રાજસ્થાનથી દ્વારકા સાયબર ક્રાઇમે મુખ્ય સુત્રધારને દબોચી લીધો
ભારતના વિવિધ પયર્ટન ધાર્મિક સ્થાનોની હોટલ-રિસોર્ટને ટાર્ગેટ કરી બુકીંગના નામે પ્રવાસીઓ સાથે છેતરપીંડી કરનાર મુખ્ય સુત્રધારને રાજસ્થાનથી દ્વારકા સાયબર ક્રાઇમ પકડી લાવી છે.
આજના આધુનીક ઇન્ટરનેટના યુગમાં હોટલો/આશ્રય સ્થાનો દ્વારા અવાર નવાર ભાવીકોને સગવડતા મળી રહે માટે ઓનલાઇન બુકીંગ વેબસાઇટ/ગુગલ એડસ મુકવામાં આવે છે જેના પર રોકાણ માટે ઓનલાઇન એડવાન્સ બુકીંગ કરી શકાય છે જેનો લાભ લઇ કેટલાક તકસાધુ લોકો હોટલની વેબસાઇટ જેવી જ બનાવટી / ફેક વેબસાઇટ બનાવી હોટલ બુકીંગ ફ્રોડ કરતા હોય છે જેના કારણે દર્શનાર્થે આવતા ભાવીકોને હાલાકી ભોગવવી પડતી હોવાની માહિતી મળતા પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવએ પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય તથા મદદનીશ પોલીસ અધિક્ષક રાઘવ જૈનએ ખુબજ ગંભીરતાથી લઇ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેને હોટલ બુકીંગ ફ્રોડના બનાવોને ત્વરીતે ગુના શોધી કાઢવા સુચના માર્ગદર્શન આપેલ.
જે બાબતે દ્વારકા પોલીસ સ્ટે ગુનો દાખલ કરી ગુનાના મુળ સુધી પહોચી ગુનાના આખા નેટવર્કનો પર્દાફાસ કરી મુખ્ય સુત્રધારને ધરપકડ કરવા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશના પીઆઇ એ.વાય. બલોચને જરી સુચના માર્ગદર્શન આપી ટીમ સાથે તુરંત રવાના કરી ટીમનુ સતત મોનીટરીંગ રાખી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેની ટીમ દ્વારા સૌપ્રથમ લખનઉ ઉત્તરપ્રદેશથી ફેક વેબસાઇટ બનાવનાર આરોપીની ધરપકડ કરવામાં આવેલ ત્યારબાદ ગુનાઓમાં વપરાતા સીમકાર્ડ વડોદરા ખાતેથી એકટી જતા હોવાની માહીતી મળતા વડોદરા ખાતેથી ગેરકાયદે પ્રિ-એકટીવ સીમકાર્ડ વિક્રેતાઓની ધરપકડ કરી ગુનાના મુળ સુધી પહોચવા માટે મુખ્ય સીમકાર્ડ વિક્રેતાને સાથે રાખી રાજસ્થાન ખાતે તપાસ કરતા મુખ્ય સુત્રધારને પકડી લાવવામાં સફળતા મળી હતી.રાજસ્થાનના ઘોઘર ગામના સંજી હનીફ મેવની ધરપકડ કરી હતી, સાયબર પોલીસે દ્વારકાના ૪, અંબાજી, ધોળકા, આણંદાના ૧-૧ ગુના શોધી કાઢેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કર્તવ્ય માર્ગ પર ફરકાવ્યો ત્રિરંગો
January 26, 2025 10:40 AMપ્રજાસત્તાક દિવસે જમ્મુના MAM સ્ટેડિયમમાં બોમ્બની ધમકી, ઉપરાજ્યપાલ અહીં ધ્વજ ફરકાવશે
January 26, 2025 09:14 AMપ્રજાસત્તાક દિવસે 8 ગુજરાતી સહિત 1390 પદ્મ પુરસ્કારો એનાયત થશે
January 26, 2025 08:59 AMપ્રજાસત્તાક દિવસે 8 ગુજરાતી સહિત 1390 પદ્મ પુરસ્કારો એનાયત થશે
January 26, 2025 08:58 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech