રાજકોટમાં યાં જોવો ત્યાં કૌભાંડ, ગોઠવણ, સોદાબાજી અને લાગવગ શાહી સિવાય કાંઈ સાંભળવા કે જોવા મળતું નથી ત્યારે આમાં હવે નસગ સંસ્થાઓ પણ બાકાત રહેતી નથી. રાજયના આરોગ્ય વિભાગને તપાસ કરવા કે એકશન લેવામાં રસ નથી જેના કારણે તબીબી શિક્ષણ માફિયાઓ અને સેટિંગ બાજો બેફિકર બની પોતાના મનસુબા પાર પાડી રહ્યા છે. રાજકોટની સરકારી કોલેજમાં નિવૃત્ત છતાં પ્રવૃત ટયુટર ચકારાણા ચૂંટણીમાં જીતેલા લેકચરરની સાથે કાઉન્સિલની કડીના માધ્યમથી અને શેઢે આવેલી નસગ કોલેજના સંચાલકની એજન્ટ તરીકેની સહયોગીતા નસગ આલમમાં ઉઘાડી પડતા ચર્ચાનો વિષય બની છે.રાજકોટની સરકારી નસિગ કોલેજમાં રબ્બર સ્ટેમ્પ પ્રિન્સિપાલ ઘોડાસરાની દેખરેખ હેઠળ નિવૃત્તિ પછી પણ પ્રવૃત્તિ કરનાર ટયુટર ચકારાણા અને નસગ કાઉન્સિલની ચૂંટણીમાં જીતેલા એક લેકચરર (માત્ર કહેવાના) કર્મચારી ની કડી કાઉન્સિલમાં ગોઠવાયેલી હોવાથી તેનો કાળી કમાણી કરવા માટેનો લાભ ભરપૂર લેવામાં આવી રહયો છે, જેમાં રાજકોટની ભાગોળે શેઢે આવેલી નસગ કોલેજના સંચાલકની પણ પૂરતી સહયોગીતા છે. આ ટણક ટોળકી સૌરાષ્ટ્ર્ર યુનિવર્સીટીનું જોડાણ ધરાવતી ખાનગી નસગ કોલેજમાં ઇન્સ્પેકશનના નામે તો ઉઘરાણા કરી રહ્યા છે. તેની સાથે સાથે સેઢે આવેલી ઇન્સ્િટટૂટના સંચાલક જયારે જયારે પ્રવાસે નીકળે ત્યારે સૌરાષ્ટ્ર્ર યુનિવર્સીટી હેઠળની જે જિલ્લાની નસગ સ્કૂલ–કોલેજ કોલેજ રસ્તામાં આવે ત્યા મુલાકાતના નામે કવરના ઉઘરાણા કરી ઉપર પહોંચાડવામાં આવે છે, જેના કારણે કોલેજ કોઈ પણ ગેરરીતિ કરે પછી તેના નસગ વિધાર્થી માસુમ ભૂલકાને ઇન્જેકસન આપી મોતને ઘાટ ઉતારી દેવા જેવી બેદરકારી દાખવે તો પણ તેમનો વાળ વાંકો થતો નથી આ બધું જ કયાંક ને કયાં રાયના આરોગ્ય વિભાગની નિગરાની નીચે જ ચાલી રહ્યું હોય અને તેમાં પણ નસગ એયુકેશના ચોક્કસ અધિકારીઓ સામેલ હોઈ તેવું લાગી રહ્યું છે. માત્ર ને માત્ર કોલેજ સંચાલકો પૈસાની અને સેટિંગબાજો ગોઠવણની કમાણી કરતા હોવાથી એકંદરે નસગ કોલેજમાં અભ્યાસ કરતા વિધાર્થીઓના ભાવિ ઉપર તો સવાલ સર્જાઈ જ રહ્યા છે પરંતુ આ જ વિધાર્થીઓ જયારે નસગ કર્મચારી બની હોસ્પિટલમાં દર્દીઓની સારવાર કરશે ત્યારે દર્દીઓ ઉપર પણ મોતનું જોખમ ઉભું થવાની શકયતા નકારી શકાતી નથી.
રાય સરકાર ભ્રષ્ટ્રાચાર અને તેમાં હાથ કાળા કરનારને ભો માં ભંડારવા માટે નવા કાયદા લાવવા માટે મથી રહી છે પરંતુ હાલમાં જે પાયદડીયા જેવા કર્મચારીઓ વજીર જેવા ઉચ્ચકક્ષાના અધિકારીઓની રહેમ રાહે સિસ્ટમને શીર્ષાસન કરાવી રહ્યા છે. એને હાંકી કાઢવા જરી છે. ત્યારે સરકાર દ્રારા આ મુદ્દે ગંભીરતા દાખવી સરકારી અને નસગ કોલેજોમાં અત્યારે ચાલી રહેલા અને ભવિષ્યમાં આગળ ન વધે એવા સેટિંગ અને સોદાગરોનો સફાયો કરવો જરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવકફ બિલના મામલે જેપીસી બેઠકમાં હોબાળો, ૧૦ વિપક્ષી સાંસદ સસ્પેન્ડ
January 24, 2025 03:26 PMSMCની હેટ્રીક: રાજકોટ, આટકોટમાંથી પોણા કરોડનો દારૂ ઝડપાયો
January 24, 2025 03:21 PM26 જાન્યુઆરીએ બનાવો આ 5 ત્રિરંગા વાનગી, ફક્ત બાળકો જ નહીં વડીલો પણ થશે ખુશ
January 24, 2025 03:20 PMરાજકુમારના અનુગામી તરીકે રાજયના મુખ્ય સચિવ બન્યા IAS પંકજ જોશી
January 24, 2025 03:19 PMરાજકોટ કલેકટર તંત્ર કાલે ઉજવાશે રાષ્ટ્રીય મતદાતા દિવસ
January 24, 2025 03:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech