબાદ રાજકોટ સિવિલ હોસ્પિટલે વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. યાં ગંભીર રીતે દાઝી ગયેલા દત્ત કટારીયા નામના બાળકનું મોત થયું હતું. નાના બાળકનું મોત થતા પરિવારમાં ગમગીની છવાઈ છે. યારે માતા વિજયાબેનની હાલત પણ ગંભીર છે. યારે વિજયભાઈ અને કાનજીભાઈ ને પણ સારવાર આપવામાં આવી રહી છે.
સમગ્ર બ્લાસ્ટના બનાવમાં એ ડિવિઝન પી.આઈ કોળી, પીએસઆઇ લખધીર ના માર્ગદર્શન હેઠળ પોલીસ અને એફએસએલ ની ટીમ દ્રારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને તપાસ બાદ ગેસની નળી લીકેજ થવાથી ઘરમાં ગેસ પ્રસરી ગયો હતો. અને ત્યારબાદ સ્વીચ બોર્ડ કરતા ગેસ થી ધડાકો થયો હતો જેથી કાચના પણ કુરચા  થઈ ગયા હતા.
સમગ્ર બ્લાસ્ટના બનાવમાં ફાયર વિભાગ દ્રારા પણ લોકોને ગેસ અને રેગ્યુલેટર નિયમિત ચેક કરવા અને સુતી વખતે કે બહાર જતી વખતે ખાસ રેગ્યુલેટર બધં રાખવા પણ તાકીદ કરવામાં આવી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application