ચીકનગુનિયા જીવલેણ બન્યો, પાંચ દિવસથી પીડાતા આધેડે જીવ ગુમાવ્યો

  • December 21, 2023 04:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


હાર્ટ એટેક તો રોજ કોઈને કોઈના જીવ લઈ રહ્યા છે સાથે સાથે હવે તાવ રોગચાળો પણ જીવલેણ બની રહ્યા છે. કોઠારિયા રોડ પર લક્ષ્મી સોસાયટી 15માં રહેતા અને પાંચ દિવસથી ચીકનગુનિયામાં પટકાયેલા આધેડે આજે જીવ ગુમાવ્યો હતો. જયારે કાલાવાડ રોડ પર કસ્ટમ કોલોનીમાં રહેતા સેન્ટ્રલ એકસાઈઝના કર્મચારીનું હૃદયરોગના હુમલાથી મોત થયાના બનાવ પોલીસ દફતરે નોંધાયા છે.


પોલીસના વર્તુળોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ કોઠારિયા રોડ પરની લક્ષ્મી સોસાયટીમાં રહેતા હિતેષભાઈ કરશનભાઈ અમીપરા ઉ.વ.45 પાંચ દિવસ પહેલા ચીકનગુનિયાની બીમારીમાં પટકાતા ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હતી. આજે બપોરે ઉલ્ટી થતાં બેશુધ્ધ બની ગયા હતા. હોસ્પિટલે લઈ જવાતા મૃત જાહેર કરાયા હતા. હિરા ઘસવાનું કામ કરતો હિતેષભાઈને સંતાનમાં એક પુત્ર છે અને બે ભાઈમાં નાના હતા. બનાવ પગલે પરિવારમાં કણ આક્રંદ થઈ પડયું છે.


મહાપાલિકા તંત્ર દ્વારા આરોગ્યલક્ષી કે મચ્છરો સામેની ઝુંબેશ કાર્યવાહીના આંકડઓ કે ઓનપેપર કામગીરી બતાવાય છે પરંતુ શહેરમાં વકરેલા રોગચાળાની વાસ્તવિકતા અલગ જ છે. ડેંગ્યુ, ચીકનગુનિયા, સિઝનલ શરદી, તાવ, ઉધરસ બીમારીએ ભરડો લીધો છે. છતાં મનપાનું તંત્ર સબ સલામતની આલબેલ વગાડી રહ્યું છે. હવે વકરેલો રોગચાળો જીવલેણ બનવા લાગ્યો છે.


અન્ય એક મૃત્યુની ઘટનામાં કાલાવાડ રોડ કસ્ટમ કોલોનીમાં રહેતા ચાવડા વસંતભાઈ મેઘજીભાઈ ઉ.વ.58 ગત રાત્રે ગરે સૂતા હતા આજે સવારે સમયસર જાગ્યા ન હોય પરિવારજનોએ જગાડતા બેશુધ્ધ હાલતમાં પડયા હતા. સારવારમાં સિવિલમાં લઈ જવાતા તબીબોએ મૃત જાહેર કયર્િ હતા. રાત્રી દરમિયાન હાર્ટ એટેક આવી જતાં મૃત્યુ થયાનું પ્રાથમિક પરિક્ષણ છે. મૃતક સેન્ટ્રલ કસ્ટમ એકસાઈઝ વિભાગમાં માળી તરીકે નોકરી કરતા હતા. સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. 11 ભાઈ બહેનમાં નવમાં ક્રમે હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application