મુખ્યમંત્રી કાલે જૂનાગઢમાં,ભરચકક કાર્યક્રમ

  • September 27, 2023 12:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જૂનાગઢમાં આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો સવારથી બપોર સુધી કાર્યક્રમ યોજાશે .સવારે પી.ટી.એસ ગ્રાઉન્ડ ખાતે હેલીપેડ માં મુખ્યમંત્રીનું આગમન થશે.ત્યારબાદ   મુખ્યમંત્રી ઉપરકોટ કિલ્લ ાની મુલાકાત લેશે શામળદાસ ગાંધી ટાઉનહોલ ખાતે ઉપરકોટ કિલ્લ ાનું તેમજ મકબરાનું વર્ચ્યુલી લોકાર્પણ થશે. તેમ જ મહાનગરપાલિકાના ભૂગર્ભ ગટરના ફેસ ટુ ના કાર્યક્રમ  તેમજ કરોડોની રકમના વિવિધ પ્રકલ્પોનો નો  પ્રારંભ અને ખાતમુહૂર્ત છે કરાશે. ત્યારબાદ મુખ્યમંત્રી મોટર માર્ગે ભવનાથ મંદિર અને ગિરનાર રોપવેના માધ્યમથી માં અંબાજીના દર્શન જશે અને દર્શન કર્યા બાદ બગડુ ખાતે જિલ્લ ા સહકારી બેંકના કાર્યક્રમ અને સંગઠનના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. મુખ્યમંત્રી સાથે સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, મેયર ગીતાબેન પરમાર, ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા, સ્ટેન્ડિંગ ચેરમેન હરેશભાઈ પરસાણા, શાસક પક્ષના નેતા કિરીટભાઈ, દંડક અરવિંદભાઈ તથા શહેર ભાજપ પ્રમુખ પુનિતભાઈ શર્મા ઉપરાંત ભાજપના પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે.  ઉપરકોટના લોકાર્પણ સાથે જ પ્રવાસીઓ માટે કરવાનું નવું નજરાણું મળી રહેશે અને ઉપરકોટનો પ્રાચીન વારસો પુન:જીવિત થશે.  

ઉપરકોટ કિલ્લો ૭૨ એકર અને ૨.૫ કિલોમીટરમાં પથરાયેલો, ૭૬ કરોડના ખર્ચે નવા રંગ‚પ અપાયા
જૂનાગઢમાં એક વખત નું રાજાશાહી શાસન જ્યાં ધમધમતું હતું તેવા ઉપરકોટ કિલ્લ ાને નવા રૂપ રંગ આપી આબેહૂબ શણગાર કરવામાં આવ્યા છે તેવા ઐતિહાસિક કિલ્લ ાનું આવતીકાલે મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ થતાં પ્રવાસીઓ માટે વધુ એક નજરાણું ખુલ્લ ું મૂકવામાં આવશે. અને ઉપરકોટની પ્રાચીન ભવ્યતા પુનજીર્વિત થશે. ૭૨ એકરમાં ફેલાયેલા અને ૨.૫ કિલોમીટરમાં રહેલા ઐતિહાસિક ઉપરકોટ કિલ્લ ાનું ૧૬ જુલાઈ ૨૦૨૦ ના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ના હસ્તે પ્રવાસન મંત્રી જવાહરભાઈ ચાવડા ની ઉપસ્થિતિમાં  વર્ચ્યુઅલી ખાતમૂહૂર્ત કરવામાં આવ્યું હતું. ગુજરાત પ્રવાસન નિગમ અને પુરાતત્વ વિભાગ દ્વારા સમગ્ર રિસ્ટોરેશનની કામગીરી સવાણી કંઝર્વેશન ટ્રસ્ટ દ્વારા હાથ ધરવામાં આવી હતી. ઉપરકોટના નવીનીકરણની કામગીરીમાં પ્રથમ તબક્કામાં ૫૬ કરોડ અને બીજા તબક્કામાં ૨૦ કરોડ મળી ૭૬ કરોડની રકમની ફાળવણી કરવામાં આવી હતી. પ્રથમ તબક્કામાં કાર્ય શરૂ થયા બાદ કોરોના નો સમયગાળો આવતા કામગીરી અટકી હતી ત્યારબાદ ફરી કામ શરૂ કરવામાં આવ્યું હતું ત્રણ વર્ષ ઉપરકોટ નો કિલ્લ ો બંધ રાખવામાં આવ્યા બાદ હવે ઉપરકોટ નો કિલ્લો સંપૂર્ણ નવીનીકરણ અને આબેહૂબ રાજાશાહી શાસન દર્શાવતો તૈયાર કરવામાં આવ્યો છે. સવાણી કન્ઝર્વેશન ટ્રસ્ટ ના રામભાઈ સવાણી ના માર્ગદર્શન હેઠળ નિષ્ણાંત પુરાતત્વવિદોને સાથે રાખી ૩૫૦ થી ૪૦૦ ગરમીઓ દ્વારા પ્રાચીન સંસ્મરણોને આબેહૂબ દર્શાવવા કામગીરી કરવામાં આવી હતી.

૨૦૦ ક્રોનોજિકલ બોર્ડ આકર્ષણનું કેન્દ્ર
ઉપરકોટમાં પ્રવાસીઓને વિવિધ નજરાણાઓમાં ક્રોનોજિકલ બોર્ડ આકર્ષણનું કેન્દ્ર રહેશે આધુનિક ટચ સાથે તૈયાર કરવામાં આવેલા આ બોર્ડમાં બારકોડેટ સ્કેનર બનાવવામાં આવ્યા છે જેમાં જાણીતા લોકો ઉપરાંત ફરવાના સ્થળો તથા જૂનો ઇતિહાસ નામાંકિત વ્યક્તિઓ સાહિત્યની વિગતો દર્શાવવામાં આવી છે. જેને સ્કેન કરતાં જ વિવિધ પ્રકારની ભાષાઓમાં પૂરતી માહિતી મળી રહેશે. ઉપરકોટ ની ફરતે અધ્યતન ડિઝાઇન સાથે આ પ્રકારના ૨૦૦ બોર્ડ ઊભા કરવામાં આવ્યા છે.  ઉપરકોટમાં ઇંગ્લેન્ડ ટાવર અને આઉટલેટ ટાવરને પણ રોશની નો શણગાર કરવામાં આવ્યો છે આ ઉપરાંત વર્ષોથી રહેલી નિલમ તોપ માણેક તોપ અને કરનાર તોપ પણ રાખવામાં આવી છે. ખોદકામ દરમિયાન મળેલી ૨૨ તોપ  ને અલગ અલગ સ્થળોએ ગોઠવવામાં આવી છે. 

વિશાળ કાર પાર્કિંગ સહિતની સુવિધા
ઉપરકોટમાં આવતા પ્રવાસીઓને પૂરતી સુવિધા મળી રહે તે માટે ૧૦૦ થી વધુ કાર પાર્ક કરી શકાય વિશાળ પાર્કિંગ તૈયાર કરવામાં આવ્યું છે આ ઉપરાંત ઈકો ફ્રેન્ડલી વાતાવરણ મળી રહે તે માટે ઈ કાર અને ઇ રીક્ષા પણ અવરજવર માટે મળી રહેશે. આ ઉપરાંત છ ઈટોયલેટ અને હેરિટેજ પ્રકારના કુલર પણ તૈયાર કરવામાં આવ્યા છે. 

રાણકદેવીના મહેલ નીચે મ્યુઝિયમ
ઉપરકોટના રિસ્ટોરેશન કામગીરી દરમિયાન મળી આવેલ પ્રાચીન ચીજ વસ્તુઓ પ્રવાસીઓ જોઈ શકે તે માટે રાણકદેવીના મહેલ નીચે પુરાતત્વ વિભાગ દ્વારા મ્યુઝિયમ તૈયાર કરવામાં આવ્યું છે જેમાં પ્રવાસીઓને વિવિધ પ્રાચીન વસ્તુઓ પૈકી મંદિરના ભાગો તૂટેલા અવશેષો, રમકડા વાસણ બંગડીઓ પ્રાચીન સિક્કાઓ પ્રદર્શિત કરવામાં આવશે. 

અડીકડી વાવ, રાણકદેવી મહેલ સહિતના પ્રકલ્પોનું નવીનીકરણ થતાં આબેહુબ બન્યા
ઉપરકોટમાં અંદાજિત ૫૦ ફૂટ ઊંડા અને ૨ માળની હાઈટ ધરાવતા ૪૫ મીટરથી ઉપરના ઊંચાઈ અને  હજારો લિટર પાણી ધરાવતા ૧૧ ને સદીના નવઘણ કુવાની સીડી તથા દીવાલોને આબેહૂબ તૈયાર કરવામાં આવી છે. આ ઉપરાંત અડી કડી વાવ માંથી પણ જાડી જાખરા દૂર કરી જૂની પેટર્ન મુજબ જ કામગીરી કરી પગથિયાઓ અને અંદર જવા ખાસ પ્લેટફોર્મ ઊભું કરી પૌરાણિક સંસ્મરણો તાદ્રશ્ય કરવામાં આવ્યા છે. રજવાડાના સમયના અનાજના ભંડારના વિશાળ કક્ષો આસપાસ સાફ-સફાઈ કરી ટફન કાચ થી ઢાંકવામાં આવ્યા છે. ઉપરકોટમાં પ્રવેશતા મધ્યભાગમાં આવેલા રાણકદેવીના મહેલમાં પણ અધ્યતન અને આબેહૂબ નકશી કામ કરી મહેલના ઉપરના ભાગે આવેલા ત્રણ ગુંબજો અને ત્રણ માળના મહેલમાં પૌરાણિક અને નકશીકામ સાથે રંગ રોગ અને પથ્થરોના ઉપયોગ વડે મહેલનું આકર્ષક અને આબેહૂપ શૈલીમાં કામગીરી કરવામાં આવી છે. રાજાશાહી શાસનમાં રાખવામાં આવતી તોપ ને પણ નિર્ધારિત સ્થળે આબેહૂબ ગોઠવવામાં આવી છે. આ ઉપરાંત નવા બે વખતના વોટર પ્યુરીફાયર સિસ્ટમને પણ અધ્યતન બનાવી સાથે ઇંગ્લેન્ડ આઉટલેટ ટાવરને પણ આબેહૂબ નવા રંગ રૂપ અને ટચ આપી નવીનીકરણ કરવામાં આવ્યું છે. ઉપરકોટના રેસ્ટોરેશન માટે રાજાશાહી વખતના પ્રાચીન બાંધકામ સાથે બનાવવામાં આવેલ દીવાલો રંગ દરવાજા અને રજવાડાના સમયના સંસ્મરણો ઉપરાંત જૂની વિરાસત ની યાદગીરીની પ્રતિકૃતિઓ પણ તૈયાર કરવામાં આવી છે. મુખ્ય પ્રવેશ દ્વારને પણ આધુનિક ટચ આપવામાં આવ્યો છે આ ઉપરાંત રેસ્ટોરેશન કામગીરી દરમિયાન પ્રાચીન ચીજ વસ્તુઓ પણ મળી આવી છે જેને સંગ્રહિત કરી રાણકદેવીના મહેલ નીચે અધ્યતન મ્યુઝિયમમાં રાખી પ્રવાસીઓ માટે પ્રદર્શિત કરવામાં આવશે. પ્રવાસીઓને પ્રાચીન બાંધકામ સાથે નવું નજરાણું મળી રહે તે માટે નવા પોઇન્ટ પણ તૈયાર કરવામાં આવ્યા છે એ ટોયલેટ ઉપરાંત હેરિટેજ વોટર કુલર અને અવરજવર માટે ઇ કાર સાયકલિંગ ટ્રેક માટે ઇ સાઇકલ પણ પ્રવાસીઓને મળી રહેશે. લોન સાથે ગાર્ડનમાં હીંચકા પણ રાખવામાં આવ્યા છે. 

મહાબત મકબરાનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરાશે
સવાણી હેરિટેજ કન્ઝર્વેશન ટ્રસ્ટ દ્વારા કોર્ટ રોડ પર મકબરા નું પણ ૫ કરોડ થી વધુ ના ખર્ચે અધ્યતન નવીનીકરણ કરવામાં આવ્યું છે. જે  દસમાસથી વધુ સમય  થી બંધ છે ત્યારે આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે તેનું વર્ચ્યુલી લોકાર્પણ કરવામાં આવશે. 

ઉપરકોટમાં પ્રવાસીઓ માટે ટિકિટ દર આટલો રહેશે
ઉપરકોટ કિલ્લામાં મુલાકાતિઓ માટે અંદાજિત૧૨ વર્ષથી નીચેના બાળકો માટે ૫૦ રૂ,૧૨ વર્ષથી ઉપરના પ્રવાસીઓ માટે ૧૦૦રૂ.અને વિદેશીઓ માટે ૫૦૦રૂ.ટિકિટ દર રહેશે .આ ઉપરાંત લાઈટ એન્ડ સાઉન્ડ શોનો અલગથી ચાર્જ લેવામાં આવશે. જૂનાગઢમાં કરોડો વર્ષ જૂના પ્રાચીન ઉપરકોટ કિલ્લ ાનુ રૂ.૭૬ કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવ્યું છે.  ઉપરકોટ કિલ્લ ાના લોકાર્પણ બાદ  સવારે  ૮ થી સાંજે ૬ વાગ્યા સુધી પ્રવાસીઓ માટે ઉપરકોટ ખુલ્લ ો રહેશે .પ્રવાસીઓ ના  પ્રવેશ માટે અંદાજિત ૧૦૦ રૂ, ૧૨ વર્ષથી નીચેના બાળકો માટે ૫૦ રૂ, વિદેશી પ્રવાસીઓ માટે ૫૦૦ રૂ ટિકિટ દર રહેશે.નવીનીકરણ બાદ પ્રવાસીઓ માટે સાંજના સમયે લાઈટ એન્ડ સાઉન્ડ શો નવું નજરાણું મળી રહેશે .લાઈટ એન્ડ સાઉન્ડ શો સાંજે ૭:૩૦ વાગ્યે નિહાળી શકાશે. જેમાં જૂનાગઢ નો ઈતિહાસ, આઝાદીના લડવૈયાઓ ની  યાદો સહિતની વિવિધ ડોક્યુમેન્ટરી દર્શાવવામાં આવશે. લાઈટ એન્ડ સાઉન્ડ શો નિહાળવા પુખ્ત વયના માટે ૧૫૦, બાળકો માટે ૭૫ અને વિદેશી પ્રવાસીઓ માટે ૫૦૦ રૂ ટિકિટ દર  રાખવામાં આવશે.

૨૦ મિનિટનો લાઈટ એન્ડ સાઉન્ડ શો
ઉપરકોટમાં પ્રવાસીઓને રાત્રે ૭:૩૦ વાગ્યે ૨૦ થી  ૨૫ મિનિટનો લાઈટ એન્ડ સાઉન્ડ શો રજૂ કરાશે. જેમાં જૂનાગઢનો ઇતિહાસ ઉપરકોટ નો ઇતિહાસ જોવાલાયક સ્થળો અને આઝાદીના લડવૈયાઓને યાદગીરી ઉપરાંત રાજવી વંશ સહિતની કામગીરીઓ દર્શાવાશે. એમફી થિયેટર  સ્ટાઇલ બેઠક વ્યવસ્થા તૈયાર કરવામાં આવી છે. આ ઉપરાંત વિવિધ સ્થળોએ પૌરાણિક વૃક્ષો આસપાસ લાઈટના સુશોભન થી રાત્રિના સમયે લાઈટો સાથેના વૃક્ષોનો અનેરો નજારો મળી રહેશે . 

૯૦ સીસીટીવી કેમેરાથી અભેદ સુરક્ષા કવચ
ઉપરકોટમાં સલામતીને લઈ સવાણી હેરિટેજ કન્ઝર્વેશન ટ્રસ્ટ દ્વારા ૯૦ સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવ્યા છે મુખ્ય ગેટના પ્રારંભથી ૩ કિલોમીટરના વિસ્તારમાં રહેલ વિવિધ સ્થળોએ હેરિટેજ બાંધકામોની અને પ્રવાસીઓને સલામતીને લઈ ૯૦ સીસીટીવી કેમેરા રાખવામાં આવ્યા છે મુખ્ય ઓફિસ ખાતે સીસીટીવી નો કંટ્રોલરૂમ રાખવામાં આવ્યો છે જેના દ્વારા તમામ પ્રકારની અવર-જવર પર વોચ રાખવામાં આવશે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application