શાપરમાં સમી સાંજના કણ ઘટના બની હતી.યુપીના પરિવારનો બે વર્ષનો બાળક અહીં કવાર્ટરમાં રમતા–રમતા સીડી પરથી પડી જતા માથામાં ઇજા થતા બેભાન થઈ ગયો હતો. જેથી તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાતા તબીબે મૃત જાહેર કર્યેા હતો.જાણવા મળતી વિગતો મુજબ શાપરમાં સાંઈ ઓટો કંપની પાસે કવાર્ટરમાં રહેતા મૂળ યુપીના પરિવારનો બે વર્ષનો પુત્ર દિપાંશ યદુનાથ ગૌતમ સાંજના અહીં ઘર પાસે રમતો હતો ત્યારે રમતા રમતા અકસ્માતે ત્રીજા માળેથી નીચે પટકાતા બાળકને શાપર બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો યાં ચાલુ સારવાર દરમિયાન બાળકનું મોત નિપયું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં સાંઈ ઓટો કંપનીના કવાર્ટરમાં ત્રીજા માળે ઓરડીમાં રહેતા દીપાંશના પિતા યદુનાથ બજાર ગયા હતા, ત્રીજા માળે રમતા રમતા ઓરડીની બહાર આવી ગયા બાદ રેલીંગ પાસે આવી પહોંચ્યા બાદ અહીંથી નીચે પટકાયો હતો. બાળક ત્રણ ભાઈઓમાં સૌથી નાનો હતો. પરિવાર મૂળ યુપીના વતની છે.મૃતકના પિતા ચાર વર્ષથી શાપર વેરાવળમાં મજૂરી કામ કરે છે.
જયારે અન્ય એક બનાવમાં રાજકોટની માલધારી ફાટક નજીક સોમનાથ ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં ન્યુ મેકસ ફર્નિચર કારખાનામાં કામ કરતા અને રહેતા બિરજુભાઈ જીતેનભાઇ યાદવ(ઉ.વ ૩૦) નામના યુવાન કારખાનામાં હતો,ત્યારે પહેલા માળેથી પટકાતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો,યાં ચાલુ સારવાર દરમિયાન યુવાનનું મોત થયું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં યુવાન કારખાનાના પ્રથમ માળે ઓરડીમાં રહેતો હતો,યાં મમાં જ ગેલેરીનો ભાગ આવેલો છે.મનો દરવાજો ખોલી ગેલેરીમાં ઉભેલા યુવાનનો પગ લપસતા યુવાન નીચે પટકાયો.જેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.મૃતક મૂળ બિહારનો વતની હતો અને બે ભાઇમાં નાનો અને અપરણિત હતો.ફર્નિચર કારખાનામાં એક માસથી જ કામ કરતો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં દિવ્યાંગ ખેલાડીઓ માટે જીલ્લા કક્ષાની વિવિધ સ્પર્ધાઓ યોજાશે
January 24, 2025 06:45 PMજામનગરમાં એક વર્ષમાં હાર્ટએટેકના ૬૨૫ કેસ : ૩૮ મૃત્યુ
January 24, 2025 05:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech