બ્રિટનના નવા રાજા ચાર્લ્સ III બન્યા, વેસ્ટમિન્સ્ટર એબી ચર્ચમાં યોજ્યો ભવ્ય તાજપોશી સમારોહ

  • May 06, 2023 11:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજા ચાર્લ્સ ત્રીજા બ્રિટનના નવા રાજા બન્યા છે. બ્રિટનના વેસ્ટમિન્સ્ટર એબી ચર્ચમાં કિંગ ચાર્લ્સ ત્રીજા અને રાણી કેમિલાને તાજ પહેરાવવામાં આવ્યો હતો. બ્રિટિશ શાહી પરિવારમાં 70 વર્ષ બાદ આ પ્રસંગ યોજાયો છે. અગાઉ, 1953માં રાણી એલિઝાબેથનો તાજ પહેરાવવામાં આવ્યો હતો.


આ સમારોહ માટે બ્રિટિશ રાજાનો કાફલો જે માર્ગ પરથી પસાર થયો તે માર્ગ પર હજારો લોકોની જનમેદની રાજા ચાર્લ્સને વધાવવા ઉમટી હતી. આ આખા ઐતિહાસિક પ્રસંગની શોભા વધારવા આ દરમિયાન મુખ્ય માર્ગની બંને બાજુએ બ્રિટિશ ઝંડા ફરકાવવામાં આવ્યા હતા.  આ સમારોહની તૈયારીઓ છેલ્લાં કેટલાય મહિનાઓથી ચાલતી હતી. રાજા ચાર્લ્સ જે રથમાં બિરાજમાન હતા તે સુવર્ણ રથ સફેદ ઘોડાઓથી સજ્જ હતો. 


આર્કબિશપે વેસ્ટમિન્સ્ટર એબી ચર્ચ ખાતે કિંગ ચાર્લ્સને શપથ લેવડાવ્યા હતા. આ દરમિયાન ચાર્લ્સે કહ્યું- હું સેવા આપવા આવ્યો છું. રાજ્યાભિષેકમાં હાજરી આપતા મહેમાનો વેસ્ટમિંસ્ટર એબી ચર્ચમાં આ ભવ્ય સમારોહન સાક્ષી બન્યા હતા. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application