જોડીયા તાલુકામાં તમાકુની બનાવટોનું વેચાણ કરતી દુકાનોમાં ચેકીંગ

  • August 13, 2024 11:37 AM 

૮ વેપારી સામે કેસ કરાયા


જામનગર જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ભાયા, એપેડેમિક મેડિકલ ઓફિસર શ્રી ડો.રાઠોડ, તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ડો. સંજય સોમૈયા અને પી.એચ.સી. પીઠડ મેડીકલ ઓફિસરના મોનીટરીંગમાં જોડિયા તાલુકાના જામદુધઈ ગામ વિસ્તારમાં આવેલ દુકાનોમાં ''ઘી સિગારેટસ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટસ એક્ટ''-૨૦૦૩ અન્વયે ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.


જેમાં કલમ ૪ હેઠળ જાહેર સ્થળોએ ધુમ્રપાન પર પ્રતિબંધ પર ૧ કેસ દાખલ કરવામાં આવ્યો છે, તેમજ કલમ ૬ (અ) મુજબ ૧૮ વર્ષથી નીચેની વયની વ્યક્તિઓને તમાકુ કે તમાકુની બનાવટો વેચવા, આપવા માટે કે વેચાણ માટે આપવા પર પ્રતિબંધ મુજબ ૩ કેસ દાખલ કરાયેલા અને કલમ ૬ (બ) શૈક્ષણિક સંસ્થાઓની ૧૦૦ વારના વિસ્તારમાં તમાકુ કે તમાકુની બનાવટોનું વેચાણ કરવા પર પ્રતિબંધ મુજબ કુલ ૪ કેસ દાખલ કરવામાં આવ્યા છે.


આ સમગ્ર કાર્યવાહી દરમિયાન રૂપિયા ૭૦૦ જેટલો દંડ એકત્ર કરવામાં આવ્યો હતો. આ કામગીરીમાં ડીસ્ટ્રીકટ એન્ટી ટોબેકો સેલના જિલ્લા કાઉન્સેલર શ્રી નઝમાબેન હાલા, સામાજિક કાર્યકર્તા શ્રી ગૌતમ સોંદરવા અને એમ.પી.એચ.એસ. શ્રી પીઠમલભાઈએ ફરજ બજાવી હતી. તેમ આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત, જામનગર દ્વારા જણાવવામાં આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application