Meta AIની મદદથી WhatsApp પર ચેટ કરવાનું બનશે સરળ, ટૂંક સમયમાં વૉઇસ મોડથી કરી શકશો વાત

  • September 04, 2024 04:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જો વોટ્સએપનો ઉપયોગ કરો છો તો આ લેટેસ્ટ અપડેટ ઉપયોગી થઈ શકે છે. વોટ્સએપ મેટા એઆઈ ચેટબોટને લઈને તેના યુઝર્સ માટે નવા વોઈસ મોડ ફીચર પર કામ કરી રહ્યું છે. આ ફીચર એન્ડ્રોઇડ યુઝર્સ માટે લાવવામાં આવી રહ્યું છે. આ નવું ફીચર વોટ્સએપના દરેક અપડેટની માહિતી આપતી વેબસાઈટ WABetaInfo દ્વારા જણાવવામાં આવ્યું છે.


ટાઇપ કર્યા વિના AI ચેટબોટ સાથે વાત કરી શકો છો


તાજેતરના અહેવાલ મુજબ WhatsAppના નવા ફીચર સાથે યુઝર્સ તેમના અવાજનો ઉપયોગ કરીને AI ચેટબોટ સાથે દ્વિ-માર્ગી વાતચીત કરી શકશે.


આ રિપોર્ટમાં કંપનીએ Meta AI વોઈસ મોડને લઈને એક સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે. મેટા AI બટન પર લાંબા સમય સુધી દબાવીને આ ફીચરને એક્સેસ કરી શકાય છે. મેટા AI બટન નવા ચેટ આઇકોન ઉપર સ્થિત હશે. આ સાથે  યુઝર્સ હેન્ડ્સ-ફ્રી મોડને પણ સક્રિય કરી શકે છે.


ટેક્સ્ટ ફીલ્ડ સાથે દેખાતા વેવફોર્મ આઇકોન પર ટેપ કરીને હેન્ડ્સ-ફ્રી મોડને સક્રિય કરી શકાય છે. નીચેની શીટ સાથે યુઝર્સ Meta AI વૉઇસ મોડના તમામ નિયંત્રણ વિકલ્પો જેમ કે સ્પીકર, મ્યૂટ, ડિસ્કનેક્ટ જોઈ શકશે.


ફીચર મલ્ટિપલ વૉઇસ સપોર્ટ સાથે આવી શકે છે

અગાઉના કેટલાક રિપોર્ટ્સમાં એવું કહેવામાં આવી રહ્યું હતું કે આ વૉઇસ મોડને 10 અલગ-અલગ વૉઇસ સાથે લાવવામાં આવી રહ્યો છે. જો કે હજુ એ સ્પષ્ટ નથી થયું કે આ ફીચર બહુવિધ ભાષા સપોર્ટ સાથે આવશે કે નહીં. જો વોટ્સએપ હેન્ડ્સ-ફ્રી વોઈસ મોડ લોન્ચ કરે છે તો આ સુવિધા મફતમાં પ્રદાન કરવા માટે તે પ્રથમ સૌથી મોટું પ્લેટફોર્મ હશે.


Meta AI વોઈસ મોડ ફીચર વોટ્સએપ બીટા એન્ડ્રોઈડ વર્ઝન 2.24.18.18 સાથે જોવામાં આવ્યું છે. જો કે  આ ફીચર હજુ સુધી બીટા ટેસ્ટર્સને દેખાતું નથી. Meta AI સાથે સંપર્ક કરવા માટે વૉઇસ ચેટ મોડ સુવિધા હાલમાં વિકાસના તબક્કામાં છે. આ સુવિધા હજુ કામ હેઠળ છે. કંપની ટૂંક સમયમાં આ ફીચર રજૂ કરી શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application