આગામી થોડા દિવસોમાં પ્રયાગરાજમાં મહાકુંભ શરુ થઈ રહ્યો છે ત્યારે મહાકુંભમાં એનડીઆરએફની ટીમ કોઈપણ આપત્તિની પરિસ્થિતિને પહોંચી વળવા માટે મોકડ્રીલ કરી રહી હતી. આ દરમિયાન સંગમ વિસ્તારમાં એક વાસ્તવિક ઘટના બની અને શ્રદ્ધાળુઓથી ભરેલી હોડી પલટી ગઈ.અને એનડીઆરએફની ટીમે સાચે જ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને બોટમાં સવાર તમામને બચાવી લીધા હતા.જો કે બોટ પલટી જવાને લીધે ઘડીભર તો અફરાતફરી સર્જાઈ હતી.
મહાકુંભ 2025 પ્રયાગરાજ: પ્રયાગરાજમાં મહાકુંભને ભવ્ય અને ઐતિહાસિક બનાવવા માટે વહીવટીતંત્ર દ્વારા ઘણી તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ ક્રમમાં ભક્તોની સુરક્ષા માટે પણ મોટા પાયે કામ કરવામાં આવી રહ્યું છે. સોમવારે એનડીઆરએફની ટીમે મોકડ્રીલનું આયોજન કર્યું હતું પરંતુ તે દરમિયાન વાસ્તવમાં અકસ્માત થયો હતો. ભક્તોથી ભરેલી હોડી નદીમાં પલટી ગઈ. જે પછી એનડીઆરએફના જવાનોએ કોઈપણ વિલંબ કયર્િ વિના બધાને બચાવ્યા.સંગમ વિસ્તારમાં અરેલ ઘાટ પર એક બોટ જોરદાર કરંટના વમળમાં ફસાઈ ગઈ. જે બાદ બોટ ડૂબવા લાગી અને બોટમાં સવાર શ્રદ્ધાળુઓમાં ચીસો મચી ગઈ. બોટમાં મહારાષ્ટ્રના 10 શ્રદ્ધાળુઓ અને બે ખલાસીઓ સવાર હતા.
એનડીઆરએફની ટીમ તેની મોકડ્રીલ પૂરી કરીને તે સમયે જેટી પર પહોંચી હતી.અને સંગમમાં ડૂબી રહેલા તમામ દસ લોકો અને બે ખલાસીઓને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા. દુર્ઘટના સમયે બોટમાં મહિલાઓ પણ સવાર હતી. હોડી પલટી જવાથી તે ખૂબ જ ગભરાઈ ગઈ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationIPL 2025: રોમાંચક મુકાબલા બાદ પંજાબ કિંગ્સ ફાઇનલમાં, 3 જૂને RCB સામે ફાઈનલમાં ટકરાશે
June 02, 2025 01:50 AMદેશમાં કોરોનાનો ફરી કહેર: 9 દિવસમાં 1300% કેસ વધ્યા, 48 કલાકમાં 21 મોત
June 01, 2025 09:55 PMયુક્રેનનો મોટો દાવો: 41 રશિયાના વિમાનોને કર્યા નષ્ટ
June 01, 2025 09:49 PMકડી વિધાનસભા પેટાચૂંટણી: કોંગ્રેસે રમેશ ચાવડાને ટિકિટ આપી, રાજકીય ગરમાવો તેજ
June 01, 2025 09:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech