મુફાસા ધ લાયન કિંગના ટ્રેલરમાં શાહરુખ, આર્યન અને અબરામનો જલવો જોવા મળશે
બેરી જેન્કીન્સ દ્વારા નિર્દેશિત ડિઝનીની આગામી ફિલ્મ મુફાસા ડિસેમ્બરમાં રિલીઝ થશે. જેનું ટેઈલર સામે આવ્યું છે.
ડિઝનીની અપકમિંગ મૂવી મુફાસા: ધ લાયન કિંગ ડિસેમ્બર માસમાં રિલીઝ થવા જઈ રહી છે. 20મી ડિસેમ્બરે તે અંગ્રેજી,હિન્દી, તમિલ અને તેલુગુ ભાષામાં રિલીઝ થવાની છે જેમાં શાહરૂખ ખાન અને તેના બે પુત્ર આર્યન અને અબરામે અવાજ આપ્યો છે. જેનું ટ્રેઈલર રિલીજ કરવામાં આવ્યું છે. આ મૂવીના પહેલા પાર્ટમાં પણ શાહરૂખે અવાજ આપ્યો હતો.
મુફાસા : ધ લાયન કિંગને પહેલા પાર્ટની પ્રીક્વલ અને સી માનવામાં આવી રહી છે. અહીંયા રફિકી, મુફાસાની પૌત્રી કિયારાને બે સિંહ મુફાસા અને તાકાની કહાની સંભળાવે છે. ટ્રેઈલરમાં જોઈ શકાય છે કે, મુફાસા નામના એક અનાથ સિંહની આ સ્ટોરી છે. જે એક સિંહના ગ્રુપમાં ભળી જાય છે.
આ ફિલ્મમાં યુવા મુફાસાને અવાજ અબરામે આપ્યો છે. ટ્રેઈલરમાં તાકા પોતાના પરિવાર સાથે સંઘર્ષ કરતો જોવા મળે છે, જેમાં તે મુફાસાને પરિવારમાં સામેલ કરવાની જીદ કરી રહ્યો છે. પછી મુફાસા અને તાકા વચ્ચે મજબૂત દોસ્તી થઈ જાય છે. બાદમાં આગળની કહાની શરૂ થાય છે.
શાહરૂખ ખાને આ ફિલ્મ વિશે જણાવ્યું કે, તે ખુદને મુફાસાના પાત્ર સાથે જોડીને જુએ છે. આ ફિલ્મમાં મુફાસાના બાળપણથી લઇ એક મોટા રાજા બનવાની કહાની દર્શાવે છે. આ પાત્રને બીજી વખત જોવાનું ખૂબ ખાસ રહ્યું છે. ખાસ એટલા માટે કે, આ ફિલ્મમાં મારા દીકરા આર્યન અને અબરામ પણ હિસ્સો રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech