ભાજપના કોર્પેારેટરને ચિકુનગુનિયા; રોગચાળાના ૧૦૫૬ કેસ

  • October 30, 2023 04:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ શહેરમાં મચ્છરજન્ય રોગચાળાએ હાહાકાર મચાવ્યો છે, ભાજપના કોર્પેારેટર નીતિનભાઇ રામાણીને પણ ચિકુનગુનિયા થયો હોવાનું જાણવા મળે છે, શહેરમાં ગત સોમવારથી આજે સોમવાર સુધીના એક સાહમાં વિવિધ રોગચાળાના કુલ ૧૦૫૬ કેસ મળ્યા છે જે ગત સાહની તુલનાએ વધુ છે. મતલબ કે રોગચાળો કાબુમાં આવવાને બદલે વધવા લાગ્યો છે. સમગ્ર શહેરની વાત તો દૂર રહી ખુદ મહાપાલિકાની મુખ્ય સેન્ટ્રલ ઝોન કચેરીમાં જ મચ્છરોનો બેફામ ઉપદ્રવ જોવા મળી રહ્યો છે જેના લીધે અધિકારીઓ અને પદાધિકારીઓ પોતાની ચેમ્બરમાં ઓલ આઉટ જેવા મચ્છરનાશકો મુકવા પડા છે.


વિશેષમાં મહાપાલિકાની આરોગ્ય શાખાએ આજરોજ જાહેર કરેલા વિકલી એપેડમિક રિપોર્ટમાં વિવિધ રોગચાળાના કેસની આંકડાકીય વિગતો જાહેર કરી હતી જેમાં એક સાહમાં ડેંગ્યુના ૯ કેસ, ચિકુન ગુનિયાના ૮ કેસ, મેલેરિયાનો એક કેસ, શરદી–ઉધરસના ૮૨૨ કેસ, તાવના ૫૪ કેસ અને ઝાડા ઉલ્ટીના ૧૮૦ કેસ મળ્યા હતા. આ મુજબ એક સાહમાં કુલ ૧૦૭૪ કેસ મળ્યા હતા. જો કે ખાનગી તબીબી વર્તુળોના મતે તો મહાપાલિકાએ જાહેર કરેલા કેસ કરતા શહેરમાં હાલ દસ ગણા વધુ કેસ છે !
દરમિયાન મહાપાલિકાના સુત્રોમાંથી પ્રા વિગતો મુજબ વોર્ડ નં.૧૩ના ભાજપના કોર્પેારેટર નીતિનભાઇ રામાણીને ચિકુનગુનિયા થતા તેઓ છેલ્લા એક સાહથી સારવાર હેઠળ આરામમાં હતા અને તબિયતમાં સુધારો થતા આજે કોર્પેારેશન કચેરીએ આવ્યા હતા. દરમિયાન આ અંગે કોર્પેારેટર નીતિનભાઈ રામાણીનો સંપર્ક સાધતા તેમણે તેમને ચિકુનગુનિયા થયાની સમર્થન આપ્યું હતું.


વિશેષમાં મહાપાલિકાની આરોગ્ય શાખાના સૂત્રોના જણાવ્યા મુજબ ૫૬ મેલેરિયા ફિલ્ડવર્કર, ૪૧૫ અર્બન આશા વર્કર અને ૧૧૫ વી.બી.ડી વોલેન્ટીયર્સ દ્રારા છેલ્લા એક સાહમાં પોરાનાશક કામગીરી હેઠળ ૬૭,૬૫૦ ઘરમાં પોરાનાશક કામગીરી તથા ૩૩૪૨ ઘરોમાં ફોગિંગ કામગીરી કરવામાં આવી હતી. તદ્દઉપરાંત મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોમાં વન ડે થ્રી વોર્ડ અંતર્ગત વહિકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવી હતી જેમાં રહેણાંક સોસાયટી વિસ્તારો, મુખ્ય મંદિરો, બગીચા, ખુલ્લા પ્લોટ, સરકારી શાળાઓ, જાહેર રસ્તાઓ તથા વધુ માનવસમુદાય એકઠો થતો હોય તેવા તમામ વિસ્તારો ફોગીંગ કરાયું હતું. શહેરમાં રોગચાળો અટકાવવા રહેણાક મકાનો, દુકાનો, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવી હતી. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય ૪૪૯ પ્રીમાઇસીસ જેમાં બાંઘકામ સાઇટ, સ્કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ, વાડી, પાર્ટી પ્લોટ, ઘાર્મિક સ્થળ, પેટ્રોલ પં૫, સરકારી કચેરી વગેરે સ્થળે મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવી હતી અને મચ્છર ઉત્પતિ બદલ રહેણાંકમાં ૨૦૭ અને કોર્મશીયલ ૩૭ આસામીને નોટીસ તથા ૩૨ આસામી પાસેથી ા.૩૦,૦૦૦નો વહીવટી ચાર્જ વસુલાત કરવામાં આવી હતી.

ડેંગ્યુ, ચિકુનગુનિયા અને મેલેરિયાના રોગચાળાને નાથવા માટે નાગરિકો આટલું કરે: તંત્રની અપીલ
(૧) પાણીની સિમેન્ટની ટાંકી, સિન્ટેક્ષાની ટાંકી, બેરલ, કેરબા તથા અન્ય પાણી ભરેલ તમામ પાત્રો હવાચુસ્ત ઢાંકીને રાખીએ. હવાચૂસ્ત ઢાંકણ ન હોય તો કપડાથી હવાચુસ્ત ઢાંકીને રાખીએ.
(૨) પશુઓને પાણી પીવાની કુંડી, અવેડા દર અઠવાડિયે નિયમિત ખાલી કરી ઘસીને સાફ કરીએ.
(૩) ફ્રિજની ટ્રે, માટલા, કુલર, ફુલદાની, પક્ષીકુંજ વગેરેનું પાણી નિયમિત ખાલી કરી, ધસીને સાફ કરીએ.
(૪) બિનજરી ડબ્બાડુબ્લી, ટાયર, ભંગારનો યોગ્ય સ્થળે નિકાલ કરીએ.
(૫) અગાશી, છજજામાં જમા રહેતા પાણીનો નિકાલ કરીએ.
(૬) છોડના કુંડામાં જમા રહેતા વધારાનો પાણોનો નિકાલ કરીએ.
(૭) ડેન્ગ્યુનો મચ્છર દિવસે કરડતો હોવાથી દિવસ દરમ્યાન પુ શરીર ઢંકાય તેવા ક૫ડાં ૫હેરવા




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application