દેશભરમાં સાત તબક્કામાં લોકસભા ચૂંટણીનુ મતદાન ગત શનિવારે સંપન્ન થઇ ગયુ અને આવતીકાલે બપોર સુધીમાં તમામ રાયોના પરિણામ જાહેર થઈ જશે આ પરિણામો જાહેર થયા બાદ કેન્દ્રમાં સરકારનું ગઠન એકિઝટ પોલ મુજબ થશે તો હોમ સ્ટેટ ગણાતા ગુજરાતની સરકાર મા સાફ સફાઈ નિશ્ચિત માનવામાં આવી રહેશે ભાજપની સરકાર અને સંગઠનમાં મોટા પાયે બદલાવ આવશે જેને લઈને કેન્દ્રમાંથી આકરા નિર્ણયો નિશ્ચિત માનવામાં આવી રહ્યા છે. આગામી ૧૦૦ દિવસ ગુજરાતના રાજકારણ માટે અતિ મહત્વના પુરવાર થશે.
આવતીકાલે બપોર સુધીમાં પરિણામોનું ચિત્ર એકદમ સ્પષ્ટ્ર થઇ જશે. આ પરિણામો જાહેર થાય એ પહેલાં વિવિધ ખાનગી એજન્સીઓ અને ઇલેકટ્રોનિકસ માધ્યમોએ કરાવેલા એકિઝટ પોલ સર્વેના તારણમાં દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ ભાજપ–એનડીએ ત્રીજી વખત સત્તા સંભાળશે એ નિશ્ચિત થયું છે. એ જ રીતે ગુજરાતમાં તમામ ૨૫ બેઠકો પર પણ ભાજપના ઉમેદવારો વિજયી થશે એવા અનુમાનોથી શાસક પક્ષને એકંદરે હાશકારો થયો છે, પરંતુ રૂપાલા ઈસ્યુ, રાજકોટ અિકાંડ ઉપરાંત છેલ્લા કેટલાક સમયથી ભાજપ સંગઠન અને સરકારમાં પ્રવર્તતી ખેંચતાણ પર લગામ ખેંચાશે એ નક્કી લોકસભાની ચૂંટણીમાં મંત્રીમંડળના અડધો ડઝનથી વધારે મંત્રીઓ પોતાના મતવિસ્તારમાં ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણી જેટલું પણ મતદાન કરાવવામાં સફળ રહ્યા નથી ત્યારે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે તમામ ધારાસભ્યોને એક એક લાખની લીડનો લય આપ્યો હતો. ત્યારે હવે નબળી કામગીરી અને હોમ સ્ટેટમાં જ નબળા પર્ફેામન્સ સામે કોરડો વિંઝશે એવી ચર્ચાએ પણ જોર પકડું છે.
જોકે, ભાજપના એક જવાબદાર નેતાએ કહ્યું કે, હાલ દેશમાં સરકારની રચના પછી એકસો દિવસના એજન્ડાને જાહેર કરશે આ પછી રાયનો મામલો હાથ પર લેવાશે. જે કોઇ ફેરફાર એ તત્કાળ થશે નહીં.
મનાય છે. ગયા વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહે ગુજરાતના નેતાઓ સાથે અલગ અલગ તથા સંયુકત રીતે બેઠકો યોજી હતી. હવે તેના પરિણામો આગામી સમયમાં દેખાશે એમ સમજાય છે. આમ તો ગુજરાતમાં લોકસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસ, આપ અને અપક્ષના છ ધારાસભ્યોએ રાજીનામા આપીને ભાજપમાં સામેલ થયા હતા.વિસાવદરને બાદ કરતા બાકીની પેટા ચૂંટણી લોકસભાની સામાન્ય ચૂંટણી સાથે યોજાઇ હતી. વિસાવદરની વિધાનસભા ચૂંટણીના પરિણામોને પૂર્વ મંત્રી જવાહર ચાવડાએ પડકાર્યા હોવાથી કોર્ટ કેસના લીધે એની ચૂંટણી જાહેર થઇ ન હતી. આ સિવાય માણાવદરના અરવિંદ લાડાણી, ખંભાતના ચિરાગ પટેલ, વિજાપુરના સી.જે. ચાવડા, પોરબંદરના અર્જુન મોઢવાડિયાએ કોંગ્રેસ, વિસાદરના ભૂપત ભાયાણી આપ તથા વાઘોડિયાના અપક્ષ ધર્મેન્દ્રસિંહ વાધેલા ધારાસભ્ય પદેથી રાજીનામા આપી ભાજપમાં સામેલ થઇ ચૂંટણી લડા હતા.
વિસાવદરના ભૂપત ભાયાણીએ સૌથી પહેલાં રાજીનામુ આપ્યુ હતું, પરંતુ ચૂંટણી જાહેર ન થતાં હાલ લટકી પડા છે. હવે આ પાંચ ભાજપના ધારાસભ્યો બન્યા પછી પોરબંદરના અર્જુન મોઢવાડિયાને મંત્રીમંડળમાં સ્થાન મળે એવી અટકળો તેજ છે. અલબત્ત, મોઢવાડિયાને ભાજપમાં જોડાવા સામે કોઇ કમિટમેન્ટ અપાયું હોય એવું પ્રદેશના નેતાઓ માનતા નથી. જોકે, આખરી નિર્ણય રાષ્ટ્ર્રીય નેતાઓ દ્રારા થવાનો છે. આ તમામ અટકળો વચ્ચે ગયા વર્ષે યોજાયેલી બેઠકમાં કેટલાક મંત્રીઓની નબળી કામગીરીને લઇને જે સૂચનાઓ અપાઇ હતી, તેનું વિશ્લેષણ લોકસભા ચૂંટણીના પરિણામો પછી થશે.
ગુજરાત સરકારના મંત્રીમંડળમાં હાલની તકે બહત્પ મોટો ફેરફાર નહીં થાય પરંતુ એક વાત નિશ્ચિત છે કે રાયમાં કોઈપણ પરિણામ આવે તો આગામી ૧૦૦ દિવસ દરમિયાન મોટા પાયે સાફ સુફી થશે તેનું કારણ બ્યુરો કેસી ઉપર સરકારનો પૂરતો કંટ્રોલ નહીં હોવાનું સરા જાહેર થઈ ચૂકયું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMઅમદાવાદમાં વકફ સુધારા બિલનો વિરોધ, ‘સરમુખત્યારશાહી નહીં ચાલે’ના સુત્રોચ્ચાર, 50ની અટકાયત
April 04, 2025 05:52 PMઘરે જ સ્ટીમ ફેશિયલથી મેળવો ચમકતી ત્વચા, નહિ રહે પાર્લરમાં જવાની જરૂર
April 04, 2025 05:06 PMઈંડા અને તેલ વગર આ 5 રીતથી બનાવો મેયોનીઝ
April 04, 2025 04:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech