રાજ્યની પ્રજાના લોક કલ્યાણની કામના કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

  • August 09, 2024 11:11 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારકાના સુપ્રસિદ્ધ તીર્થસ્થળ હર્ષદ ખાતે હરસિદ્ધિ માતાના દર્શન કરી ધન્યતા અનુભવી


મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આજરોજ ૭૫મા રાજ્યકક્ષાના વન મહોત્સવની ઉજવણી તેમજ ૨૩માં સાંસ્કૃતિક વન હરસિદ્ધિ વનનું લોકાર્પણ કરવામાં પધાર્યા છે. ગાંધવી ખાતે આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ "હરસિદ્ધિ માતા"ના દર્શન કરી માતા સમક્ષ ગુજરાતની પ્રજાના લોક કલ્યાણની કામના કરી હતી તેમજ વૈદિક મંત્રોચ્ચાર સાથે થયેલી સ્તુતિ દ્વારા માતાજીની આરાધના કરી હતી.


આ તકે મુખ્યમંત્રીનું વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઇ બેરા, પ્રભારી મંત્રી કુંવરજીભાઇ બાવળીયા , ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, વન વિભાગના અગ્ર સચિવ સંજીવકુમાર, કલેકટર જી.ટી.પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી એસ. ડી.ધાનાણી, અગ્રણી મયુરભાઈ ગઢવી, રમેશભાઈ ઓડેદરા, જનરલ મેનેજર જામ ધર્માદા ટ્રસ્ટ વિનોદભાઈ કાયડા સહિતના મહાનુભાવોએ મુખ્યમંત્રીને આવકાર્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application