રાજકોટની ભાગોળે નવાગામ પાસે રમતા–રમતા છ વર્ષનો બાળક નાલામાં પડી જતા ડુબી જવાથી તેનું મોત થયું હતું.બનાવને લઇ કુવાડવા રોડ પોલીસ મથકના સ્ટાફે જરી કાર્યવાહી કરી હતી.બીજી તરફ વહાલાસોયા પુત્રના મોતથી બીહારી પરિવારમાં કલ્પાંત છવાય ગયો હતો.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ,મૂળ બીહારના વતની અને હાલ રાજકોટની ભાગોળે નવાગામ બસ બસ્ટેન્ડ પાસે રહેતા રામાપીર મંદિર પાસે મફતીયાપરામાં રહેતા અને ડ્રાઇવીંગ કામ કરી પરિવારનું ગુજરાન ચલાવનાર બીપીન મહંતો નામના યુવાનનો છ વર્ષનો પુત્ર રાજકુમાર ગઇકાલે સાંજે અહીં ઘર નજીક નદીમાં નાલા પાસે રમતો હતો ત્યારે અકસ્માતે નાલામાં પડી ગયો હતો.
જે અંગેની જાણ પરિવારજનોને થતા બાળકને નાલામાંથી બહાર કાઢી બેભાન હાલતમાં સારવાર માટે સરકારી હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો.
અહીં ફરજ પરના તબીબે જોઇ તપાસી બાળકને મૃત જાહેર કર્યેા હતો.બનાવને લઇ હોસ્પિટલ ચોકીના સ્ટાફે જરી કાર્યવાહી કરી કુવાડવા રોડ પોલીસને જાણ કરી હતી.
બનાવની વધુમાં જાણવા મળતી વિગતો મુબજ, બાળક બે ભાઇ એક બહેનના પરિવારમાં સૌથી નાનો હતો.તેના પિતા ડ્રાઇવીંગ કામ કરે છે. પુત્રનું રમતા રમતા નાલમાં પડી જવાથી મોત થતા માતા–પિતા આઘાતમાં સરી પડયા હતાં.આ અંગે કુવાડવા રોડ પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech