દ્વારકામાં જિલ્લામાં ગેરકાયદે નિવાસ કરતાં વિદેશી નાગરિકોનું કરાયું ચેકીંગ​​​​​​​

  • April 28, 2025 10:26 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

​​​​​​​

દેવભુમી દ્વારકા જીલ્લા પોલીસ દ્વારા જીલ્લામાં ગેરકાયદેસર રહેતા વિદેશી નાગરિકોની ચેકીંગની કામગીરી હાથ ધરવામા આવેલ હતી.


પોલીસ મહાનીરીક્ષક અશોકકુમાર યાદવ તથા દેવભુમી દ્વારકા જીલ્લાના પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય દ્વારા જીલ્લામાં ગેરકાયદેસર રહેતા વિદેશી નાગરિકોને શોધવા કડક સુચના કરેલ હોય અને ડો.હાર્દીક પ્રજાપતિ નાયબ પોલીસ અધિક્ષક જામ-ખંભાળીયા વિભાગ તથા વી.પી.માનસેતા નાયબ પોલીસ અધિક્ષક એસ.સી/એસ.ટી સેલ દેવભુમી દ્વારકાનાઓએ જે અનુસંધાને સુચના તથા માર્ગદર્શન આપેલ હતું.


તારીખ-૨૬/૦૪/૨૦૨૫ થી દેવભૂમિ દ્વારકા જિલ્લા ખાતે ચાલી રહેલ ગેરકાયદેસર રહેતા વિદેશી નાગરિકોને શોધવા માટેની ખાસ ડ્રાઇવનુ આયોજન કરવામા આવેલ જે દરમિયાન એલસીબી,એસઓજી અને ખંભાળિયા, સલાયા, ભાણવડ, દ્વારકા, મીઠાપુર અને ઓખા પોલીસ સ્ટેશનો દ્વારા સંયુક્ત રીતે જિલ્લામાં વિવિધ પોલીસ સ્ટાફની ખાસ ટીમો બનાવી જીલ્લામાં કુલ-૧૪૪ શકદાર માણસોને ચેક કરવામાં આવેલ છે અને આ ચકાસણી હજુ ચાલુ છે.


દેવભુમી દ્વારકા જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી તથા સુરક્ષા માટે કટિબધ્ધ અને સતત પ્રયત્નશીલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application