દુધ, માખણ, થાબડી, દહીંના નમૂના વડોદરાની લેબમાં મોકલી અપાયા: ફુડ શાખા દ્વારા મોકલાયેલા નમૂનાનો રિપોર્ટ શું આવે છે તે જાહેર કરવા માંગ
જામનગર શહેરમાં મામલતદાર અને એસડીએમને કેટલીક ફરિયાદો મળી હતી અને ત્યારબાદ મ્યુ.કમિશ્નર ડી.એન.મોદીની સુચનાથી વિવિધ સ્થળોએ 31 સ્થળોએ ચેકીંગ કરી લુઝ દુધ, મીકસ દુધ, માખણ, દહીં, થાબડીના નમૂના વડોદરાની લેબમાં મોકલી આપવામાં આવ્યા હતાં. આ નમૂનાના રિપોર્ટ આવ્યા બાદ કેમ તેની જાહેરાત કરવામાં આવતી નથી ? કઇ પેઢીને કેટલો દંડ થયો તે લોકો સમક્ષ મુકવાની જર છે અને આ અંગે મ્યુ.કમિશ્નરે સુચના આપી વડોદરાથી જે કોઇ પાર્ટીનો રિપોર્ટ એટલે કે નમૂના ફેઇલ જાય તે જાહેર કરવું જોઇએ તેમ લોકોમાં બોલાઇ રહ્યું છે અને ફુડશાખાના અધિકારીઓએ પણ આ વાતને ગંભીરતાથી ઘ્યાનમાં લેવી જોઇએ.
કમિશ્નરની સુચના અન્વયે જામનગર મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા રાજ્ય સરકારની ડ્રાઈવ મિલ્ક મિલ્ક પ્રોડક્ટ અંતર્ગત અલગ અલગ વિસ્તારમાંથી કુલ 31 ખાદ્ય પદાર્થના નમુના લઈ પરીક્ષણ અર્થે ફૂડ ડ્રગ લેબોરેટરી વડોદરા ખાતે મોકલવામાં આવ્યાં જેના પૃથ્થકરણ રીપોર્ટ આવેથી આગળની -2006 તથા નિયમો-2011 હેઠળ આગળ કાર્યવાહી કરવામાં આવશે.
જયંતીભાઈ માવાવાળામાંથી શુધ્ધ ઘી (લુઝ), બેડી ગેઈટ, કમલેશભાઈ માવાવાળામાંથી વ્હાઈટ પેંડા (લુઝ) ટાઉનહોલ, શ્રી સોમનાથ ડેરીમાંથી મિક્સ દૂધ (લુઝ) ખંભાળીયા નાકા બહાર, ચારણ ડેરીમાંથી દૂધ (લુઝ) આર્યસમાજ રોડ, જય દ્વારકાધીશ ડેરી ફાર્મમાંથી સેપરેટ દહીં (લુઝ) રણજીતસાગર રોડ, બંસરી ડેરી ફામમાર્ંથી માવા પેંડા (લુઝ) રણજીતસાગર રોડ, ખુશ્બુ ડેરી ફાર્મમાંથી ભેસનું દૂધ (લુઝ) રણજીતસાગર રોડ, માધવ ડેરી ફાર્મ મિક્સ દૂધ (લુઝ) સર્વોદય સોસાયટી, શ્રી શિવ શક્તિ ડેરી સ્વીટમાંથી દૂધના પેંડા (લુઝ) મેહુલનગર, જય ગોપાલ ડેરીમાંથી દહીં (લુઝ) સત્યમ રોડ, મોમાઈ ડેરી ફાર્મમાંથી ભેસનું દૂધ (લુઝ) સત્યમ રોડ, રાધે ડેરી ફાર્મમાંથી ગાયનું દૂધ (લુઝ) સત્યમ રોડ, શિવાલય ડેરી સ્વીટ કેટરિંગ માવાના પેંડા (લુઝ) ઇન્દિરા માર્ગ, કૈલાષ ડેરી ફાર્મમાંથી માખણ (લુઝ) રણજીતનગર, એકતા સ્વીટ ફરસાણ માર્ટમાંથી દૂધની બરફી (લુઝ), દૂધગંગા ડેરી ફાર્મમાંથી દૂધની થાબડી (લુઝ) એસ.ટી.બસ સ્ટેશન પાસે, શ્રી ખોડલ ડેરી ભેસનું દૂધ (લુઝ) રણજીતનગર, શ્રીજી ડેરી ફાર્મમાંથી ભેસનું દૂધ (લુઝ) કામદાર કોલોનીમાં ચેકીંગની કાર્યવાહી કરી નમૂના લઇને વડોદરાની લેબમાં મોકલી આપવામાં આવ્યા હતાં.
તદુપરાંત અલગ-અલગ વિસ્તારમાં વેલ આઈસ ફેક્ટરીમાં પાણીમાં કલોરીનેશન અંગેની તપાસણી કરવામાં આવેલ, આઈસ ફેક્ટરીમાં સુપર ક્લોરીનેશન જાળવી રાખવા સુચનાઓ આપવામાં આવેલ તેમજ કોરોઝન યુક્ત આઈસ ક્ધટેનર બદલવા, પાણીમાં સુપર ક્લોરીનેશન જાળવવા, ઓવરહેડ તેમજ અન્ડર ગ્રાઉન્ડ ટાંકાની નિયમિત રીતે સાફ સફાઈ જળવાઈ તે જોવા તાકીદ કરવામાં આવેલ તેમજ દરેકને લોક બુક નિભાવવા સૂચનાઓ આપવામાં આવેલ.
અશોક આઈસ ફેક્ટરી એમ.પી.શાહ ઉધોગનગર 1.5 જોવા મળેલ, ભુલચંદ કં આઈસ ફેક્ટરીમાં 0.5 જોવા મળેલ, ઓનેસ્ટ આઈસ ફેક્ટરી બેડેશ્વર, આઝાદ આઈસ ફેક્ટરી તદુપરાંત અઠવાડિયા દરમિયાન મળેલ ઓનલાઈન તેમજ ટેલીફોનીક / ઓફલાઇન ફરીયાદનો નિકાલ કરવાની કામગીરી કરવામાં આવેલ છે.
તદુપરાંત મામલતદારને મળેલ ફરિયાદ અન્વયે એફ.એસ.ઓ. ની ટીમ દ્વારા તળાવની પાળે આવેલ ડોમિનોઝ પીઝામાં રૂબરૂ ઇન્સ્પેકશન કરવામાં આવેલ તેમજ ચીઝ ,બટર, પનીરના રેન્ડમલી પેકેટ તોડી રૂબરૂ ખરાઈ કરવામાં આવેલ તેમજ પેઢીને દિવસ-2માં પેસ્ટકંટ્રોલ, પાણીના રીપોર્ટ તેમજ કામ કરતા કર્મચારીના મેડીકલ ફીટનેશ સર્ટિફિકેટ રજુ કરવા નોટીશ ફટકારવામાં આવી હતી. આ કાર્યવાહી ઇન્સ્પેકટર નિલેશ જાશોલીયા અને ડી.બી.પરમાર તથા સ્ટાફે કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationSMCની હેટ્રીક: રાજકોટ, આટકોટમાંથી પોણા કરોડનો દારૂ ઝડપાયો
January 24, 2025 03:21 PM26 જાન્યુઆરીએ બનાવો આ 5 ત્રિરંગા વાનગી, ફક્ત બાળકો જ નહીં વડીલો પણ થશે ખુશ
January 24, 2025 03:20 PMરાજકુમારના અનુગામી તરીકે રાજયના મુખ્ય સચિવ બન્યા IAS પંકજ જોશી
January 24, 2025 03:19 PMરાજકોટ કલેકટર તંત્ર કાલે ઉજવાશે રાષ્ટ્રીય મતદાતા દિવસ
January 24, 2025 03:15 PMઅમદાવાદમાં કોલ્ડપ્લેની ટીમનું ગ્રાન્ડ વેલકમ, હોટલમાં ટીમ પર ગુલાબની પાંદડીઓનો વરસાદ થયો, જુઓ વીડિયો
January 24, 2025 03:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech