Chess Olympiad : 97 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો... ચેસ ઓલિમ્પિયાડમાં ભારતે 3 ગોલ્ડ મેડલ જીત્યા

  • September 23, 2024 11:25 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


​​​​​​​ભારતે ચેસ ઓલિમ્પિયાડમાં ઈતિહાસ રચ્યો છે. 97 વર્ષમાં જે ન થઈ શક્યું તે ડી ગુકેશ અને અર્જુન એરિગેસીને કારણે ભારતે કરી બતાવ્યું છે. ચેસ ઓલિમ્પિયાડના ઓપન વિભાગમાં ભારતે ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ ઉપરાંત મહિલા વિભાગમાં પણ ભારતે ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ રીતે ભારતે કુલ 3 ગોલ્ડ મેડલ જીત્યા હતા. ચેસ ઓલિમ્પિયાડના ઈતિહાસમાં આ પ્રથમ વખત છે જ્યારે ભારતે બંને વિભાગમાં ગોલ્ડ મેડલ જીત્યા છે. ડી ગુકેશે વ્લાદિમીર ફેડોસીવને હરાવ્યો, જ્યારે અર્જુન એરિગેસીએ જોન સુબેલને હરાવ્યો હતો.


ડી ગુકેશ અને અર્જુન એરીગેસીનું અદ્ભુત કામ


હંગેરીની રાજધાની બુડાપેસ્ટમાં ચેસ ઓલિમ્પિયાડનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં ભારતનો દબદબો જોવા મળ્યો હતો. ભારતના ડી ગુકેશે બીજી વખત ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. તેણે વ્યક્તિગત ઈવેન્ટ્સમાં સફળતા હાંસલ કરી છે. અગાઉ ડી ગુકેશ ચેસ ઓલિમ્પિયાડ 2022માં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ રીતે ડી ગુકેશ ગ્રાન્ડ માસ્ટર વિશ્વનાથન આનંદ પછી સતત 2 ગોલ્ડ મેડલ જીતનાર બીજો ભારતીય બની ગયો છે. આવું કરનાર તે વિશ્વનો 16મો ગ્રાન્ડ માસ્ટર પણ બન્યો.


ભારતીય મહિલા ટીમે મહિલા વિભાગમાં જીત્યો ગોલ્ડ


મહિલા વિભાગમાં ભારતીય મહિલા ટીમમાં હરિકા દ્રોણાવલ્લી, વૈશાલી રમેશબાબુ, દિવ્યા દેશમુખ, વંતિકા અગ્રવાલ, તાનિયા સચદેવ અને અભિજીત કુંટેનો સમાવેશ થાય છે. ભારતીય મહિલા ટીમે છેલ્લી મેચમાં અઝરબૈજાનને 3.5-0.5થી હરાવ્યું હતું. ચેસ ઓલિમ્પિયાડના ઈતિહાસમાં પ્રથમ વખત ભારતે બંને વિભાગમાં ગોલ્ડ મેડલ જીત્યા છે. આ પહેલા ક્યારેય ભારત આવું કરી શક્યું નથી. ભારતને બે વર્ષ પહેલા ચેસ ઓલિમ્પિયાડમાં બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. આ સિવાય ચેસ ઓલિમ્પિયાડ 2014માં પણ ભારતને બ્રોન્ઝ મેડલ મળ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application