રાજકોટમાં કોર્ટના નવા બિલ્ડિંગમાં વકીલોના ટેબલનું ગોઠવવાની વ્યવસ્થા માટે ગઈકાલે પ્રિન્સિપાલ ડિસ્ટિ્રકટ જજ અને બાર એસોસિએશન દ્રારા રચાયેલી ખાસ કમિટીની કામગીરી શ કરે તે પહેલા જ કેટલાક ઉતાવળિયા વકીલોએ પોતાની રીતે જ ટેબલઓ ગોઠવવાનું ચાલુ કરી દેતા સરવાળે રાત્રી ના સુધી ખૂબ જ ગેરવ્યવસ્થા અને અફડાતફડી મચી જવા પામી હતી, જેમાં આજે પણ ધૂંધવાટ ચાલુ રહ્યો હતો.
રાજકોટમાં નવા કોર્ટ બિલ્ડિંગનું લોકાર્પણ થવાને બદલે ગઈકાલે સોમવારથી જૂની અદાલતો માંથી કોર્ટનું તમામ સાહિત્ય ટ્રાન્સફર કરવાની કામગીરી સ્ટાફ દ્રારા શ કરી દેવાયો હતી, દરમિયાન જૂની અદાલતોના કમ્પાઉન્ડમાં ૪૦૦થી વધૂ વકીલોના ટેબલો હોય આ ટેબલ નવી કોર્ટમાં યોગ્ય રીતે ગોઠવવામાં મલે ગઈકાલે પ્રિન્સિપાલ ડિસ્ટિ્રકટ જજ અને આ ૧૨ એસોસિએશનના પ્રમુખ બકુલ રાજાની સહિતના હોદ્દેદારો સાથે બેઠક યોજાઇ હતી, જેમાં યોગ્ય રીતે ગોઠવાઈ જાય એ માટે બાર એસોસિએશનના પાંચ હોદ્દેદારો તેમજ પાંચ સિનિયર જજીસ, તેમજ અન્ય વકીલોની કમિટીની રચના કરવામાં આવી હતી, તેમજ જૂની કોર્ટના કમ્પાઉન્ડમાં વકીલોના રાખવામાં આવેલા ટેબલોની વિડીયોગ્રાફી પણ કરી લેવાઈ હતી અને તે મુજબ ટેબલો ગોઠવવાનું નક્કી થયું હતું, પરંતુ આ કમિટી પોતાની કામગીરી શ કરે તે પહેલા જ સવારના ભાગે નવા કોર્ટ બિલ્ડીંગની બી વિંગમાં ગ્રાઉન્ડ લોર ઉપર યાં વકીલોના બે બાય ત્રણ ફટના ટેબલની વ્યવસ્થા સૂચવાઈ છે, ત્યાં કેટલાક ઉતાવળિયા વકીલોએ પોતાની મેળે ગોઠવવાનું ચાલુ કરી દેતા અન્ય વકીલોને એમ થયું કે અમે રહી ગયા તેમણે પણ જલદી જગ્યા મેળવવા અને ટેબલો લાવવા માંગતા અંધાધુંધી સર્જાઇ જવા પામી હતી. તેમાં બે બાય ત્રણ ફટના ટેબલો મેળવવા પણ દોડધામ કરી મૂકી હતી.
દરમિયાન સિનિયર વકીલ ઉપરાંત તેમના આસિસ્ટન્ટસના ટેબલો પણ ગોઠવાવા બાબતે કચવાટ ઉભો થયો હતો અને અન્ય વકીલોને જગ્યા નહીં મળે એ બાબતે વકીલો વચ્ચે તું તું મેં મેં પણ થઈ હતી, આવો સિલસિલો મોડે સુધી ચાલુ રહ્યો હતો. જે દરમિયાન બાર પ્રમુખ બકુલ રાજાણી સહિતના હોદ્દેદારો અને સિનિયર જજીસ પણ દોડી આવ્યા હતા. ચોક્કસ નિષ્કર્ષ આવતો ન હતો, રાત થઈ ગઈ હોય આવતીકાલે વિચારણા કરીશું તેવી વાત પણ માનવામાં આવતી ન હતી. બધાને પોતાના ટેબલ અન્ય કોઈ ખસેડી દેશે એવો ડર હોય કોઈ જગ્યા છોડવા માંગતું ન હતું. રાત્રે લાઇટો બધં કરી દેવામાં આવી હતી. ત્યારબાદ બધા વિખરાયા હતા, દરમિયાન આજે પણ સવારથી જ વકીલોમાં ટેબલો ગોઠવવા બાબતે અજંપાનું વલણ ચાલુ રહ્યું હતું, કેટલાક મહિલાઓ સહિતના વકીલો પોતે રહી ગયા હોવાનો વસવસો વ્યકત કરતા હતા, કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનું વાહન સતત આવન જાવન કરતું હતું.
નવા કોર્ટ બિલ્ડિંગમાં બી વિંગમાં ગ્રાઉન્ડ લોર ઉપર વકીલોએ સ્વયંભૂ ટેબલો ગોઠવવાનું ચાલુ કરી દેતા, વકીલો અને તેમના આસિસ્ટન્ટસ બાય ત્રણ ફટના ટેબલો મેળવવા માટે શહેરમાં ફર્નિચરની દુકાનો ઉપર પણ રીતસરનો દરોડો પાડયો હોય તેવી હાલત સર્જાઇ હતી. તેમાં રાત સુધીમાં સેંકડો ટેબલો નવા કોર્ટ બિલ્ડીંગ ખાતે આવી ગયા હતા, જેના બજારમાં ટેબલનો સ્ટોક ખતમ થઈ ગયો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
ટેબલ ગોઠવણી બાબતે ગુરુવારે નિરાકરણ આવી જશે–બકુલ રાજાણી
બાર એસોસિએશનના પ્રમુખ બકુલ રાજાણીએ જણાવ્યું હતું કે, પ્રિન્સિપાલ જજ દ્રારા વકીલોને યોગ્ય રીતે જગ્યા મળી રહે તે માટે ખાસ સમિતિની રચના કરવામાં આવી હોવા છતાં તેમની જાતે જગ્યા મેળવવાનું ચાલુ કરી દેતા આવી વ્યવસ્થા સર્જાઈ છે, નવા બિલ્ડિંગમાં વકીલોના ટેબલો માટે વિશાળ જગ્યા છે ત્યારે વકીલોએ ઉતાવળ કરવાની જર નથી. દરેકને યોગ્ય જગ્યા મળી રહે તે માટે હાલ મુખ્ય ન્યાયાધીશ દ્રારા કેબલ ગોઠવવાની બાબતે જૈસે થે પરિસ્થિતિ જાળવી ગુવારથી આ પ્રશ્ન વકીલોને અસંતોષ ન રહે તે રીતે કામગીરી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકચ્છમાં ગમખ્વાર ત્રિપલ અકસ્માત, બાઈકસવાર દંપતી અને પુત્ર સહિત 3નાં કરુણ મોત
April 28, 2025 10:08 PMયુરોપમાં બ્લેકઆઉટ: ફ્રાન્સ, સ્પેન સહિત ઘણા દેશોમાં વીજળી ગુલ, પ્લેનથી મેટ્રો સુધી બધું ઠપ
April 28, 2025 07:21 PMન્યારી ડેમ નજીક અકસ્માત સર્જી નાસી રહેતા કારચાલકનો પીછો કરી લોકોએ દંડાવાળી કરી, જુઓ Video...
April 28, 2025 05:39 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech