ગઈકાલે રાજકોટ હીરાસર એરપોર્ટ અડધી રાત સુધી ખુલ્લું રાખવામાં આવ્યું હતું. કેન્દ્રીય મંત્રી જે.પી. નડાનું ચાર્ટર્ડ પ્લેન ૧૧:૦૦ વાગ્યાના બદલે રાત્રે એક વાગ્યે લેન્ડ થતાં એરપોર્ટ ઓથોરિટી નો તમામ સ્ટાફ મધરાત્રિ સુધી વ્યવસ્થા માટે એરપોર્ટ પર જ રોકાયો હતો.
હીરાસર એરપોર્ટનો વોચ અવર્સ ટાઈમ રાત્રે ૮:૩૦ વાગ્યાનો છે. ઘણી વખત ફલાઈટ ટેકનિકલ ખામીના લીધે ૧૫ ૨૦ મિનિટ કે વધીને ૩૦ મિનિટ સુધી લેટ થતી હોય છે. આ સંજોગોમાં એરપોર્ટ ઓથોરિટી દ્રારા તેના નિર્ધારિત સમય કરતા થોડા કલાકો વધારે એરપોર્ટને ખુલ્લું રાખવામાં આવે છે.
યારે ગઈકાલે કેન્દ્રીય મંત્રી નડાના ચાર્ટર્ડ પ્લેનનો શેડુલ રાત્રે ૧૧ વાગ્યાનો હતો પરંતુ તેમનું આ ખાસ પ્લેન રાત્રે ૧:૦૦ વાગ્યે હિરાસર ખાતે લેન્ડ થયું હતું. નાઈટ શિડુલના લીધે એરપોર્ટ ઓથોરિટી દ્રારા કેન્દ્રીય મંત્રીના આ પ્લેન માટે અલગ સ્ટાફની ગોઠવણ કરવામાં આવી હતી.
અગાઉ પણ ઇન્દોરના ધારાસભ્યની લાઈટ ત્રણ કલાક લેટ થઈ હોવાથી અડધી રાત્રે રાજકોટ હીરાસર એરપોર્ટ ખોલાવવું પડું હતું. તે સમયે પણ તાબડતોબ છેલ્લી ઘડીએ એરપોર્ટ ખોલવાની ફરજ પડી હોવાથી ઓપરેશનલ કર્મચારીઓને નાઈટ ડ્રેસમાં હીરાસર પહોંચવું પડું.
જોકે એરપોર્ટ ઓથોરિટી દ્રારા આ વખતે કેન્દ્રીય મંત્રી તેમજ મુખ્યમંત્રી આજે સવારે આવતા હોય ના નિર્ધારિત શેડુલના લીધે ઓપરેશનલ સ્ટાફને અલગથી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. ગત રાત્રે કેન્દ્રીય મંત્રીનું દિલ્હીથી આવી રહેલું ચાર્ટર્ડ પ્લેન બે કલાક મોડું પડું હોવાથી એરપોર્ટનો સ્ટાફ ત્યાં જ રોકાઈ ગયો હતો. યારે આજે સવારે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ નું ચાર્ટર્ડ પ્લેન તેના નિર્ધારિત સમયે પ્રમાણે જ લેન્ડીંગ થતાં અન્ય પેસેન્જર લાઇટ પણ તેના નિર્ધારીત સમય પર જ ટેકઓફ થઈ હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅક્ષય ઈચ્છતો હતો કે રવિના લગ્ન કરીને ઘરે રહે
February 24, 2025 12:06 PMસાન્યા મલ્હોત્રાની ફિલ્મ 'મિસિસ' અંગે કંગનાની નામ લીધા વગર ટીકા
February 24, 2025 12:05 PMઅરજદારોને ધરમના ધક્કા : રાજકોટ સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે આધાર કાર્ડની કામગીરીને લઈને લોકો હેરાન
February 24, 2025 12:00 PMખંભાળિયામાં મહિલા વીજ કર્મચારીની ફરજમાં રૂકાવટ સબબ ફરિયાદ
February 24, 2025 11:57 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech